Afghanistan : જીવ બચાવવા માટે સંઘર્ષ, USના સૈન્ય વિમાનમાં બેસ્યા સેંકડો લોકો, પગ મૂકવાની પણ જગ્યા નહીં

TV9 GUJARATI

|

Updated on: Aug 17, 2021 | 12:30 PM

અમેરિકન C-17 ગ્લોબમાસ્ટર III માં (C-17 Globemaster III) લગભગ 640 અફઘાન નાગરિકો એકબીજાને ચોંટીને બેસ્યા છે. આ વિમાનમાં અત્યાર સુધીની આ સૌથી વધુ સંખ્યા છે. અહીં પગ મૂકવાની પણ જગ્યા નથી.

Afghanistan : જીવ બચાવવા માટે સંઘર્ષ, USના સૈન્ય વિમાનમાં બેસ્યા સેંકડો લોકો, પગ મૂકવાની પણ જગ્યા નહીં
C-17 globe master

Follow us on

અફઘાનિસ્તાનમાં તાલિબાનના પરત ફર્યા બાદ પોતાના જીવન માટે ભાગી રહેલા લોકોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. આ શ્રેણીમાં એક આશ્ચર્યજનક તસવીર સામે આવી છે, જેમાં સેંકડોની સંખ્યામાં અફઘાન નાગરિક અમેરિકી મિલિટરી કાર્ગો (US Military Cargo Plane) પ્લેનમાં બેસેલા જોઈ શકાય છે. વિમાનમાં બેસેલા લોકોની ભારે ભીડ છે, જે કાબુલથી સલામત સ્થળે પહોંચવા માટે ભાગી જવાની રાહ જોઈ રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે રવિવારે કાબુલ પર કબજા બાદ તાલિબાનનો લગભગ સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો છે. અમેરિકી સંરક્ષણ અને સુરક્ષા સમાચાર સાઇટ ‘ડિફેન્સ વન’ દ્વારા મેળવેલા આ ફોટામાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન C-17 ગ્લોબમાસ્ટર III માં (C-17 Globemaster III) લગભગ 640 અફઘાન નાગરિકો એકબીજાને ચોંટીને બેસ્યા છે. આવા વિમાનમાં અત્યાર સુધીની આ સૌથી વધુ સંખ્યા છે. અહીં પગ મૂકવાની પણ જગ્યા નથી.

અમેરિકી સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે મુસાફરોમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ લોકોને રવિવારે કાબુલથી કતાર લઈ જવામાં આવ્યા. ડિફેન્સ વને કહ્યું કે ફ્લાઇટનો હેતુ આટલો મોટો ભાર ઉઠાવાનો નહોતો. પરંતુ કેટલાક ગભરાયેલા લોકો C-17 ના અડધા ખુલ્લા રેમ્પ દ્વારા તેમાં પ્રવેશ્યા. આ ફ્લાઇટ તે ફ્લાઇટ્સમાંની એક હતી, જેને સેંકડો લોકો સાથે ઉડાન ભરી હતી.

સૈન્ય વિમાન પર ચઢતા દેખાયા લોકો 

આ ફ્લાઇટ તે ફ્લાઇટ્સમાંથી એક હતી, જેણે સેંકડો લોકો સાથે ઉડાન ભરી હતી. અન્ય ફ્લાઇટે આનાથી પણ વધારે સંખ્યામાં અફઘાન નાગરિકો સાથે ઉડાન ભરી છે. સોમવારે દેશ છોડીને ભાગી રહેલા અફઘાન નાગરિકોની બેચેની કાબુલ એરપોર્ટ પર જોવા મળી હતી.

લોકો લશ્કરી વિમાનો પર ચડતા જોવા મળ્યા હતા. તે જ સમયે, એક વિમાને ઉડાન ભરી અને તેના પરથી ત્રણ લોકોના આકાશમાંથી નીચે પડવાના કારણે મૃત્યુ થયા. આ સિવાય કાબુલ એરપોર્ટ પરથી પણ વીડિયો સામે આવ્યા હતા, જેમાં સેંકડો લોકો લશ્કરી વિમાનો સાથે દોડતા જોવા મળ્યા હતા.

ફરીથી ખોલાયુ કાબુલ એરપોર્ટ 

તાલિબાનોએ દેશની અલગ-અલગ બોર્ડર ક્રોસિંગ પર કબજો કરી લીધો છે. આવી સ્થિતિમાં, એરપોર્ટ એકમાત્ર રસ્તો બાકી છે, જેના દ્વારા લોકો યુદ્ધગ્રસ્ત દેશ છોડીને સલામત સ્થળે જઈ શકે છે.

જોકે, મોટી સંખ્યામાં અફઘાન નાગરિકો આવ્યા બાદ અમેરિકી સૈન્યએ સોમવારે એરપોર્ટ બંધ કરી દીધું. મંગળવારે વહેલી સવારે એરપોર્ટ ફરી ખોલવામાં આવ્યું હતું. એક અમેરિકન જનરલે આ માહિતી આપી. તેમણે કહ્યું કે એર ટ્રાફિક કંટ્રોલની કમાન પણ યુએસ સુરક્ષા દળોના હાથમાં છે. સોમવારે કાબુલ એરપોર્ટ પર પણ ગોળીબાર થયો હતો, જેમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા.

આ પણ વાંચોPositive News : બ્રિટન આપશે અફઘાની નાગરીકોને શરણ, મહિલાઓ અને બાળકીઓને અપાશે પ્રાથમિકતા

આ પણ વાંચો તાલિબાનીઓને લઇને અમેરીકી ટેક કંપનીઓના વલણ સામે સવાલ, આતંકવાદીઓ વાપરી રહ્યા છે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati