AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

17 જુલાઈએ છે નીટની પરીક્ષા, પરીક્ષાના માત્ર 3 દિવસ પહેલા દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી, શું નીટ યુજી પરીક્ષા મોકુફ થશે?

નીટ યુજી પરીક્ષા (NEET UG Exam 2022) 17 જુલાઈએ થવાની છે. પરંતુ પરીક્ષાના માત્ર 3 દિવસ પહેલા 14 જુલાઈ 2022એ દિલ્હી હાઈકોર્ટમાં નીટની પરીક્ષા પોસ્ટપોન કરવાની અરજી પર સુનાવણી થવાની છે.

17 જુલાઈએ છે નીટની પરીક્ષા, પરીક્ષાના માત્ર 3 દિવસ પહેલા દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી, શું નીટ યુજી પરીક્ષા મોકુફ થશે?
Delhi High CourtImage Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 3:22 PM
Share

મેડિકલ યુજી એડમિશન માટેની પ્રવેશ પરીક્ષા નીટ યુજી 2022 (NEET UG Exam 2022) આયોજન રવિવાર 17 જુલાઈના રોજ થવાનું છે. પરંતુ હજુ પણ પરીક્ષા મોકૂફ રાખવાની માંગ ચાલુ છે. લાખો વિદ્યાર્થીઓએ એનટીએ, શિક્ષણ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય, પ્રધાનમંત્રી કાર્યાલય અને સીધા પીએમ નરેન્દ્ર મોદીને નીટની પરીક્ષા પોસ્ટપોન કરવાની માંગ કરી છે. પરંતુ ક્યાંયથી કોઈ પ્રતિક્રિયા ન આવતા હવે મામલો દિલ્હી હાઈકોર્ટમાં (Delhi High Court) પહોંચ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં નીટ યુજી 2022 પોસ્ટપોન કરવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં નીટમાં એકસ્ટ્રા પ્રયાસો કરવાની પણ માંગ કેરવામાં આવી છે.

17 જુલાઈ 2022 ના રોજ નીટ પરીક્ષાને ધ્યાનમાં રાખીને અરજીમાં માંગ કરવામાં આવી હતી કે અદાલતમાં આ મામલે વહેલી તકે સુનાવણી કરવી જોઈએ. તેને દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશને નીટ યુજી પરીક્ષા પોસ્ટપોન કરવાના મામલે તાત્કાલિક સુનાવણી માટે અર્જેંટ લિસ્ટિંગને મંજૂરી આપી છે. હવે અદાલત ગુરુવાર, 14 જુલાઈ 2022 ના રોજ તેની સુનાવણી કરશે. એટલે કે નીટ પરીક્ષાના માત્ર 3 દિવસ પહેલા.

18.72 લાખ વિદ્યાર્થીઓ આપશે નીટની પરીક્ષા

નીટ 2022 યુજી માટે કુલ 18,72,341 વિદ્યાર્થીઓએ એપ્લાય કર્યું છે. એનટીએ દ્વારા આ પરીક્ષા ભારતના 497 અને દેશની બહારના 14 શહેરોમાં 16 જુલાઈ 2022એ આયોજીત કરવામાં આવી રહી છે. નીટની પરીક્ષાનું સંચાલન ભારતીય સમય મુજબ બપોરે 2 થી 5.20 વાગ્યા સુધી લેવામાં આવશે. નીટ એડમિટ કાર્ડ 2022 જાહેર કરવામાં આવ્યું છે. એનટીએ નીટની ઓફિશિયલ વેબસાઈટ neet.nta.nic.in પર 12 જુલાઈના રોજ સવારે 11.30 વાગ્યે નીટ યુજી એડમિટ કાર્ડ એક્ટિવ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો

નીટ યુજી પરીક્ષા 40 દિવસ મોકૂફ રાખવાની માંગ

12મા પાસ કરવાવાળા લાખો વિદ્યાર્થીઓ છે જેમણે નીટ યુજી 2022 અને સીયુઈટી યુજી 2022 બંને પરીક્ષાઓ માટે એપ્લાય કર્યું છે. સીયુઈટી ફેઝ 1ની પરીક્ષા 15, 16, 19 અને 20 જુલાઈના રોજ થવાની છે. આ દરમિયાન 17 જુલાઈએ નીટ યુજી પરીક્ષા થવાની છે. આવામાં, તારીખ આવી ત્યારથી વિદ્યાર્થીઓ દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે નીટ પરીક્ષાની તારીખ લગભગ 40 દિવસ લંબાવવામાં આવે.

પરંતુ એનટીએ એ હાલમાં જાહેર કરેલી સીયુઈટી યુજી પરીક્ષાની નોટિસમાં જણાવ્યું છે કે જે વિદ્યાર્થીઓએ સીયુઈટી પરીક્ષામાં ફિજિક્સ, કેમેસ્ટ્રી અથવા બાયોલોજીમાંથી કોઈપણ વિષય પસંદ કર્યો છે, તેમની પરીક્ષા બીજા ફેઝમાં લેવામાં આવશે. આ વિદ્યાર્થીઓની સીયુઈટી પરીક્ષાનો ફેઝ 4 ઓગસ્ટથી 20 ઓગસ્ટ વચ્ચે થશે. જેથી તેઓને 17મી જુલાઈના રોજ નીટ અને સીયુઈટી તારીખના ક્લેશને કારણે કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.

g clip-path="url(#clip0_868_265)">