AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: શહેરના જાણીતા મીઠાઈના વેપારીનું સાથે 75 લાખની છેતરપીંડી, સાઇબર ક્રાઇમે કરી 2 આરોપીઓની ધરપકડ

Ahmedabad: શહેરના જાણીતા ભોગીલાલ મૂળચંદ મીઠાઈના વેપારીનું સિમ સ્વેપ કરીને 75 લાખની ઓનલાઇન છેતરપીંડીના કેસમાં અમદાવાદ સાઇબર ક્રાઇમે 2 આરોપીઓની ધરપકડ કરી છે.

Ahmedabad: શહેરના જાણીતા મીઠાઈના વેપારીનું સાથે 75 લાખની છેતરપીંડી, સાઇબર ક્રાઇમે કરી 2 આરોપીઓની ધરપકડ
2 accused arrested by cyber crime
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 5:09 PM
Share

Ahmedabad: શહેરના જાણીતા ભોગીલાલ મૂળચંદ મીઠાઈના વેપારીનું સિમ સ્વેપ કરીને 75 લાખની ઓનલાઇન છેતરપીંડીના કેસમાં અમદાવાદ સાઇબર ક્રાઇમે 2 આરોપીઓની ધરપકડ કરી છે. જો કે હજુ પણ વેપારીએ ગુમાવેલા 75 લાખમાંથી એક રૂપિયો પણ પરત મળ્યો નથી.

થોડા સમય પહેલા જ શહેરના કંદોઇ ભોગીલાલ મૂળચંદ નામના મીઠાઈના વેપારીનું સિમ સ્વેપ કરીને આરોપીઓએ ખાતામાંથી 75 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. જેની સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદના આધારે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ કરીને 2 આરોપીઓની ધરપકડ તો કરી છે. પરંતુ આ બંને આરોપીઓ પણ મુખ્ય આરોપીની ઠગાઈનો ભોગ બન્યા છે.

આ કેસનો માસ્ટર માઈન્ડ રાહુલે છેતરપીંડીનો કારસો રચ્યો હતો. ફરાર આરોપી રાહુલે પોતાના ગામના બંને આરોપી કુંદન અને અમરેશ ના બેન્ક એકાઉન્ટ વિદેશથી નાણાં મંગાવવા માટે ભાડે લીધા હતા. જેના માટે રાહુલ બંને આરોપીઓને 50 હજાર ચૂકવવાનો હતો જો કે એકાઉન્ટનો ઉપયોગ કર્યા બાદ રાહુલે આરોપીઓને 50 હજાર ન ચૂકવીને તેમની સાથે પણ છેતરપીંડી આચરી હતી અને જ્યારે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને જાણ થઈ કે, આ ગુનો આચરવામાં કુંદન અને અમરેશ ના એકાઉન્ટનો ઉપયોગ થયો છે ત્યારે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

આરોપીએ શનિવારે ભોગ બનનારનું સિમ સ્વેપ કર્યું હતું જેથી શનિ-રવિ બે દિવસ નેટવર્ક ઓપરેટરની ઓફિસો બંધ હોવાથી સિમ બંધ પણ ના થઇ શકે. એ દરમ્યાન 2 દિવસમાં જ આરોપીએ 75 લાખ રૂપિયા કુંદન અને અમરેશ ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા.

આરોપીએ 75 લાખ રૂપિયા એક કરતાં વધારે એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હોવાને કારણે સાઇબર ક્રાઈમને ગુમાવેલા નાણાં પરત મેળવવામાં સફળતા નથી મળી. જો કે મુખ્ય આરોપી રાહુલ અને તેના સાગરીતની વિગતો ટ્રાન્ઝેક્શનના આધારે સાઇબર ક્રાઈમને મળી છે. જેના આધારે મુખ્ય આરોપીને પકડવાની સાઇબર ક્રાઇમે તજવીજ હાથ ધરી છે.

ઓનલાઇન ઠગાઈ આચરનાર આરોપીઓ અન્ય વ્યક્તિઓના એકાઉન્ટ ઊંચી કિંમત ચૂકવીને ભાડે મેળવતા હોય છે જો કે આવા વ્યક્તિઓની પણ આવા ગુનામાં સંડોવણી ગણાતી હોય છે જેને કારણે એકાઉન્ટ ભાડે આપનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે જેને કારણે બેંકની વિગતો ક્યારેય કોઈ વ્યક્તિ સાથે આપ-લે અથવા બેન્ક એકાઉન્ટ કોઈને ભાડે ન આપવા માટે સાઇબર ક્રાઈમના ડીસીપી સૂચન કરી રહ્યા છે.

આ પણ વાંચો: Career Tips: માર્કેટિંગ મેનેજરની ભારતમાં છે ખૂબ માંગ, ધોરણ 12 અને ગ્રેજ્યુએશન પછી કરો આ કોર્સ

આ પણ વાંચો: IIT JAM admit card: IIT JAM એડમિટ કાર્ડ આજે નહીં થાય જાહેર, જાણો ક્યારે અને કેવી રીતે કરવું ડાઉનલોડ

g clip-path="url(#clip0_868_265)">