Gir somnath: પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે કરાયુ રિહર્સલ, સમુદ્ર કિનારે મશાલ પરેડ યોજાઇ

આ વર્ષે 26 જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. કોરોના પ્રોટોકોલ સાથે રાજ્યભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2022 | 9:24 AM

પ્રજાસત્તાક પર્વ (Republic Day) એટલે કે 26 જાન્યુઆરીને હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે ગીરસોમનાથ (Girsomnath)ના સદભાવના ગ્રાઉન્ડ પર ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ (Rehearsal) કરવામાં આવ્યુ. ગીર સોમનાથમાં રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે. ત્યારે સમગ્ર કાર્યક્રમ વ્યવસ્થિત રીતે થાય તે માટે રિહર્સલ કરાયુ હતુ.

આ વર્ષે 26 જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. કોરોના પ્રોટોકોલ સાથે રાજ્યભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગીર સોમનાથમાં ધ્વજવંદન કરવાના છે. ત્યારે ગીરસોમનાથના જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલની હાજરીમાં પરેડ અને ધ્વજવંદન કાર્યક્રમની રિહર્સલ કરાયુ. 10થી વધુ પ્લાટુન દ્વારા પરેડ યોજી ધ્વજને અને રાજ્યપાલને સલામી અપાઈ હતી.

તો સોમનાથના સમુદ્ર કિનારે ગુજરાત પોલીસ દ્વારા મશાલ પરેડ યોજાઈ. મશાલ પરેડમાં 300 જેટલા પોલીસ જવાનો હાજર રહ્યા હતા. જેમાં મશાલ દ્વારા ગુજરાત પોલીસ,જય હિન્દ, જય સોમનાથ તેમજ સાથિયાની પ્રતિકૃતિ બનાવી હતી.

કોરોનાની ગાઇડલાઇન સાથે થશે ઉજવણી

મહત્વનું છે કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે સરકારે કોરોના પ્રોટોકોલ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ગીર સોમનાથમાં હાજર રહેશે તો અન્ય મંત્રીઓ પણ જુદા-જુદા જિલ્લામાં હાજર રહેવાના છે. કોરોનાને લીધે સિમિત લોકોની હાજરીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે.

આ પણ વાંચો-

Mehsana: કોરોના કેસ વધતા યાત્રાધામ બહુચરાજી મંદિરના દ્વાર વધુ 7 દિવસ માટે ભક્તો માટે બંધ રાખવા નિર્ણય

આ પણ વાંચો-

Ahmedabad: ખારીકટ કેનાલમાં ગંદકી યથાવત, આસપાસના રહીશોને કોરોનાકાળમાં અન્ય રોગચાળો ફેલાવાનો ડર

Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">