AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

માઈક્રોસોફ્ટે 1800 કર્મચારીઓને નોકરીમાંથી છટણી કરી, હાયરિંગમાં પણ ઘટાડો કર્યો

કર્મચારીઓને હટાવવા અંગે એક ટીવી ચેનલને માઈક્રોસોફ્ટે કહ્યું કે વિશ્વની બાકીની કંપનીઓની જેમ માઈક્રોસોફ્ટ પણ તેના બિઝનેસનું નિયમિત ઓડિટ કરે છે અને જરૂરિયાત મુજબ ફેરફાર કરે છે.

માઈક્રોસોફ્ટે 1800 કર્મચારીઓને નોકરીમાંથી છટણી કરી, હાયરિંગમાં પણ ઘટાડો કર્યો
Microsoft
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 10:11 AM
Share

છટણી(Layoffs)નો સમય માત્ર ભારતીય કંપનીઓમાં જ નહીં પરંતુ અમેરિકાની મોટી કંપનીઓમાં પણ ચાલી રહ્યો છે. ઈલોન મસ્કની ટેસ્લા બાદ હવે વિશ્વની અગ્રણી ટેક્નોલોજી કંપની માઈક્રોસોફ્ટે(Microsoft) પણ 1800 કર્મચારીઓને કાઢી મૂક્યા છે. માઈક્રોસોફ્ટ દ્વારા કરવામાં આવેલી આ છટણીઓ વિશ્વના વિવિધ પ્રદેશોમાં કરવામાં આવી છે. માઇક્રોસોફ્ટે કહ્યું કે તેઓ કંપનીનું ‘પુનઃગઠન'(Restructuring) કરી રહ્યા છે અને 1,800 કર્મચારીઓની છટણી પણ તેનો એક ભાગ છે.  કંપનીમાં કુલ 1.81 લાખ કર્મચારીઓ કામ કરે છે અને નોકરીમાંથી છુટા કરાયેલા કર્મચારીઓની સંખ્યા કુલ કર્મચારીઓની સંખ્યાના 1 ટકા છે.

 1800 કર્મચારીઓને નોકરીમાંથી છુટા કર્યા

કર્મચારીઓને હટાવવા અંગે એક ટીવી ચેનલને માઈક્રોસોફ્ટે કહ્યું કે વિશ્વની બાકીની કંપનીઓની જેમ માઈક્રોસોફ્ટ પણ તેના બિઝનેસનું નિયમિત ઓડિટ કરે છે અને જરૂરિયાત મુજબ ફેરફાર કરે છે. એક સમાચાર અનુસાર જે કર્મચારીઓને માઈક્રોસોફ્ટ દ્વારા છુટા કરવામાં  આવ્યા છે તેઓ માઈક્રોસોફ્ટના કન્સલ્ટિંગ, કસ્ટમર અને પાર્ટનર સોલ્યુશન વિભાગમાં કામ કરતા હતા.

કંપની છટણી છતાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. જો જરૂર પડશે તો હાયરિંગ કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે કેટલાક કર્મચારીઓની છટણી  પછી પણ અમે સતત રોકાણ કરવાનું ચાલુ રાખીશું અને આવનારા સમયમાં જરૂરિયાત મુજબ કર્મચારીઓની ભરતી કરીને સંખ્યા વધારીશું. તમને જણાવી દઈએ કે છેલ્લા 5 વર્ષમાં પ્રથમ વખત માઇક્રોસોફ્ટમાં છટણી કરવામાં આવી છે.

હાલ માટે કંપનીએ ભરતીમાં પણ ઘટાડો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર માઇક્રોસોફ્ટે તેની Windows, Teams અને Office માટે હાયરિંગમાં પણ ઘટાડો કર્યો છે.

મોટી કંપનીઓ કર્મચારીઓને આડેધડ નોકરીમાંથી છટણી કરી રહી છે

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં દુનિયાની તમામ મોટી કંપનીઓમાં છટણી ચાલી રહી છે. માઈક્રોસોફ્ટ ઉપરાંત, વિશ્વની સૌથી લોકપ્રિય ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાએ પણ તેની કંપનીમાં કામ કરતા ઘણા કર્મચારીઓને નોકરીમાંથી છુટા કર્યા છે. આ સિવાય ભારતની એડટેક કંપની બાયજુએ પણ ઘણા કર્મચારીઓની છટણી કરી છે.

ઓનલાઈન લર્નિંગ જાયન્ટ બાયજુએ પણ  1400થી વધુ કર્મચારીઓની છટણી કરી હતી. એજ્યુકેશન ટેક્નોલોજી કંપની Byju’s ગ્રુપના યુનિટ ટોપરે   1100 કર્મચારીઓને  છુટા કર્યા હતા. આ કંપનીના કુલ કર્મચારીઓના લગભગ 36 ટકા છે. આ ઉપરાંત વ્હાઇટહેટ જુનિયરે તેના 300 કર્મચારીઓની છતની કરી હતી. આ બંને કંપનીઓને છેલ્લા બે વર્ષમાં બાયજુ દ્વારા ખરીદવામાં આવી હતી.

BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
g clip-path="url(#clip0_868_265)">