AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangubai Kathiawadi: આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ’એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, બીજા દિવસે કરી જોરદાર કમાણી

સંજય લીલા ભણસાલીની (Sanjay Leela Bhansali) ફિલ્મ ગંગુબાઈએ શરૂઆતના દિવસે (Gangubai Kathiawadi Opening Day) જ ઘણી કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે (Taran Adarsh) પણ જણાવ્યું છે કે, આલિયાની આ ફિલ્મ કોરોના અને લોકડાઉન પછી આ ત્રીજી ફિલ્મ છે જેણે સૌથી વધુ કમાણી કરી છે.

Gangubai Kathiawadi: આલિયા ભટ્ટની 'ગંગુબાઈ'એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, બીજા દિવસે કરી જોરદાર કમાણી
alia bhatt (Image-Instagram)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 1:32 PM
Share

આલિયા ભટ્ટ (Alia Bhatt) સ્ટારર ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’એ (Gangubai Kathiawadi) થિયેટરોમાં આવતાની સાથે જ ચાહકોના દિલ જીતી લીધા છે. સંજય લીલા ભણસાલીની (Sanjay Leela Bhansali) ફિલ્મ ગંગુબાઈએ શરૂઆતના દિવસે જ ઘણી કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે (Taran Adarsh) પણ જણાવ્યું છે કે, આલિયાની ફિલ્મ કોરોના અને લોકડાઉન પછી રિલીઝ થયેલી આ ત્રીજી ફિલ્મ છે, જેણે સૌથી વધુ કમાણી કરી છે. આલિયાની ગંગુબાઈએ ઓપનિંગ ડે પર 10.05 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. બીજા દિવસે ફિલ્મે 14 કરોડની કમાણી કરી લીધી છે. આવી સ્થિતિમાં ફિલ્મની કુલ કમાણી – 24.5 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સાથે એવું માનવામાં આવે છે કે સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ આવનારા દિવસોમાં ચોક્કસથી વધુ ધૂમ મચાવશે.

ફેન્સ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા

આલિયાના ફેન્સ આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ થિયેટરોમાં આવી ત્યારથી દરેકની નજર બોક્સ ઓફિસ (Gangubai Kathiawadi Box Office Collection) પર ટકેલી હતી કે આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી પહેલા દિવસે કેવું અદ્ભુત પ્રદર્શન કરશે. આવી સ્થિતિમાં પહેલા અને બીજા દિવસે સારી કમાણી કર્યા પછી પણ ‘ગંગુબાઈ’નો આ આંકડો લાંબો સમય જળવાઈ રહેશે? દરેકના મનમાં આ પ્રશ્ન છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના ટ્વીટ અનુસાર આલિયા ભટ્ટની ફિલ્મ પેન્ડેમિક ટાઈમમાં સૌથી વધુ કમાણી કરનારી ત્રીજી ફિલ્મ બની ગઈ છે. નંબર વન પર રોહિત શેટ્ટીની અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ સૂર્યવંશી રૂપિયા 26,29 કરોડની કમાણી કરીને પ્રથમ સ્થાને છે. 12.64 કરોડની કમાણી સાથે રણવીર સિંહની ફિલ્મ 83 બીજા નંબરે રહી હતી. ગંગુબાઈ કાઠિયાવાડી હવે 10.50 કરોડ રૂપિયા સાથે ત્રીજા નંબરે છે.

ફિલ્મની વાર્તા

ફિલ્મમાં આલિયા ભટ્ટ ગંગા જગજીવનદાસ કાઠિયાવાડના રોલમાં જોવા મળી રહી છે. મુંબઈ જઈને હિરોઈન બનવાનું સપનું જોતી ગંગા, પરંતુ હિરોઈન બનવાનું સપનું બતાવીને ગંગા સાથે કંઈક એવું થાય છે. જે તેણે સપનામાં પણ વિચાર્યું ન હોય. ગંગાનો પ્રેમી તેને માત્ર થોડા પૈસા માટે વેચે છે. પછી ગંગા ગંગુબાઈ બનીને પોતાનું જીવન નવેસરથી શરૂ કરે છે. ગંગુ પોતાનું જીવન સમાજ સેવા માટે સમર્પિત કરે છે. તે 4000 મહિલાઓ અને બાળકોના અધિકારો માટે લડે છે.

આ પણ વાંચો: Bollywood: દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ગહેરાઈયાં’ પર કંગના રનૌતની પ્રતિક્રિયા, જૂઓ શું કહ્યું?

આ પણ વાંચો: તમે કહી શકો કે હું ખરાબ ડાન્સર કે એક્ટર છું પરંતુ, ગંગુબાઈ’નું ટ્રેલર અને ‘ઢોલિડા’ ગીતનો રિસ્પોન્સ જોયા પછી Alia Bhatt એ આ વાત કહી

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">