AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE 10th Result 2022 Date : ધોરણ 10ના પરિણામ આજે જાહેર કરવામાં આવશે, CBSE પરિણામ પછીની ટેલી-કાઉન્સેલિંગ સુવિધા વિશે જાણો

વિદ્યાર્થીઓ CBSEની ઓફિશ્યલ વેબસાઇટ cbseresults.nic.in પરથી તેમના CBSE ધોરણ 10નું પરિણામ (CBSE 10th Result 2022) સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશે.

CBSE 10th Result 2022 Date : ધોરણ 10ના પરિણામ આજે જાહેર કરવામાં આવશે, CBSE પરિણામ પછીની ટેલી-કાઉન્સેલિંગ સુવિધા વિશે જાણો
CBSC 10th 2022 result
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 3:43 PM
Share

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનું (CBSE) આજે, 14 જુલાઈ, 2022ના રોજ CBSE ધોરણ 10નું પરિણામ જાહેર કરે તેવી અપેક્ષા છે. જો કે, નોંધ કરો કે બોર્ડે હજુ સુધી ઓફિશ્યલ પરિણામની તારીખ અને સમયની જાહેરાત કરવાની બાકી છે. વિદ્યાર્થીઓ CBSEની ઓફિશ્યલ વેબસાઇટ cbseresults.nic.in પરથી તેમના CBSE ધોરણ 10નું પરિણામ સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થીઓએ તેમના પરિણામો તપાસવા માટે તેમના રોલ નંબર અને જન્મ તારીખની જરૂર પડશે. CBSE ધોરણ-10 સત્ર-2ની પરીક્ષા 26 એપ્રિલથી 24 મે, 2022 દરમિયાન લેવામાં આવી હતી.

આ વર્ષે બોર્ડે ધોરણ 10,12ની વાર્ષિક પરીક્ષાઓ બે સત્રમાં યોજી હતી. પ્રથમ સત્રની પરીક્ષાના પરિણામો પહેલેથી જ આવેલા છે અને ધોરણ 10 CBSE વિદ્યાર્થીઓ માટે બીજા સત્રના પરીક્ષાના પરિણામોની રાહ જોવાઈ રહી છે. અંતિમ CBSE પરિણામ સત્ર 2 પરિણામો સાથે જાહેર કરવામાં આવશે. CBSE વર્ગ 10ની અંતિમ માર્કશીટ વિદ્યાર્થીઓએ સત્ર-1 અને સત્ર-2 બંને પરીક્ષાઓમાં મેળવેલા ગુણને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવશે.

CBSE class 10 Result 2022: કેવી રીતે ચેક કરવું

  1. CBSE ની એફિશિયલ વેબસાઇટ cbse.gov.inની મુલાકાત લો.
  2. “CBSE વર્ગ 10નું પરિણામ 2022″ની લિંક પર જાઓ.
  3. જરૂરી ઓળખપત્રો દાખલ કરો અને તેને સબમિટ કરો.
  4. CBSE ધોરણ 10નું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
  5. સ્કોર કાર્ડ તપાસો અને વધારે રેફરન્સ માટે પ્રિન્ટ લો.

CBSE ધોરણ 10ના પરિણામ 2022માં, વિદ્યાર્થીઓને લાયક ગણવા માટે ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવવા જરૂરી રહેશે. જે વિદ્યાર્થીઓ 33 ટકાથી ઓછા ગુણ મેળવે છે, તેઓને CBSE હાઈસ્કૂલના પરિણામ 2022માં નાપાસ જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ CBSE બોર્ડના પરિણામોમાં ન્યૂનતમ ગુણ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય છે. તેઓ તેમનું વર્ષ બચાવવા માટે કમ્પાર્ટમેન્ટ પરીક્ષા અથવા સ્ક્રુટિની માટે અરજી કરી શકે છે.

CBSE પરિણામ પછીની ટેલી-કાઉન્સેલિંગ સુવિધા

બોર્ડ પરિણામ પછી ટેલિ-કાઉન્સેલિંગ સુવિધા પરિણામ જાહેર થયા પછી 15 દિવસ માટે સક્રિય કરવામાં આવશે. આ સુવિધામાં, બોર્ડ એક ટોલ-ફ્રી નંબર જાહેર કરશે. જેના પર વિદ્યાર્થીઓ તેમના પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકશે. વિદ્યાર્થીઓ અને વાલીઓ સવારે 9:30થી સાંજના 5:30 વાગ્યા સુધીના તમામ 15 દિવસ માટે આ નંબર સાથે જોડાઈ શકશે અથવા IVRS પર પૂર્વ-રેકોર્ડ કરેલી ઉપયોગી ટીપ્સ અને અન્ય માહિતી મેળવી શકશે.

g clip-path="url(#clip0_868_265)">