Ahmedabad: ચોર ચોરીના મોબાઇલ વેચવા ગયો અને પકડાઈ ગયો, જાણો કેવી રીતે પોલીસે આરોપીને ઝડપ્યો

અમદાવાદ ગ્રામ્ય SOGએ ચોરની ધરપકડ કરી તેની પાસેથી સવા બે લાખના 36 ચોરીના મોબાઈલ કબજે કર્યા.

Ahmedabad: ચોર ચોરીના મોબાઇલ વેચવા ગયો અને પકડાઈ ગયો, જાણો કેવી રીતે પોલીસે આરોપીને ઝડપ્યો
SOG arrested thief
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jan 23, 2022 | 12:14 PM

અમદાવાદ-સાણંદ હાઇવે (Ahmedabad-Sanand Highway)પર શાંતિપુરા સર્કલ નજીકથી એક ચોર ચોરીના મોબાઇલ (Stolen mobile) વેચવા જતા ઝડપાઇ ગયો છે. પોલીસે મોબાઇલ વેચવા જતા વ્યક્તિને ઊભો રાખી પુછપરછ કરતા તેના યોગ્ય જવાબો ન મળતા પોલીસને તેના પર શંકા ગઇ હતી. બાદમાં તેની પાસેથી ચોરીના મોબાઇલ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસને બાતમી મળી હતી કે એક વ્યક્તિ પોતે અલગ-અલગ દુકાનોમાં ચોરી કરેલા મોબાઇલ ફોન વેચવા માટે સાણંદ તરફ જવાનો છે. આ બાતમીના આધારે શાંતિપુરા સર્કલથી સાણંદ જવાના હાઇવે ઉપર આવેલ ફોર્ડના શો રૂમની સામે પોલીસે આ વ્યક્તિને રોક્યો હતો. અયોગ્ય જવાબો મળ્યા બાદ કે વ્યક્તિ પાસેથી 36 ચોરી કરાયેલા મોબાઈલ મળી આવતા તે ચોર હોવાનું જણાયુ હતુ. જેથી SOGએ તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપી ખેડાના પીપળાતાનો રહેવાસી

SOGની તપાસમાં આરોપીનું નામ જશવંત ઉમેદ વાઘેલા હોવાનું જાણવા મળ્યુ છે. તેમજ આરોપી ખેડાના પીપળાતા ગામનો રહેવાસી છે.આરોપી જશવંત સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ આરોપીની “Pocket Cop”ની મદદથી સર્ચ કરતા જાણવા મળ્યુ હતુ કે આરોપી વિરૂધ્ધ અગાઉ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે. “Pocket Cop” એક એવી મોબાઇલ એપ્લિકેશન છે કે જેમાં 68 લાખ જેટલા ગુનેગારોના ગુના અને તેમના વિશેની માહિતી છે. આ માહિતીના આધારે આરોપી પાસે રહેલી બેગ ચેક કરતાં તેમાંથી 36 મોબાઇલ મળી આવ્યા હતા. જેની કિમત 2 લાખ 26 હજાર થાય છે.

વધુ તપાસ કરતા સામે આવ્યું કે 36 માંથી 26 મોબાઇલની ચોરી અમદાવાદ શાંતિપુરા સર્કલ પાસે આવેલા નસીબ ટેલીકોમ મોબાઇલની દુકાનમાંથી તથા 10 મોબાઇલની ચોરી આણંદ જિલ્લાના પેટલાદ રોડ ઉપર બાંધણી ચોકડી પાસે આવેલા આશાપુરા મોબાઇલની દુકાનમાંથી કરી હતી. SOGએ આરોપી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ વધુ તપાસ માટે શખ્સને ચાંગોદર પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ સાથે સોંપવામાં આવ્યો છે.

આરોપીની ગુના આચરવાની મોડેસ ઓપરેન્ડી

આરોપી પતરાવાળી છત હોય તેવી જ દુકાનો ટાર્ગેટ બનાવતો હતો. છત ઉપરથી પાના વડે પતરાના બોલ્ટ ખોલી અંદર ઉતરી માલ સામાનની ચોરી કરતો હતો અને પોલીસને શંકા ના જાય તે માટે ચોરી કરવા સાયકલનો ઉપયોગ કરતો હતો.

આરોપી તમામ ચોરી મોજશોખ માટે કરતો હોય તેવું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યુ છે. પકડાયેલા આરોપીએ અન્ય કોઈ જગ્યા પર ચોરી કરી છે કે કેમ અને તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં SOGએ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો-

અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 43 હજારે પહોંચ્યો, જાણો કયા વિસ્તારમાં છે સૌથી વધુ કેસ

આ પણ વાંચો-

Gir somnath: પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે કરાયુ રિહર્સલ, સમુદ્ર કિનારે મશાલ પરેડ યોજાઇ

Latest News Updates

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">