અભિનેત્રી શ્રુતિ હાસન થઈ કોરોના સંક્રમિત, સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપી માહિતી

અભિનેત્રીએ આ અંગે ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી છે, તેણે લખ્યું છે કે 'તમામ સાવચેતી રાખવા છતાં આજે હું કોરોના સંક્રમિત થઈ છું.જો કે,હું જલ્દી સાજી થઈને પરત ફરીશ.'

અભિનેત્રી શ્રુતિ હાસન થઈ કોરોના સંક્રમિત, સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપી માહિતી
Actress Shruti Haasan infected from covid 19
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 5:24 PM

શ્રુતિ હાસનની(Shruti Haasan)  બેસ્ટ સેલર વેબસિરીઝ (Best Seller Webseries)   એમેઝોન પ્રાઇમ પર 18 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે. અભિનેત્રી શ્રુતિ હાસન સોશિયલ મીડિયા(Social Media)  પર ખુબ એક્ટિવ રહે છે. તે અવારનવાર તેની તસવીરોથી તેના ચાહકોને પ્રભાવિત કરે છે, પરંતુ હવે તેણે તેના ચાહકો માટે જે પોસ્ટ કરી છે તે ખૂબ જ ચિંતાજનક છે કારણ કે અભિનેત્રી આ દિવસોમાં કોરોનાની ઝપેટમાં આવી છે. જેની જાણકારી તેણે ઈન્સ્ટાગ્રામ પરથી આપી છે. આ સમાચાર સાંભળ્યા બાદ તેના ચાહકો  તેમના  સ્વસ્થ થવાની સાથે-સાથે  પ્રાર્થના પણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપી માહિતી

જો કે કોવિડ 19 ના કેસ હવે ઘણા ઓછા થઈ ગયા છે, જો કે સંપૂર્ણ રીતે કોરોના (Corona) ગયો નથી.ત્યારે હવે અભિનેત્રી શ્રુતિ હાસન પણ કોરોનાનો શિકાર બની છે, જેની માહિતી તેણે ઈન્સ્ટાગ્રામ પર આપી છે. તેણે લખ્યું છે કે ‘તમામ સાવચેતી રાખવા છતાં આજે હું કોરોના સંક્રમિત થઈ છું. જોકે હવે હું જલ્દી સાજી થઈને પાછી ફરીશ.’તમને જણાવી દઈએ કે, શ્રુતિ હાસન OTT પર બેસ્ટ સેલર વેબ સિરીઝમાં જોવા મળી હતી, તેની સાથે મિથુન ચક્રવર્તી પણ જોવા મળ્યા હતા.

જમ્યા પછી મીઠી વસ્તુ ખાવાની ક્રેવિંગ શા માટે આવે છે?
ધરતી પરનું એ અનોખું પ્રાણી કે જેના દૂધનો રંગ છે કાળો
ચોમાસામાં વાળને રોજ શેમ્પૂ કરવું જોઈએ કે નહીં, જાણો
25 કરોડ રૂપિયા ખર્ચી પુરૂષમાંથી મહિલા બન્યો ઓલિમ્પિક ચેમ્પિયન
ઓલિમ્પિકમાં 23 ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી છે 800 કરોડ રૂપિયાનો માલિક
પથરીનો દુખાવો કેવી રીતે ઘટાડવો?

લવ લાઈફને લઈને અભિનેત્રી ચર્ચામાં

શ્રુતિ હાસનનું નામ વિદેશી બોયફ્રેન્ડ માઈકલ કોર્સલ સાથે જોડાયું હતું.બંને વર્ષ 2016માં રિલેશનશિપમાં આવ્યા હતા, પરંતુ 2019માં અલગ થઈ ગયા હતા. શ્રુતિ હાસને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે બ્રેકઅપ બાદ તે ભાંગી ગઈ હતી અને તેને દારૂની લત લાગી ગઈ હતી. આ કારણે તેની કારકિર્દીને પણ ઘણું નુકસાન થયું. જોકે, સમય જતાં તેણે પોતાની જાતને સંભાળી લીધી. શ્રુતિનું નામ ક્યારેક રણબીર કપૂર સાથે, ક્યારેક સામંથા રૂથ પ્રભુના પૂર્વ પતિ નાગા ચૈતન્ય સાથે તો ક્યારેક સુરેશ રૈના સાથે પણ જોડાઈ ચૂક્યુ છે.

આ પણ વાંચો : Smart Jodi રિયાલિટી શો માં અંકિતા લોખંડે અને વિકી જૈન નહીં, આ છે ટીવીનું સૌથી વધુ પેઇડ કપલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">