ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો, સરકારી તિજોરી ઉભરાઈ, જાણો આકડો

સીબીડીટીએ રવિવારે 10 ફેબ્રુઆરી સુધીના આંકડા જાહેર કર્યા હતા. આ હિસાબે ગયા વર્ષની સરખામણીમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વધારો થયો છે. આ ઉપરાંત 2.77 લાખ કરોડ રૂપિયાના રિફંડ પણ જાહેર કરવામાં આવ્યા છે. સીબીડીટીએ કહ્યું કે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના આ આંકડા સતત વધી રહ્યા છે. આ સાથે કોર્પોરેટ ઈન્કમ ટેક્સ (CIT) અને પર્સનલ ઈન્કમ ટેક્સ (PITના આંકડા પણ સતત વધી રહ્યા છે.

ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો, સરકારી તિજોરી ઉભરાઈ, જાણો આકડો
Follow Us:
| Updated on: Feb 11, 2024 | 5:18 PM

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ રવિવારે જણાવ્યું હતું કે દેશનું કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધીને 18.38 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. ગયા વર્ષની સરખામણીમાં 17.30 ટકાનો વધારો થયો છે. CBDT દ્વારા જાહેર કરવામાં આવેલ ડેટા 10 ફેબ્રુઆરી સુધીનો છે.

નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પણ રૂ. 15.60 લાખ કરોડ સુધી પહોંચી ગયું

CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ)એ રવિવારે જાહેર કરેલા તેના અહેવાલમાં જણાવ્યું હતું કે દેશનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પણ ગયા વર્ષની સરખામણીમાં 20.25 ટકા વધ્યું છે અને તે 15.60 લાખ કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શી ગયું છે. આ આંકડો નાણાકીય વર્ષ 2023-24ના સુધારેલા અંદાજના 80.23 ટકા છે. આ સિવાય 10 ફેબ્રુઆરી સુધી ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પણ ગયા વર્ષની સરખામણીમાં 17.30 ટકા વધીને 18.38 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે.

કોર્પોરેટ અને પર્સનલ આવકવેરાના આંકડા પણ વધ્યા

સીબીડીટીએ કહ્યું કે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના આ આંકડા સતત વધી રહ્યા છે. આ સાથે કોર્પોરેટ ઈન્કમ ટેક્સ (CIT) અને પર્સનલ ઈન્કમ ટેક્સ (PITના આંકડા પણ સતત વધી રહ્યા છે. કોર્પોરેટ આવકવેરામાં 13.57 ટકા અને વ્યક્તિગત આવકવેરામાં 26.91 ટકાનો વધારો થયો છે. સીબીડીટીના ડેટા અનુસાર, 10 ફેબ્રુઆરી સુધી 2.77 લાખ કરોડ રૂપિયાના રિફંડ પણ જાહેર કરવામાં આવ્યા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

10 વર્ષમાં ITRની સંખ્યા બમણી થઈ

ભારત સરકારના ડેટા અનુસાર, છેલ્લા 10 વર્ષમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારા લોકોની સંખ્યા બમણી થઈને 7.78 કરોડ થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2013-14ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2023માં ફાઇલ કરાયેલા ITRની આ સંખ્યામાં 104.91 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2013-14માં 3.8 કરોડ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા.

એક દાયકામાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ 160.52 ટકાનો વધારો

સીબીડીટીના ડેટા અનુસાર, આ જ સમયગાળામાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ 160.52 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2013-14માં આ આંકડો 6,38,596 કરોડ રૂપિયા હતો. નાણાકીય વર્ષ 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વધીને રૂ. 16,63,686 કરોડ થયું છે. આ 10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ ટુ જીડીપી રેશિયો પણ 5.62 ટકાથી વધીને 6.11 ટકા થયો છે.

આ પણ વાંચો: આ 5 વર્ષ દેશ માટે રિફોર્મ, પરફોર્મ અને પરિવર્તનના છે: લોકસભામાં બોલ્યા PM મોદી

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">