AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રામ મંદિરમાં ડાયરેક્ટ ‘CEO’ ની ખુરશી મેળવવાની ‘જોરદાર તક’, જાણી લો ‘લાયકાત’

અયોધ્યા રામ મંદિરના વહીવટને લઈને એક ખુબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ઇતિહાસમાં પહેલીવાર મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ના પદ માટે સત્તાવાર ભરતી બહાર પાડવામાં આવી છે. મંદિરમાં ચઢાવાના કથિત ગબન અને એસઆઈટી (SIT) તપાસ વચ્ચે લેવાયેલો આ નિર્ણય ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

Breaking News: રામ મંદિરમાં ડાયરેક્ટ 'CEO' ની ખુરશી મેળવવાની 'જોરદાર તક', જાણી લો 'લાયકાત'
Image Credit source: AI Generated
| Updated on: Jul 13, 2026 | 7:27 PM
Share

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર (ટ્રસ્ટ) એ મંદિરના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ના પદ માટે ભરતી બહાર પાડી છે. આ એક કરાર આધારિત (કોન્ટ્રાક્ટ) નોકરી હશે. શરૂઆતમાં ત્રણ વર્ષ માટે કરાર કરવામાં આવશે. સંતોષકારક કામગીરીના આધારે તેને આગળ પણ લંબાવી શકાય છે.

ટ્રસ્ટ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, માત્ર 50 થી 70 વર્ષની વયના લોકો જ અરજી કરી શકે છે. અરજી કરનાર વ્યક્તિને હિન્દી અને અંગ્રેજીનું સારું જ્ઞાન હોવું જરૂરી છે. 18 જુલાઈના રોજ સાંજે 4 વાગ્યા સુધી અરજી કરી શકાશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે સોમવારે સીઈઓ પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ પદ પર પસંદ થનારી વ્યક્તિ અયોધ્યામાં રામ મંદિરના પ્રથમ CEO હશે.

એક્સ (X) પર એક પોસ્ટમાં ટ્રસ્ટે જણાવ્યું હતું કે, યોગ્ય ઉમેદવારો શ્રી રામ જન્મભૂમિ મંદિરના સીઈઓ પદ માટે અરજી કરી શકે છે. તેમાં જણાવાયું છે કે, અરજી 18 જુલાઈ સાંજે 4 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. આ નિમણૂક મહત્વપૂર્ણ છે કારણ કે, તે મંદિરમાં ચઢાવાના કથિત ઉચાપતની પૃષ્ઠભૂમિ વચ્ચે કરવામાં આવી રહી છે.

ટ્રસ્ટ નક્કી કરશે ‘જવાબદારી’

રવિવારે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રથમ CEO ની જવાબદારી અને સત્તા ટ્રસ્ટ દ્વારા જ નક્કી કરવામાં આવશે. બીજું કે, ટ્રસ્ટ અને CEO ની કામગીરીમાં કોઈ સરકારી હસ્તક્ષેપ રહેશે નહીં.

તેમણે કહ્યું હતું કે, CEO ની પ્રાથમિક જવાબદારી ટ્રસ્ટમાં ભક્તોનો વિશ્વાસ જાળવી રાખવાની રહેશે. CEO મંદિરની નાણાકીય વ્યવસ્થાની પણ દેખરેખ રાખશે, અયોધ્યા આવતા ભક્તોને જરૂરી સુવિધાઓ મળે તે સુનિશ્ચિત કરશે અને આ માટે જવાબદાર રહીને ટ્રસ્ટના સહાયક તરીકે કામ કરશે. CEO ને કેટલી સત્તા સોંપવી તે ટ્રસ્ટ નક્કી કરશે.

અધિકારીની સત્તા શું હશે?

નૃપેન્દ્ર મિશ્રાના જણાવ્યા અનુસાર, CEO કાર્યાલયની કામગીરી માટે જરૂરી કર્મચારીઓની નિમણૂક કરવા માટે સ્વતંત્ર રહેશે. જો કે, સમગ્ર વહીવટ ટ્રસ્ટના નિયંત્રણ હેઠળ રહેશે. આ મહિનાની શરૂઆતમાં, ટ્રસ્ટે અરજીઓની ચકાસણી કરવા અને પદ માટે યોગ્ય ઉમેદવારોની ભલામણ કરવા માટે એક ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે.

આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ પ્રમોદ કોહલી, નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ વિષ્ણુકાંત ચતુર્વેદી અને NIT રાયપુરના પૂર્વ અધ્યક્ષ સુરેશ હવારે હતા.

મિશ્રાએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ આ સમિતિનો ભાગ નહીં હોય અને જણાવ્યું હતું કે તેઓ ટ્રસ્ટની 22 જુલાઈની બેઠકનો એજન્ડા જાણ્યા પછી તેમાં ભાગ લેવા અંગે નિર્ણય લેશે. નૃપેન્દ્ર મિશ્રાએ ચંપત રાય અંગે જણાવ્યું હતું કે નિષ્ઠામાં નહીં પણ દેખરેખમાં ખામી રહી ગઈ છે.

એક્ટિવ દેખાઈ રહ્યા છે ‘મહંત દિનેન્દ્ર દાસ’

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાંથી મહાસચિવ ચંપત રાય અને ડો. અનિલ મિશ્રાના રાજીનામા બાદ હવે મહંત દિનેન્દ્ર દાસ ખૂબ જ સક્રિય જોવા મળી રહ્યા છે. દીનેન્દ્ર દાસ નિર્મોહી અખાડાના અધ્યક્ષ છે અને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય છે. દિનેન્દ્ર દાસ રોજ મંદિર જઈને મંદિરની વ્યવસ્થા જોઈ રહ્યા છે.

સોમવારે પણ દિનેન્દ્ર દાસ રામ મંદિરની મંગલા આરતીમાં જોડાયા હતા, યાત્રી સુવિધા કેન્દ્ર પહોંચ્યા હતા અને ત્યાંની વ્યવસ્થા જોઈ હતી. રવિવારે દિનેન્દ્ર દાસ રામ મંદિરના ગર્ભગૃહમાં શ્રૃંગાર આરતીમાં જોડાયા હતા અને કાઉન્ટિંગ સેન્ટર (ગણતરી કેન્દ્ર) માં ગયા હતા. દિનેન્દ્ર દાસે ચઢાવાની ગણતરીની પ્રક્રિયા જોઈ હતી.

તપાસ બાદ સ્ટાફ ‘ઓછો થયો’

મંદિરમાં ચઢાવાની ચોરીના મામલે ધરપકડો અને એસઆઈટી (SIT) તપાસ બાદ કાઉન્ટિંગ સ્ટાફ ઘણો ઓછો થઈ ગયો છે. પહેલા આશરે 40 લોકો ગણતરીમાં જોડાતા હતા, હવે માત્ર 23 થી 24 લોકો જ આવી રહ્યા છે. તેથી આજકાલ ગણતરી એક જ શિફ્ટમાં સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી જ થઈ રહી છે.

દિનેન્દ્ર દાસે જણાવ્યું કે, કાઉન્ટિંગ સેન્ટરમાં નીચે બેસીને ગણતરી કરવામાં આવી રહી છે. બધા જ કર્મચારીઓ ખિસ્સા વગરના ટી-શર્ટ અને પેન્ટ પહેરેલા હોય છે. કાઉન્ટિંગ સેન્ટર માટે અલગથી કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાંથી સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે.

Breaking News : ‘શ્રી રામભૂમિ’માંથી અનુપમ ખેરનો ફર્સ્ટ લુક જાહેર, ફિલ્મમાં અશોક સિંઘલની ભૂમિકામાં આવશે નજર

Follow Us
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
g clip-path="url(#clip0_868_265)">