Ahmedabad : શિક્ષણ વિભાગમાં રૂપિયા 7 કરોડથી વધુની છેતરપિંડીનો કેસ, વધુ એક આરોપીની ધરપકડ

શિક્ષણ વિભાગના હિશાબનીશ રાજેશ રામી દ્વારા છેલ્લા 5 વર્ષમાં પોતાની ફરજ દરમિયાન આશરે 8 કરોડ થી વધારેની છેતરપિંડી કરી છે. જે તમામ ગુનામાં તેની સાથે સંડોવાયેલ આરોપી હાર્દીક પંડ્યાની પણ કારંજ પોલીસે ધરપકડ કરી છે.

Ahmedabad : શિક્ષણ વિભાગમાં રૂપિયા 7 કરોડથી વધુની છેતરપિંડીનો કેસ, વધુ એક આરોપીની ધરપકડ
More than Rs 7 crore fraud case in education department
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 23, 2021 | 11:08 PM

Ahmedabad : શિક્ષણ વિભાગમાં રૂપિયા 7 કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપી કમિશન મેળવી આરોપીને બેંક એકાઉન્ટ પૂરા પાડ્યા હતા. ઉપરાંત આ ગુનામાં સરકારી અધિકારી કર્મચારીની પણ સંડોવણી સામે આવી છે. સાથે જ આ કૌંભાડમાં વધુ એક ફરિયાદ દેત્રોજ પોલીસ મથકે નોંધાઈ છે. એટલે કે આશરે 8 કરોડની છેતરપિડી મામલે અલગ અલગ 3 ફરિયાદની તપાસ ચાલી રહી છે.

શિક્ષણ વિભાગના હિશાબનીશ રાજેશ રામી દ્વારા છેલ્લા 5 વર્ષમાં પોતાની ફરજ દરમિયાન આશરે 8 કરોડથી વધારેની છેતરપિંડી કરી છે. જે તમામ ગુનામાં તેની સાથે સંડોવાયેલ આરોપી હાર્દીક પંડ્યાની પણ કારંજ પોલીસે ધરપકડ કરી છે. હિશાબનીશ રાજેશ રામીની પુછપરછ કરતા 197 જેટલા બેંક અકાઉન્ટ સામે આવ્યા હતા. જેમાંથી 35 જેટલા બેંક અકાઉન્ટ હાર્દીક પંડ્યાએ આપ્યા હતા. જેમાં 1 કરોડથી વધુ રૂપિયાનું ટ્રાન્જેકશન થયું હતું. જેથી આરોપી હાર્દીકની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય બે આરોપીના નામ સામે આવ્યા છે જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આશરે 8 કરોડનું સરકારને નુકશાન પહોંચાડનાર આરોપીની તો ધરપકડ થઈ પરંતુ, સિસ્ટમમાં રહેલા અને સરકારી કર્મચારી અધિકારીની પણ સંડોવણી સામે આવી છે. જેમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર અને સહી કરનાર સરકારી અધિકારીની પણ સંડોવણી ખુલી રહી છે. જેને લઈ પોલીસ તપાસ કરી રહી છે. આ સાથે દિવના પણ એક આરોપીનું નામ સામે આવ્યું છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે.પોલીસનું માનવુ છે કે આ ગેંગના તમામ આરોપી ઝડપાયા બાદ મોટા ખુલાસા થઈ શકે છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

રાજેશ રામીની ધરપકડ બાદ તેની વિરુધ્ધ વધુ એક ગુનો નોંધાયો છે..અગાઉ માંડલ, કારંજ અને હવે દેત્રોજમાં પણ ગુના નોંધાયા છે. એટલે કે રામી એન્ડ કંપનીએ સરકારને 8 કરોડથી વધુનો ચુનો ચોપડ્યો છે. જોકે સરકારી અધિકારીની સંડોવણી વિના આટલું મોટું કૌભાંડ થવુ શક્ય નથી. ત્યારે જોવુ એ રહ્યું કે પોલીસ તપાસમાં શું વધું ખુલાસા થાય છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">