Knowledge: શું છે EWS ક્વોટા ? જાણો કેવી રીતે મેળવવું સર્ટીફિકેટ
EWS ક્વોટાના અમલમાં આવ્યા પછી, સામાન્ય વર્ગના ઉમેદવારોને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં પણ લાભ મળશે. આમાં સમાજનો તે વર્ગ આવશે, જેમના પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી છે.
સુપ્રીમ કોર્ટે ગઈકાલે સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગના લોકોના પક્ષમાં ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આર્થિક આધાર પર જનરલ કેટેગરીના લોકોને 10 ટકા અનામત આપવાનું ઠીક છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલો આવવા લાગ્યા છે કે EWS ક્વોટા શું છે અને તેનાથી શું ફાયદો થશે? સાથે જ આ અનામતનો લાભ કોણ અને કેવી રીતે લઈ શકે છે. આજે General Knowledgeના એપિસોડમાં EWS રિઝર્વેશનની વિગતો જાણવા મળશે.
લગભગ 7 દિવસ સુધીની સુનાવણી બાદ આપ્યો ચુકાદો
જાન્યુઆરી 2019માં કેન્દ્ર સરકારે સામાન્ય વર્ગના લોકોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવા માટે બંધારણમાં 103મો સુધારો કર્યો હતો. આ અંતર્ગત શિક્ષણ અને સરકારી નોકરીઓમાં EWS અનામત લાગુ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને પડકારવામાં આવ્યો હતો. પાંચ સભ્યોની બંધારણીય બેંચે લગભગ 7 દિવસ સુધી સુનાવણી બાદ આ મામલામાં ચુકાદો આપ્યો છે.
શું છે EWS ક્વોટા?
EWS એટલે Economically Weaker Section એટલે કે આર્થિક રીતે નબળો વિભાગ છે. આ આરક્ષણ કેન્દ્ર સરકાર દ્વારા એવા લોકો માટે શરૂ કરવામાં આવ્યું છે જેઓ આર્થિક રીતે નબળા છે. આમાં સમાજનો તે વર્ગ આવશે, જેમના પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી છે.
અગાઉ અનામત માત્ર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી માટે જ ઉપલબ્ધ હતું. EWS આરક્ષણના અમલ પછી, સામાન્ય વર્ગના ઉમેદવારોને પણ 10 ટકાનો લાભ મળી શકે છે. આ અનામતનો લાભ લેવા માટે, ઉમેદવારો પાસે ‘આવક અને સંપત્તિનું સર્ટીફિકેટ’ હોવું આવશ્યક છે.
આ રીતે મેળવો EWS પ્રમાણપત્ર
- તમે નેશનલ ગવર્નમેન્ટ સર્વિસ પોર્ટલ પરથી EWS Certificate ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.
- આ પછી, અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે.
- ફોર્મ ભર્યા પછી, તમારો ફોટોગ્રાફ અને સહી નિયત જગ્યાએ લગાવો.
- EWS પ્રમાણપત્ર મેળવવા માટે, ઉમેદવારોએ તેમના અધિકારી પાસે જવું પડશે અને લેખપાલને ફોર્મ સબમિટ કરવું પડશે.
- ઉમેદવારોના ફોર્મ અધિકારી પાસે જશે અને અંતિમ ચકાસણી પછી અધિકારીની સ્ટેમ્પ અને સહી હશે.
- ફોર્મ ભર્યા પછી, તમારે તેને સ્થાનિક સત્તાધિકારીની ઓફિસમાં સબમિટ કરવું પડશે.
- જો તમારા આપેલા દસ્તાવેજો તપાસમાં સાચા નીકળે, તો તમારું EWS પ્રમાણપત્ર 21 દિવસની અંદર તૈયાર થઈ જશે.
EWS Reservationનો લાભ કોને મળશે?
આ અનામત આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આપવામાં આવશે પરંતુ આર્થિક રીતે નબળા વર્ગનો આ કાર્યક્ષેત્ર કેવી રીતે નક્કી કરવામાં આવશે તે સમજવું ખૂબ જ જરૂરી છે. આ આરક્ષણના નિયમ હેઠળ, વ્યક્તિ પાસે 5 એકરથી ઓછી ખેતીલાયક જમીન હોવી જોઈએ. ઉપરાંત, 200 ચોરસ મીટરથી વધુનો રહેણાંક ફ્લેટ હોવો જોઈએ નહીં. જો ઉમેદવાર પાસે 200 ચોરસ મીટરથી વધુનું મકાન હોય તો તે નગરપાલિકા હેઠળ ન આવતો હોવો જાઈએ.