Sarkari Naukri : એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનએ વેકેન્સી બહાર પાડી, જાણો અરજી કરવાની રીત

ESIC Recruitment 2024: એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) માં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. આ માટે, ESIC એ Senior Residentની ભરતી માટે ખાલી જગ્યા બહાર પાડી છે.

Sarkari Naukri : એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશનએ વેકેન્સી બહાર પાડી, જાણો અરજી કરવાની રીત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2024 | 7:29 AM

ESIC Recruitment 2024: એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) માં સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. આ માટે, ESIC એ Senior Residentની ભરતી માટે ખાલી જગ્યા બહાર પાડી છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેઓ ESIC ની સત્તાવાર વેબસાઇટ esic.gov.in પર જઈને અરજી કરી શકે છે. ESICની આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

ESIC ભરતી 2024 હેઠળ કુલ 11 જગ્યાઓ ભરવામાં આવશે. જો તમે પણ અહીં કામ કરવાનું વિચારી રહ્યા છો તો તમે જુલાઈ 09 કે તે પહેલા અરજી કરી શકો છો. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે તેમણે વહેલી તકે અરજી કરવી જોઈએ.

ESIC હેઠળ 11 જગ્યાઓ ભરવાની છે. ESIC એ વિવિધ વિભાગો હેઠળ Senior Residentની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓની જાહેરાત સાથે અરજીઓ આમંત્રિત કરી છે. આ અહેવાલમાં અમે તમને વેકેન્સી અંગે વિગતવાર માહિતી જણાવી રહયા છે.

વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક
નતાશા સાથે લગ્ન કરતા પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા
Tomato Side Effects : આ લોકો માટે ટમેટાં છે 'ઝેર' સમાન
કિડનીમાં પથરી થવાના કારણો શું છે?
ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર

ESIC માં પસંદગી પર તમને પગાર મળશે?

ESIC ભરતી 2024 માટે આ પદો માટે જે પણ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમને 67700 રૂપિયાનો પગાર અને અન્ય ભથ્થાં આપવામાં આવશે.

ESIC માં નોકરી મેળવવાની પાત્રતા શું છે?

ESIC ની આ ભરતી માટે અરજી કરી રહેલા ઉમેદવારો પાસે સત્તાવાર સૂચનામાં આપવામાં આવેલી સંબંધિત લાયકાત હોવી આવશ્યક છે.

ESIC માટે અરજી કરવાની વય મર્યાદા કેટલી છે?

ESIC ભરતી 2024 ની સત્તાવાર સૂચના અનુસાર, ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 45 વર્ષ હોવી જોઈએ. ઉપરાંત, ઓબીસી માટે 3 વર્ષ અને એસસી/એસટી માટે 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

ESIC માં પસંદગી કેવી રીતે કરવામાં આવશે?

જે ઉમેદવારો ESIC ની આ ભરતી માટે અરજી કરી રહ્યા છે તેમની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. તેમજ આ દિવસે ઇન્ટરવ્યુ પણ  લેવામાં આવશે.

  • તારીખ-  09.07.2024
  • સમય- સવારે 9:30 થી 10:30
  • સ્થળ- એકેડેમિક બ્લોક, ESIC MC અને PGIMSR, રાજાજીનગર, બેંગ્લોર.

ESIC  એપ્લિકેશન અને નોટિફિકેશન લિંક

આ પણ વાંચો : 64,10,00,00,000 માર્કેટ કેપ વાળી કંપનીનો આ સસ્તો શેર 50% વધશે, ખરીદવા માટે લાગી લાઇન, એક્સપર્ટે જણાવી વિગત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">