UAEની નજર ભારતના વધતા એવિએશન માર્કેટ પર, ડોમેસ્ટિક એરલાઈન્સનું ટેન્શન વધ્યું
UAE સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં બંને દેશો વચ્ચે આવતા જતા વિમાનમાં કુલ બેઠક ક્ષમતા 65,200 છે, જે 2014માં થયેલા કરારમાં નક્કી કરવામાં આવી હતી અને હવે બંને દેશો વચ્ચેનો ટ્રાફિક વધુ વધી ગયો છે.
ભારતના વધતા ઉડ્ડયન ક્ષેત્રમાં UAEની વધતી જતી રુચિએ સ્થાનિક એરલાઇન્સનું ટેન્શન વધાર્યું છે. વાસ્તવમાં દુબઈ સરકારે ભારત અને UAE વચ્ચે મુસાફરો માટે સીટો વધારવાની માંગ કરી છે. જો આમ થશે તો અન્ય એરલાઇન્સ પર તેની મજબૂત અસર પડશે કારણ કે UAE દ્વારા માંગવામાં આવતા રૂટ ખૂબ જ નફાકારક રૂટ છે અને તેના પર સ્પર્ધા વધવાને કારણે એરલાઇનની કમાણીને અસર થશે. હાલમાં જ દુબઈની એવિએશન ઓથોરિટીના (Aviation Authority) ડીજીએ ભારતીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને (Jyotiraditya Scindia) પત્ર લખીને દર અઠવાડિયે 50 હજાર સીટો વધારવાની માંગ કરી છે.
UAE ની શું માંગ છે
દુબઈની સિવિલ એવિએશન ઓથોરિટીના ડીજીએ પત્ર લખીને અમૃતસર, ત્રિરુચિરાપલ્લી, કોઈમ્બતુર, કન્નુર, ગોવા, ભુવનેશ્વર, ગુવાહાટી અને પુણેને દુબઈની એરલાઈન્સ માટે વધારાના પોઈન્ટ ઓફ કોલ તરીકે જાહેર કરવાની માંગ કરી છે. કોઈપણ વિદેશી એરલાઈન્સ માટે પોઈન્ટ ઓફ કોલનો અર્થ એ છે કે એરપોર્ટ જ્યાં તેઓ તેમના મુસાફરોને છોડી શકે છે અથવા અહીંથી ફ્લાઈટ લઈ જઈ શકે છે. જો આ સ્થળોએ મંજૂરી આપવામાં આવે તો તે ગલ્ફ એરલાઈન્સ માટે સૌથી આકર્ષક રૂટ સાબિત થઈ શકે છે. UAEની અગ્રણી એરલાઇન અમીરાત પહેલાથી જ 9 શહેરોમાંથી ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે. જેમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, કોચી, કોલકાતા અને તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે.
કેમ વધારાની બેઠકો માંગી ?
UAE સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં બંને દેશો વચ્ચે બેઠક ક્ષમતા 65,200 છે, જે 2014માં થયેલા કરારમાં નક્કી કરવામાં આવી હતી, સરકારની દલીલ છે કે આ સમયગાળા દરમિયાન બંને દેશો વચ્ચેનો ટ્રાફિક નોંધપાત્ર રીતે વધ્યો છે. જેના માટે ગલ્ફ એરલાઇન્સ હવે વધારાની સીટોની માંગ કરી રહી છે. દુબઈ સરકારે કહ્યું કે તે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે અનુકૂળ બનેલા નાના શહેરોના એરપોર્ટને પણ વિસ્તરણ કરવાની યોજના બનાવી રહી છે.