કરોડોનો ખેલ..CBIની રેડ : ઇલેક્ટ્રોથર્મના ડાયરેકટર શૈલેષ ભંડારીને ત્યાં CBIની રેડ, વિદેશી દારૂ અને રદ્દ ચલણી નોટો જપ્ત

કરોડોનો ખેલ..CBIની રેડ : ઇલેક્ટ્રોથર્મના ડાયરેકટર શૈલેષ ભંડારીને ત્યાં CBIની રેડ, વિદેશી દારૂ અને રદ્દ ચલણી નોટો જપ્ત
Ahmedabad: CBI raids Electrotherm director Shailesh Bhandari

ઇલેક્ટ્રોથર્મ કંપનીના ડાયરેકટરો અને એમડીએ બેંક ઓફ ઇન્ડિયા સાથે 632 કરોડ રૂપિયાની ઠગાઇ આચર્યાની ફરિયાદ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર અજય ઠાકુરે પાંચ દિવસ પહેલા સીબીઆઇમાં કરી હતી. ફરિયાદમાં ઇલેક્ટ્રોથર્મ કંપનીના ડાયરેક્ટર મુકેશ ભંવરલાલ ભંડારી, એમડી શૈલેષ ભંડારી, ડાયરેક્ટર નરેન્દ્ર દલાલ અને એમડી અવિનાશ પ્રકાશચંદ્ર ભંડારી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

Mihir Soni

| Edited By: Utpal Patel

Jan 06, 2022 | 11:07 AM

Ahmedabad : ઇલેક્ટ્રોથર્મના ડાયરેકટર શૈલેષ ભંડારીના ત્યાં સીબીઆઈએ રેડ કરી. જ્યાં કરોડોના બેન્ક કૌભાંડમાં તપાસ કરતા હાઇફાઈ વિદેશી દારૂની બોટલ અને રદ્દ થયેલી ચલણી નોટો મળી આવી. જેમાં વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી શૈલેષ ભંડારીના પુત્ર સૂરજની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.

ઇલેક્ટ્રોથર્મ કંપનીના ડાયરેક્ટરો અને એમડીએ બેન્ક સાથે 600 કરોડથી વધુની ઠગાઈ આચરવા મામલે સીબીઆઈએ રેડ કરી. આ તપાસમાં ગત મોડીરાત્રે સીબીઆઈની ટીમ બોપલ આંબલી રોડ પરના જયંતીલાલ પાર્ક ખાતેના ઘરમાં સર્ચ કર્યું. જેમાં અનેક મહત્વના ડોક્યુમેન્ટ અને વિદેશી દારૂની બોટલો તથા રદ્દ થઈ ગયેલી ચલણી નોટો પણ મળી આવી. પહેલા સીબીઆઈની રેડમાં આ બધી વસ્તુઓ મળતા સ્થાનિક પોલીસને જાણ કરાઈ હતી.

જેમાં સરખેજ પોલીસ, સેટેલાઇટ પોલીસ વચ્ચે હદનો વિવાદ થયો. જોકે બાદમાં વસ્ત્રાપુરની હદ લાગતી હોવાનું સામે આવતા એકાદ કલાકના ડ્રામા બાદ પોલીસે ગુનો નોંધ્યો. શૈલેષ ભંડારીના ઘરેથી વિદેશી દારૂની 52 બોટલ મળી જેની કિંમત 1.10 લાખથી વધુ છે. સાથે જ રદ્દ થયેલી 500 અને 1000ના દરની 76 હજાર રૂપિયાની નોટ મળી આવી. જેમાં શૈલેષ અને તેનો પુત્ર સૂરજ સામે ગુનો નોંધી સૂરજની ધરપકડ કરી. જોકે શૈલેષ મળી ન આવતા વોન્ટેડ જાહેર કરાયો છે.

ઇલેક્ટ્રોથર્મ કંપનીના ડાયરેકટરો અને એમડીએ બેંક ઓફ ઇન્ડિયા સાથે 632 કરોડ રૂપિયાની ઠગાઇ આચર્યાની ફરિયાદ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર અજય ઠાકુરે પાંચ દિવસ પહેલા સીબીઆઇમાં કરી હતી. ફરિયાદમાં ઇલેક્ટ્રોથર્મ કંપનીના ડાયરેક્ટર મુકેશ ભંવરલાલ ભંડારી, એમડી શૈલેષ ભંડારી, ડાયરેક્ટર નરેન્દ્ર દલાલ અને એમડી અવિનાશ પ્રકાશચંદ્ર ભંડારી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

સીબીઆઇ ટીમે ઇલેક્ટ્રોથર્મ કંપનની ફેક્ટરી અને માલીકોના નિવાસસ્થાન પર દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ફોરેન્સિક ઓડીટ થતા કૌભાંડનો ભાંડો ફુટ્યો હતો. જોકે સીબીઆઈ કૌભાંડી શૈલેષ ભંડારીના ત્યાં હજી પણ સર્ચ કામગીરી શરૂ છે.

મહત્વનું છે કે રેડ સમયે સીબીઆઇએ દારૂનો કેસ કરવા માટે જ્યારે પોલીસની મદદ માંગી ત્યારે સરખેજ, સેટેલાઇ અને વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કરવા હદ નો વિવાદ કર્યો હતો. સામાન્ય પ્રજાની જેમ CBI ની ટીમને પણ હદના વિવાદનો ભોગ બનવું પડ્યું.

આ પણ વાંચો : Ahmedabad: શહેરના જાણીતા મીઠાઈના વેપારીનું સાથે 75 લાખની છેતરપીંડી, સાઇબર ક્રાઇમે કરી 2 આરોપીઓની ધરપકડ

આ પણ વાંચો : Gandhinagar: વાઈબ્રન્ટ સમિટમાં પાંચ દેશના વડાપ્રધાન આપશે હાજરી, મહાત્મા મંદિરે હાથ ધરાઈ સમીક્ષા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati