યુક્રેનમાંથી કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓને ભારતીય મેડિકલ કોલેજમાં મળે માઈગ્રેશન, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કરી માગ

|

Jul 14, 2022 | 5:37 PM

આ અરજીને વિદ્યાર્થીઓ (Medical Students) તરફથી વકીલ ઐશ્વર્યા સિન્હાએ દાખલ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનમાંથી કાઢવામાં આવેલા 14000 ભારતીય વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકી ગયું છે.

યુક્રેનમાંથી કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓને ભારતીય મેડિકલ કોલેજમાં મળે માઈગ્રેશન, સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કરી માગ
Indian-Students-Ukraine

Follow us on

સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) યુક્રેનમાંથી કાઢવામાં આવેલા ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓને (Medical Students) લઈને અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓને ભારતીય મેડિકલ કોલેજોમાં માઈગ્રેશન માટે ગાઈડલાઈન તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવે. આ અરજી યુક્રેનમાંથી કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે. રસિયા-યુક્રેન યુદ્ધના કારણે આ વિદ્યાર્થીઓની સામે અસાધારણ સ્થિતિ પેદા થઈ છે. તેથી તેઓએ કોર્ટ પાસે આ અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે. યુદ્ધને કારણે તેમનો અભ્યાસ ગંભીર રીતે અટકી ગયો હતો.

હકીકતમાં યુક્રેનમાં યુદ્ધ બાદ ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓએ દેશ છોડવો પડ્યો હતો. ભારત સરકારે તેમને દેશની બહાર કાઢ્યા હતા અને તેના કારણે તેમનો અભ્યાસ બંધ થઈ ગયો હતો. આ અરજી વિદ્યાર્થીઓ તરફથી વકીલ ઐશ્વર્યા સિન્હાએ દાખલ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેનમાંથી કાઢવામાં આવેલા 14000 ભારતીય વિદ્યાર્થીઓનું શિક્ષણ સંપૂર્ણપણે અટકી ગયું છે. જેના કારણે તેમનું કરિયર જોખમમાં છે. ભારતના બંધારણની કલમ 14, 19 અને 21 હેઠળ સુરક્ષિત તેમના મૂળભૂત અધિકારો પર સંકટ વાદળો ઘેરાયા છે.

યુદ્ધ પછી અટકી ગયો છે અભ્યાસ

વકીલે કહ્યું કે પરત ફરેલા અરજદારો સહિત કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓ ખૂબ જ માનસિક તકલીફ અને પીડામાંથી પસાર થઈ રહ્યા છે, કારણ કે તેમનું આખું કરિયર અંધારામાં છે. યુદ્ધ ફેબ્રુઆરી 2022 માં શરૂ થયું ત્યારથી તેમનો અભ્યાસ અટકી ગયો છે. યુદ્ધગ્રસ્ત દેશમાં શાંતિના કોઈ સંકેત નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ‘વર્તમાનની પરિસ્થિતિમાં જે સ્થિતિ પેદા થઈ છે. એટલે કે અરજદારો ન તો યુક્રેનમાં તેમની સંબંધિત સંસ્થાઓમાં તેમનો અભ્યાસ ફરી શરૂ કરી શકે તેવી સ્થિતિમાં છે અને ન તો તેઓ વર્તમાન નિયમો હેઠળ ભારતીય સંસ્થાઓમાં અભ્યાસ કરી શકે છે.

આ પણ વાંચો

ગાઈડલાઈન અને એસઓપી તૈયાર કરવા કરવામાં આવી માંગ

તે જ કારણ છે કે અરજદારોએ નેશનલ મેડિકલ કમિશન એક્ટ 2019 ની કલમ 45 હેઠળ એનએમસી પર ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓના માઈગ્રેશન માટે ગાઈડલાઈન અને એસઓપી તૈયાર કરવા માટે એક યોગ્ય નિર્દેશ જાહેર કરવાની પણ માંગ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાંથી કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓને ભારતીય મેડિકલ કોલેજોમાં તેમના એકેડમિક યર મુજબ એક વાર કરેલા જોગવાય મુજબ પ્રવેશ આપવામાં આવે.

Next Article