સમગ્ર દેશમાં ઓમિક્રોનના (Omicron variant) કેસ વધીને 161 થઈ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh Mandvia) રાજ્યસભામાં આ અંગે માહિતી આપી છે. આરોગ્ય પ્રધાને કહ્યું કે ઓમિક્રોન પર દરરોજ નિષ્ણાતો સાથે નજર રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે કોરોનાના પ્રથમ અને બીજી લહેરના અનુભવને ધ્યાનમાં રાખીને, અમે મહત્વપૂર્ણ દવાઓના બફર સ્ટોકની વ્યવસ્થા કરી રહ્યા છીએ. જેથી કરીને ઓમિક્રોનના ફેલાવાના કિસ્સામાં આપણે સમસ્યાનો સામનો ન કરવો પડે.
દેશમાં ઓમિક્રોનના કેટલા કેસ છે?
મહારાષ્ટ્ર | 54 |
દિલ્હી | 28 |
તેલંગાણામાં | 20 |
રાજસ્થાનમાં | 17 |
કર્ણાટકમાં | 14 |
કેરળમાં | 11 |
ગુજરાતમાં | 11 |
ઉત્તર પ્રદેશમાં | 2 |
આંધ્ર પ્રદેશમાં | 1 |
તમિલનાડુમાં | 1 |
બંગાળમાં | 1 |
ચંદીગઢમાં | 1 |
તમામ રાજ્યો પાસે પૂરતી રસી છે
આરોગ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે હવે 17 કરોડ ડોઝ રસીના ઉપલબ્ધ છે. આજે, ભારત દર મહિને 31 કરોડ ડોઝ બનાવવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે આગામી બે મહિનામાં આ વધીને દર મહિને 45 કરોડ ડોઝ થઈ જશે.
सभी राज्यों/केंद्र शासित प्रदेशों के पास पर्याप्त मात्रा में वैक्सीन उपलब्ध है, अभी 17 करोड़ डोज़ उपलब्ध हैं। आज भारत की क्षमता प्रति माह 31 करोड़ डोज़ बनाने की है। अगले 2 महीनों में यह बढ़कर 45 करोड़ डोज़ प्रति माह हो जाएगी: राज्यसभा में केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मंडाविया pic.twitter.com/fS1m44O3Hl
— ANI_HindiNews (@AHindinews) December 20, 2021
આરોગ્ય મંત્રીએ એ પણ માહિતી આપી હતી કે પીએમ મોદીના નેતૃત્વમાં આરોગ્ય કર્મચારીઓના પ્રયાસોને કારણે કોવિડ રસીના પ્રથમ ડોઝના 88 ટકાનું આપી દેવામાં આવ્યા છે. જ્યાર, રસીનો બીજો ડોઝ તે પૈકીના 58 % લોકોને આપી દેવામાં આવ્યો છે. આજે દેશમાં મોટાભાગના લોકોને રસી આપવામાં આવી છે. રસીકરણનો કાર્યક્રમ ચાલુ છે. જેમને બીજો ડોઝ આપવાનો બાકી છે તે લોકો રસીનો બીજો ડોઝ લે તે માટે સરકાર, આરોગ્ય કર્મચારીઓ સતત પ્રયાસ કરે છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
Published On - 6:12 pm, Mon, 20 December 21