જમ્મુ કાશ્મીરના CM જમ્મુ ક્ષેત્રમાંથી બનશે ? સીમાંકન પંચે જમ્મુમાં 6 બેઠકો, કાશ્મીરમાં 1 બેઠક વધારવાનો રજુ કર્યો પ્રસ્તાવ

જો પંચની ભલામણો સ્વીકારવામાં આવે તો જમ્મુ ક્ષેત્રમાં વિધાનસભા બેઠકોની સંખ્યા વધીને 43 થઈ જશે, જ્યારે કાશ્મીર ખીણ પ્રદેશમાંથી વિધાનસભા બેઠકોની સંખ્યા 47 થઈ જશે. આ રીતે, બંને પ્રદેશો વચ્ચે બેઠકોનો તફાવત ઘટીને માત્ર 4 બેઠકનો થઈ જશે.

જમ્મુ કાશ્મીરના CM જમ્મુ ક્ષેત્રમાંથી બનશે ? સીમાંકન પંચે જમ્મુમાં 6 બેઠકો, કાશ્મીરમાં 1 બેઠક વધારવાનો રજુ કર્યો પ્રસ્તાવ
jammu kashmir delimitation
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 4:54 PM

જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) વિધાનસભા બેઠકોના ​​સીમાંકનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સોમવારે સીમાંકન આયોગની (Delimitation Commission) બેઠક યોજાઈ હતી, જેમાં જમ્મુ ક્ષેત્રમાં (Jammu region) 6 બેઠક વધારવાની અને કાશ્મીર ખીણમાં (Kashmir Valley) એક બેઠક વધારવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જો આ દરખાસ્ત મંજૂર થશે તો જમ્મુ ક્ષેત્રને રાજકીય આધાર મળશે અને રાજ્યના સીએમ નક્કી કરવામાં આ પ્રદેશની ભૂમિકા મહત્વની બની જશે. અગાઉ, કાશ્મીર ખીણમાં બેઠકોની સંખ્યા વધુ હોવાને કારણે, ફક્ત તે પ્રદેશનું જ વર્ચસ્વ રહેતુ હતું. સોમવારે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહ (Jitendra Singh) સિવાય બીજેપીના અન્ય સાંસદ જુગલ કિશોર હાજર હતા.

એટલું જ નહીં, નેશનલ કોન્ફરન્સના (National Conference) નેતા ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah), નિવૃત્ત જસ્ટિસ હસનૈન મસૂદી અને મોહમ્મદ અકબર લોન પણ આજની બેઠકમાં સામેલ હતા. આ બેઠક દિલ્હીની અશોક હોટલમાં યોજાઈ હતી. જો પંચની ભલામણો સ્વીકારવામાં આવે તો જમ્મુમાં વિધાનસભા બેઠકોની સંખ્યા વધીને 43 થઈ જશે, જ્યારે કાશ્મીર ખીણ પ્રદેશમાંથી વિધાનસભા બેઠકોની સંખ્યા 47 થઈ જશે. આ રીતે, બંને પ્રદેશો વચ્ચે બેઠકોનો તફાવત ઘટીને માત્ર 4 બેઠકનો થઈ જશે. કુલ બેઠકોમાંથી આદિવાસી સમુદાય માટે 9 અને દલિત સમુદાય માટે 7 બેઠકો અનામત રાખવાનો પણ પ્રસ્તાવ છે. સંબંધિત સભ્યોને 31 ડિસેમ્બર સુધીમાં તેમના સૂચનો રજૂ કરવા જણાવાયું છે.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈ, મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા અને જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી કમિશનરને સીમાંકન પંચમાં સામેલ કરવામાં આવ્યા છે. કમિશનને 6 માર્ચ સુધીમાં તમામ બેઠકોનુ સીમાંકન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની સીટો અને તેની સીમા નક્કી થયા બાદ જ ચૂંટણી યોજાશે. જો કે, રાજ્યના બિન-ભાજપ પક્ષોએ આ કમિશન પર ઘણી વખત સવાલો ઉઠાવ્યા છે. તાજેતરમાં મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીએ કહ્યું હતું કે અમને સીમાંકન આયોગમાં કોઈ વિશ્વાસ નથી કારણ કે તે ભાજપના એજન્ડા પર કામ કરી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

મહેબૂબાનો આક્ષેપ, ભારતીય જનતા પાર્ટીના ઈશારે થાય છે સીમાંકન પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું, ‘જ્યાં સુધી સીમાંકન આયોગની વાત છે, તે ભાજપનું કમિશન છે. તેમનો ઉદ્દેશ્ય લઘુમતી લોકોને બહુમતી સામે ઉભા કરીને, પ્રદેશના લોકોને નબળા પાડવાનો છે. તેઓ ભાજપને ફાયદો થાય તે રીતે વિધાનસભાની બેઠકો વધારવા માંગે છે.

આ પણ વાંચોઃ

Parliament winter session 2021: આધાર કાર્ડ સાથે મતદાર કાર્ડને જોડવાનુ બિલ લોકસભામાં પાસ, ગૃહ આવતીકાલ સુધી સ્થગિત

આ પણ વાંચોઃ

PM નરેન્દ્ર મોદી આજે ઉદ્યોગપતિઓ સાથે યોજશે બેઠક, બજેટ સહીતના મુદ્દે થશે ચર્ચા

g clip-path="url(#clip0_868_265)">