4 વર્ષ પહેલા બનાવેલા વોટ્સએપ ગ્રુપ દ્વારા પોલીસ કોન્સ્ટેબલે રોકી 15 કરોડની લૂંટ, જાણો કેવી રીતે ઓનલાઈન ફ્રોડની ઘટના બનાવી નિષ્ફળ

|

Aug 17, 2021 | 2:47 PM

જેમ જેમ ડિજિટલાઇઝેશન વધી રહ્યું છે, તેમ સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડી અથવા સાયબર લૂંટના કિસ્સાઓ પણ વધારે પ્રમાણમાં સામે આવી રહ્યા છે. તેના કારણે લોકોને ઘણું નુકસાન થઈ રહ્યું છે.

4 વર્ષ પહેલા બનાવેલા વોટ્સએપ ગ્રુપ દ્વારા પોલીસ કોન્સ્ટેબલે રોકી 15 કરોડની લૂંટ, જાણો કેવી રીતે ઓનલાઈન ફ્રોડની ઘટના બનાવી નિષ્ફળ
ફાઈલ ફોટો

Follow us on

Mumbai: જેમ જેમ ડિજિટલાઇઝેશન વધી રહ્યું છે, તેમ સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડી અથવા સાયબર લૂંટના (Cyber Loot) કિસ્સાઓ પણ વધારે પ્રમાણમાં સામે આવી રહ્યા છે. તેના કારણે લોકોને ઘણું નુકસાન થઈ રહ્યું છે. મુંબઈમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે.

ઓનલાઈન લૂંટનો પ્રયાસ કરાયો હતો પરંતુ બે કોન્સ્ટેબલોએ બનાવેલા વોટ્સએપ ગ્રુપના કારણે સાયબર ફ્રોડ થતા બચી ગયું હતું. થોડા દિવસો પહેલા મુંબઈના જુહુ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ વ્યક્તિની પુત્રી પોલીસ પાસે ફરિયાદ લઈને પહોંચી હતી કે, કેટલાક સાયબર ઠગ તેના પિતા પાસેથી તેના ખાતામાંથી 75,000 રૂપિયા લૂંટી રહ્યા છે.

યુવતીએ જણાવ્યું હતું કે, ઠગ તેના પિતા પાસેથી ફોન પર ક્રેડિટ કાર્ડની વિગતો લઈ ગયા હતા. તેના પિતાએ તેના કેન્સરની સારવાર માટે આ 75,000 રૂપિયા રાખ્યા હતા. કાર્ડ બ્લોક થાય તે પહેલા ઠગ તેમાંથી ઓનલાઈન શોપિંગ કરી નાખી હતી.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આ કેસને લઈને મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવા પહોંચી હતી. આ પછી, ક્રાઈમ બ્રાન્ચે ‘સ્ટોપ બેન્કિંગ ફ્રોડ’ નામના વોટ્સએપ ગ્રુપ તરફ વળ્યા. આ ગ્રુપની રચના 4 વર્ષ પહેલા ગ્વાલિયરના 2 પોલીસ કોન્સ્ટેબલ પુષ્પેન્દ્ર યાદવ અને રાધરમણ ત્રિપાનીએ કરી હતી. આ ગ્રુપ દ્વારા છોકરીને આગામી પાંચ મિનિટમાં મદદ કરવામાં આવી.

હકીકતમાં ક્રાઈમ બ્રાંચના અધિકારીએ છોકરીના પિતાના કાર્ડને લગતી માહિતી ગ્રુપ પર મૂકી. આના થોડા સમય પછી તે જૂથમાં સામેલ ઈ-કોમર્સ વેબસાઈટના એક એક્ઝિક્યુટિવે સાઈબર ઠગ દ્વારા કરવામાં આવતી ખરીદીનો વ્યવહાર બંધ કરી દીધો. હવે તે પૈસા પરત મેળવવા માટે પોલીસે માત્ર એક ઇમેઇલ કરવાનો છે. પુષ્પેન્દ્ર યાદવ કહે છે કે, થોડા સમય પછી લોકોની થાપણોને સાયબર ઠગથી બચાવવાનું કામ અમારો જુસ્સો બની ગયો. અમે આ ગ્રુપમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના અધિકારીઓને ઉમેર્યા છે.

તે જ સમયે, ગ્વાલિયર સાયબર ક્રાઇમના એસપી સુધીર અગ્રવાલ કહે છે કે, આ ગ્રુપની રચના 4 વર્ષ પહેલા સાયબર વિભાગમાં તૈનાત બે કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવી હતી. આ ખાતરી આપે છે કે, સાયબર છેતરપિંડી પછી પણ તમારા પૈસા પરત કરી શકાય છે. હવે ગૃહ મંત્રાલયે પણ આવી વેબસાઇટ શરૂ કરી છે.

બંને કોન્સ્ટેબલોના અંદાજ મુજબ, તેમના કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 15 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીનું કહેવું છે કે, સાયબર ક્રાઈમના કિસ્સામાં સમયસર નાણાં બહાર જતા રોકવા ખૂબ જ જરૂરી છે. અન્ય ઔપચારિકતાઓ પછીથી પૂર્ણ કરી શકાય છે. આ જૂથ આમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

દેશભરના પોલીસ દળોના અધિકારીઓ અને 75 સર્વિસ પ્રોવાઇડર્સના નોડલ પ્રતિનિધિઓ અને પાંચ મુખ્ય પેમેન્ટ એગ્રીગેટર્સને ‘સ્ટોપ બેન્કિંગ ફ્રોડ’ વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા છે. હાલમાં, વોટ્સએપ ગ્રુપમાં 256 સભ્યો છે અને ટેલિગ્રામ ગ્રુપમાં 2,231 સભ્યો છે.

 

આ પણ વાંચો: Jamnagar : કાબુલથી ભારતીયોને લઇને જામનગર એરબેઝ પર પહોંચ્યુ વાયુદળનું C-17 ગ્લોબ માસ્ટર

આ પણ વાંચો: Afghanistan : જીવ બચાવવા માટે સંઘર્ષ, USના સૈન્ય વિમાનમાં બેસ્યા સેંકડો લોકો, પગ મૂકવાની પણ જગ્યા નહીં

Published On - 2:29 pm, Tue, 17 August 21

Next Article