Bhavnagar : ડબલ મર્ડરનો ઉકેલાયો ભેદ, હત્યારાની ધરપકડ કરાઇ

ભાવનગરમાં ડબલ મર્ડરનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. અને, ક્રુર હત્યારાની પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં માતાપુત્રની હત્યા થઇ હોવાનું ખુલ્યું છે. અને, મહિલા સાથે આરોપીને આડાસંબંધ હોવાનું પણ બહાર આવ્યું છે.

Bhavnagar : ડબલ મર્ડરનો ઉકેલાયો ભેદ, હત્યારાની ધરપકડ કરાઇ
killer arrested
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2021 | 9:01 PM

Bhavnagar : ગત 8.7.21ના રોજ બે હત્યાની ઘટના બની હતી. જેમાં સીદસર -વરતેજ રોડ પર અવાવરું જગ્યા પરથી એક 13 વર્ષના તરુણની લાશ મળી હતી. આ લાશ કપડામાં વિંટાળેલ સ્થિતિમાં મળી હતી, ત્યારબાદ તખતેશ્વર નજીક આવેલ જનકલ્યાણ ફ્લેટમાંથી એક મહિલાની ગોદડામાં વિંટાળેલ હાલતમાં લાશ મળી હતી.

જેને લઈને પોલીસ માટે આ કોયડા સમાન હત્યાની ઘટનામાં બે-બે હત્યા કરનાર ક્રૂર હત્યારાને પોલીસે ઝડપી પાડ્યો છે. અને હત્યારાએ હત્યાનો ગુનો કબુલ્યો છે અને આ બંને મળી આવેલ લાશ માતાપુત્રની હોવાનું પણ ખુલ્યું હતું.

ભાવનગર શહેરમાં ગત 8 તારીખે સીદસર રોડ પરથી શિવમ નામના એક તરુણની લાશ મળી હતી. જેને લઈને વરતેજ પોલીસ હત્યારાને શોધવા કામે લાગ્યા હતા. ત્યારબાદ એ.ડિવિઝનના પોલીસ અધિકારીઓ પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ખાનગી બાતમી મળેલ કે, ભાવનગર તખ્તેશ્વર જનકલ્યાણ ફ્લેટ બ્લોક નં-૮ ના મકાનમાં માનવ લાશ પડી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

જે ચોક્કસ બાતમી સાચી પડી હતી. અને, આ સંદર્ભે બે અલગ અલગ ટીમ બનાવી પ્રથમ ઘર માલિકને શોધ્યો હતો. તેને સાથે રાખી તેનાં રહેણાકી મકાને લઇ જઇ ઘર ખોલાવી ઘરમાં તપાસ કરતા ઉપરોક્ત ફ્લેટના બેડ-રૂમમાં એક શેટી પાસે ગોદડામા વીંટેલ દોરી વડે બાંધેલ માનવ લાશ મળી હતી.

આ અંગેની જાણ ઉપરી અધિકારીઓને કરતા અને ફ્લેટ માલિકની ઉલટ તપાસ કરતા હત્યા હેમલ શાહે કરી હોવાનું ખુલ્યું હતું, આ કામના આરોપીની સઘન પૂછપરછ કરતા આરોપી હેમલ ભૂપેન્દ્રભાઇ શાહે મરણ જનાર અંકિતાબેન પ્રકાશભાઇ જોશી સાથે આડાસંબંધ હોય. જેથી તે અવારનવાર આવતા જતા હોય અને ગઇ તા 7.7.21 ના રોજ પણ તેના પુત્ર શિવમ જોશી ઉ.વ.૧૩ સાથે ઉપરોક્ત ફ્લેટે બોલાવવાથી આવ્યો હતો.

રાત્રીના બન્ને વચ્ચે પૈસા બાબતે રકઝક થતા આરોપી હેમલ શાહે અંકિતાબેન જોશીને ઘાતક હથિયાર છરી તથા અન્ય વસ્તુથી મારી તેણીનું મોત નિપજાવ્યું હતું. ત્યારબાદ આગળના રૂમમા સુંતેલ અંકિતાબેનના પુત્ર શિવમને પકડીને બેડ રૂમમાં લાવી હત્યા કરી. બાદમાં શિવમને કાપડમાં વીંટી પોતાની ફોર વ્હીલર કારમાં નાખી વરતેજના વૃક્ષમંદીરથી આગળ સાંકડા નાળા પાસે ફેંકી આવ્યો હતો. અને બીજી લાશ પણ ફેંકવાની પેરવીમાં હોવાની કબૂલાત આપી હતી.

જેથી આરોપીને કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ ભાવનગર એ.ડિવિઝન પોલીસે માતા પુત્રની હત્યા કરનાર ક્રૂર હત્યારા હેમલ શાહને પકડી વરતેજ પોલીસ સ્ટેશન અને એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ બે હત્યાના ગુના ડિટેકટ કર્યા છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">