MUKHTAR ANSARI : મોહલી કોર્ટમાં હાજર થતા પહેલા કહ્યું, “હું નિર્દોષ, પંજાબ સરકાર મને ફસાવી રહી છે”

MUKHTAR ANSARI : વ્હીલ ચેર પર બેસીને મોહલી કોર્ટમાં હાજર થતા સમયે મુખ્તાર અંસારીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે પોતે નિર્દોષ છે અને પંજાબ સરકાર તેણે ફસાવી રહી છે.

MUKHTAR ANSARI : મોહલી કોર્ટમાં હાજર થતા પહેલા કહ્યું, હું નિર્દોષ, પંજાબ સરકાર મને ફસાવી રહી છે
મુખ્તાર અંસારીને મોહલી કોર્ટમાં હાજર કરાયો
Follow Us:
| Updated on: Mar 31, 2021 | 3:23 PM

MUKHTAR ANSARI : ઉત્તરપ્રદેશના બાહુબલી ગણાતા કુખ્યાત શખ્સ મુખ્તાર અંસારીનો તમામ પાવર ઉતરી ગયો છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે મુખ્તાર અંસારીને ઉત્તરપ્રદેશની બાંદા જેલમાં ખસેડવામાં આવનાર છે. આ પહેલા પંજાબની મોહલી કોર્ટમાં હાજર થતા સમયે મુખ્તાર અંસારીએ પંજાબ સરકાર પર આરોપો લગાવ્યા છે.

હું નિર્દોષ, પંજાબ સરકાર મને ફસાવી રહી છે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મુખ્તાર અંસારી (MUKHTAR ANSARI)ને ઉત્તરપ્રદેશ લાવવામાં આવનાર હતો, પરંતુ મોહલી કોર્ટમાં આ કેસની સુનાવણી 12 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. જેના કારણે મુખ્તાર અંસારીને ફરીથી પંજાબની રોપર જેલમાં લઈ જવામાં આવશે. વ્હીલ ચેર પર બેસીને કોર્ટમાં હાજર થતા સમયે મુખ્તાર અંસારીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે પોતે નિર્દોષ છે અને પંજાબ સરકાર તેણે ફસાવી રહી છે. સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને આદેશ આપ્યો છે કે બે અઠવાડિયામાં જ મુખ્તાર અંસારીને ઉત્તરપ્રદેશ સરકારને સોંપવામાં આવે. કોર્ટે એમ પણ કહ્યું છે કે મુખ્તારને પહેલા ઉત્તરપ્રદેશની બાંદા જેલમાં રાખવામાં આવે.

ઉત્તરપ્રદેશની બાંદા જેલમાં તૈયારીઓ ઉત્તરપ્રદેશના બાહુબલી ગણાતા કુખ્યાત શખ્સ મુખ્તાર અંસારી(MUKHTAR ANSARI)ને ઉત્તરપ્રદેશની બાંદા જેલમાં ખસેડવામાં આવનાર છે જેને પગલે બાંદા જેલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બાંદા જેલના વહીવટીતંત્રનું કહેવું છે કે તેમની પાસે હંમેશાં પ્રોટોકોલ હેઠળ કડક સુરક્ષા વ્યવસ્થા હોય છે, પરંતુ મુખ્તાર અંસારી કેસમાં તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્તાર અંસારી માટે બાંદા જેલમાં એક વિશેષ સેલની પસંદગી કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશ આવ્યા બાદ અહીં જે કેસ કરવામાં આવ્યા છે તેના આધારે સુનાવણી માટે આ જેલમાં વ્યવસ્થા કરવામાં આવશે. સુનાવણી સમયે વિડીયો કોન્ફરન્સ દ્વારા જ મુખ્તાર અંસારીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.ત્યારબાદ કોર્ટના આદેશ બાદ પૂછપરછ માટે મુખ્તાર અંસારીને ઉત્તરપ્રદેશ પોલીસને સોપવામાં આવશે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

મુખ્તાર અંસારી પર 14 ગુનાહિત કેસો ઉત્તરપ્રદેશમાં મુખ્તાર અંસારી પર 14 ગુનાહિત કેસો નોંધાયેલા છે જેને કારણે આ કેસોની સુનાવણી માટે ઉત્તરપ્રદેશ પોલીસે પંજાબ સરકાર પાસે મુખ્તાર અંસારીની કસ્ટડીની માંગણી કરી હતી. ગેરકાયદેસર વસુલીના કેસમાંમુખ્તાર અંસારી જાન્યુઆરી 2019 થી પંજાબની જેલમાં છે. ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરી હતી, જેમાં કહ્યું હતું કે અંસારી કોર્ટમાં સતત ગેરહાજર રહેવાના કારણે તેના વિરુદ્ધના કેસોમાં સુનાવણી થઈ રહી નથી.ઉત્તરપ્રદેશ સરકારની અરજી પર પંજાબ સરકારે અંસારીની કસ્ટડી આપવાનો ઇનકાર કરતાં સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. પંજાબ સરકારે મુખ્તાર અંસારીની તબિયતનું કારણ દર્શાવ્યુંહતું. જેલ અધિક્ષક દ્વારા દાખલ કરાયેલા એફિડેવિટમાં જણાવાયુ છે કે મુખ્તાર અંસારી હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીઝ, ડિપ્રેશન, કમરનો દુખાવો અને ચામડીની એલર્જીથી પીડિત છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">