Exam Tips: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ રહે છે પરીક્ષાની ચિંતા, આ રીતે ડર દૂર કરી શકાય છે

|

Mar 13, 2023 | 12:16 PM

Gujarat Board Exam : : વાલીઓ કેટલીક મહત્વની બાબતો પોતાના બાળકો સાથે શેર કરીને તેમનો ડર દૂર કરી શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે કેટલીક શારીરિક અને માનસિક કસરતથી પરીક્ષાના ભયથી મુક્ત બની શકે છે.

Exam Tips: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ રહે છે પરીક્ષાની ચિંતા, આ રીતે ડર દૂર કરી શકાય છે

Follow us on

14 માર્ચ એટલે કે આવતીકાલથી ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા શરુ થઇ રહી છે. સામાન્ય રીતે પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને થોડો ડર રહેતો હોય છે. સાથે જ બાળકોની પરીક્ષાને લઇને વાલીઓમાં પણ ચિંતા જોવા મળતી હોય છે. વાલીઓ કેટલીક મહત્વની બાબતો પોતાના બાળકો સાથે શેર કરીને તેમનો ડર દૂર કરી શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે કેટલીક શારીરિક અને માનસિક કસરતથી પરીક્ષાના ભયથી મુક્ત બની શકે છે.

શ્વાસોશ્વાસની કસરત

વાલીઓ પોતાના બાળકોને શ્વાસોશ્વાસની કસરત કરવાની સલાહ આપી શકે છે. વિદ્યાર્થીઓએ આરામથી બેસી અથવા આસન ઉપર સૂઈ જવુ. નાકમાંથી શ્વાસ લેવો અને 5 કાઉન્ટ સુધી પેટને ફુલાવવુ, ત્રણ કાઉન્ટ સુધી શ્વાસને રોકી રાખો, હવે શક્ય હોય તેટલો ધીમે ધીમે મોંમાંથી શ્વાસ છોડવો. 3થી 5 મિનિટ સુધી આમ કરવાથી એકાગ્રતામાં સુધારો થાય છે.

બાળકો સાથે સંવાદ કરી તેમની મુંઝવણ દૂર કરો

વાલીઓએ પરીક્ષા પહેલા તેમના બાળકો સાથે વાતચીત કરવી જોઇએ અને તેમની મૂંઝવણોને સાંભળવી જોઇએ. વાલીઓએ અઠવાડિયામાં બે વાર અથવા જ્યારે પણ જરૂર હોય ત્યારે આ કામ કરવુ જોઇએ. જેનાથી બાળકોનું મન હળવુ થાય છે અને આત્મવિશ્વાસ વધે છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

વિદ્યાર્થીઓને દૈનિક કાર્યક્રમ બનાવતા શીખવવા

વાલીઓએ બાળકોને દૈનિક કાર્યક્રમ બનાવતા શીખવવા જોઇએ. વિદ્યાર્થીઓએ દરરોજના અભ્યાસ માટે યોજના બનાવવી. તેમાં દરેક કલાકની કામગીરી જેવી કે ઉંઘવાનો સમય, જાગવાનો સમય, ભોજન, વ્યાયામ, મનોરંજનનો સમય, અભ્યાસનો સમયનો સમાવેશ થવો જોઈએ.

કુદરતી વાતાવરણમાં વહેલી સવારે ચાલવુ

વહેલી સવારે ધીમી ગતિએ ચાલવાથી અને તાજી હવામાં શ્વાસ લેવાથી મગજ તેજ બને છે, જેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને શીખવાનું કાર્ય સરળ બને છે. વિદ્યાર્થીઓ વહેલી સવારે લગભગ 21 મિનિટ સુધી ચાલવુ જોઇએ

મેડિટેશન કરવુ

વાલીઓએ વિદ્યાર્થીઓને ધ્યાન કરવાની સલાહ આપવી જોઇએ. વિદ્યાર્થીઓએ રાત્રે ઉંઘતા પહેલા કોઇનું માર્ગદર્શન સાંભળવુ જઇએ. તેનાથી મન શાંત થાય છે. વિદ્યાર્થીઓએ મેડિટેશન 20 મિનિટ અથવા તેનાથી વધારે સમય સુધી કરવુ જોઇએ.

મહત્વનું છે કે જો તંદુરસ્ત વાતાવરણ અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો દરેક બાળકમાં જીવનના તમામ ક્ષેત્રોમાં વધુ સારી સિદ્ધિ હાંસલ કરવાની ક્ષમતા રહેલી હોય છે.

Published On - 12:12 pm, Mon, 13 March 23

Next Article