આખરે RBI એવું શું કરે છે જેથી રૂપિયો ગગડતો અટકી જાય છે… અને દેશની અર્થવ્યવસ્થાને મળે છે સહારો

યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે બોન્ડની ખરીદી ઘટાડવાના સંકેત આપ્યા ત્યારથી રિઝર્વ બેંક પર રૂપિયાને ટેકો આપવાનું દબાણ હતું. દબાણના કારણે આરબીઆઈએ ડોલરને રિઝર્વમાં રાખવાને બદલે વેચવાનું શરૂ કર્યું હતું.

આખરે RBI એવું શું કરે છે જેથી રૂપિયો ગગડતો અટકી જાય છે... અને દેશની અર્થવ્યવસ્થાને મળે છે સહારો
RBI took important steps to stop the weakness of the rupee (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 7:44 PM

અમેરિકી ચલણ ડોલરની (US currency dollar) સતત વધતી જતી મજબૂતાઈ સામે ભારતીય રૂપિયાની (Indian rupee) નબળાઈ કોઈનાથી છુપાયેલી નથી. ડિસેમ્બરમાં જ રૂપિયો 20 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે અને રૂપિયાને ડૉલરની સામે ટકી રહેવા માટે રિઝર્વ બેંકનો (Reserve Bank) સહારો લેવો પડ્યો છે, પરંતુ માત્ર ડિસેમ્બરમાં જ નહીં પરંતુ અગાઉ પણ રિઝર્વ બેંક રૂપિયાની મદદ માટે આગળ આવી છે. ઑક્ટોબર દરમિયાન, 10 મહિનામાં આ પ્રથમ વખત બન્યું છે કે રિઝર્વ બેંકના ડૉલરનું ખરીદ ઓછું અને વેચાણ વધુ થયું છે.

આરબીઆઈના ડેટા પર નજર કરીએ તો ઓક્ટોબરમાં બેંકે સ્પોટ માર્કેટમાંથી 7.85 અરબ ડોલરનું વેચાણ કર્યું હતું અને ખરીદી 7.75 અરબ ડોલરની થઈ છે. સ્પોટ માર્કેટ સિવાય રિઝર્વ બેંકે ફોરવર્ડ માર્કેટમાં પણ લગભગ 50 કરોડ ડોલરનું વેચાણ કર્યું છે. એટલે કે એકંદરે રિઝર્વ બેન્કે ઓક્ટોબરમાં વધુ ડોલર વેચ્યા છે અને ખરીદ્યા ઓછા છે. 10 મહિનામાં આ પ્રથમ વખત છે જ્યારે રિઝર્વ બેંક સ્પોટ અને ફોરવર્ડ માર્કેટમાં ડોલર નેટ વેચી રહી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આખરે RBI એવું શું કરે છે ?

સેન્ટ્રલ બેંક સામાન્ય રીતે રૂપિયાના ઘટાડાને રોકવા માટે સ્પોટ માર્કેટમાં હસ્તક્ષેપ કરે છે. સામાન્ય રીતે આરબીઆઈ પર યુએસ ડોલર વેચે છે. જો કે, આમ કરવાથી તે રૂપિયામાં તરલતા વધારે છે અથવા તો ઘટાડે છે. તેનાથી બેંકિંગ સિસ્ટમમાં રોકડ વધી જાય છે. કરન્સી માર્કેટમાં આરબીઆઈ જે પગલાં ભરે છે તેને ઓપન માર્કેટ ઓપરેશન્સ (OMOs) કહેવામાં આવે છે, જેનાથી યીલ્ડ નીચે આવે છે.

OMO ખરીદી હેઠળ, RBI સિસ્ટમમાં તરલતા વધારવા માટે બોન્ડ ખરીદે છે. એક મોટી બેંકના ટ્રેઝરી હેડે જણાવ્યું હતું કે, સ્પોટ માર્કેટમાં દખલગીરી પ્રમાણમાં ઓછી હતી, જ્યારે ફ્યુચર્સ માર્કેટમાં આરબીઆઈનો હસ્તક્ષેપ વધુારે રહ્યો છે.

યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે બોન્ડની ખરીદી ઘટાડવાના સંકેત આપ્યા ત્યારથી જ રિઝર્વ બેંક પર રૂપિયાને ટેકો આપવાનું દબાણ હતું, દબાણને કારણે આરબીઆઈએ ડોલરને રિઝર્વમાં રાખવાને બદલે વેચવાનું શરૂ કર્યું. આ જ કારણ છે કે સપ્ટેમ્બરથી આપણા ફોરેક્સ રિઝર્વમાં વધુ વધારો થયો નથી.

આપણી અર્થવ્યવસ્થા વિદેશથી આયાત થતી ચીજવસ્તુઓ પર વધુ નિર્ભર છે. રૂપિયો નબળો પડવાનો અર્થ થાય છે કે આયાતી ચીજવસ્તુઓના ભાવમાં વધારો, ચલણ નબળું પડવાને કારણે આમ પણ  મોંઘવારી વધવાની શક્યતા રહે છે. આ સ્થિતિમાં મોંઘવારી ભવિષ્યમાં નવો પડકાર ન બને તે બાબતને ધ્યાનમાં રાખીને, રિઝર્વ બેંક સમયાંતરે રૂપિયાનું રક્ષણ કરે છે અને ડોલરનું વેચાણ કરતી રહે છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં પાંચ મહિનામાં એક હજારથી વધુ ખેડૂતોએ કરી આત્મહત્યા, રાજ્ય સરકારે આપી લેખિતમાં માહિતી

g clip-path="url(#clip0_868_265)">