લગ્નસીઝનમાં સોનું ખરીદવા વિચારી રહ્યાં છો? જાણો આવકવેરા વિભાગનો નિયમ

|

Dec 04, 2023 | 11:11 AM

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. આ અવસર પર સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુઓની ખરીદી અને ભેટ શુભ માનવામાં આવે છે. જો તમે પણ સોનું ખરીદવા માંગો છો તો પહેલા જાણી લો કે તમે રોકડમાં કેટલું સોનું ખરીદી શકો છો.

લગ્નસીઝનમાં સોનું ખરીદવા વિચારી રહ્યાં છો? જાણો આવકવેરા વિભાગનો નિયમ
નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 2023-24 સોવરિન ગોલ્ડ બોન્ડની શ્રેણી 3 માટે સબ્સ્ક્રિપ્શન તારીખ 18 થી 22 ડિસેમ્બર 2023 રહેશે જ્યારે શ્રેણી 4 માટે તારીખ 12 થી 16 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. આ આગાઉ સિરીઝ 19 જૂનથી 23 જૂન સુધી સબ્સ્ક્રિપ્શન માટે અને સપ્ટેમ્બર 11 થી સપ્ટેમ્બર 15 સુધી ખુલ્લી હતી.

Follow us on

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. આ અવસર પર સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુઓની ખરીદી અને ભેટ શુભ માનવામાં આવે છે. જો તમે પણ સોનું ખરીદવા માંગો છો તો પહેલા જાણી લો કે તમે રોકડમાં કેટલું સોનું ખરીદી શકો છો.

કર અને રોકાણ નિષ્ણાત બળવંત જૈને જણાવ્યું હતું કે “આવક વેરા કાયદા હેઠળ જો તમે રોકડમાં સોનું ખરીદવા માંગતા હોય તો રોકડમાં ચુકવણી પર કોઈ પ્રતિબંધ નથી. ટેક્સ સંબંધિત નિયમો અનુસાર પ્રાપ્તકર્તા માત્ર 2 લાખ રૂપિયા સુધીની રોકડ રકમ જ સ્વીકારી શકે છે. ”

સોનુ વેચનાર જવેલર્સ સામે દંડની કાર્યવાહી થઈ શકે છે

આ સ્થિતિમાં  જો તમે સોનું ખરીદવા જાઓ છો તો જાણી લો કે જ્વેલરીની ખરીદી અને વેચાણમાં રૂ. 2 લાખ કે તેથી વધુની રોકડ રકમ સ્વીકારવામાં આવશે નહીં કારણ કે આવકવેરા કાયદો વેચાણના પ્રત્યેક વ્યવહાર માટે રૂ. 2 લાખ કે તેથી વધુના કોઈપણ વ્યવહારને પ્રતિબંધિત કરે છે તેમજ રકમ સ્વીકારતા અટકાવે છે.જો જ્વેલર્સ રૂ. 2 લાખથી વધુ રોકડ સ્વીકારે છે, તો આવકવેરા વિભાગ કાયદાકીય જોગવાઈના ઉલ્લંઘનમાં સ્વીકારવામાં આવેલી રકમ જેટલી જ દંડ લાદી શકે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ સિવાય, જો તમે જ્વેલર પાસેથી રોકડ અથવા અન્ય કોઈપણ માધ્યમથી 2 લાખ રૂપિયાથી વધુનું સોનું ખરીદો છો, તો તમારે વેચનારને તમારા ઓળખનો પુરાવો જેમ કે પાન કાર્ડ અથવા આધાર કાર્ડ પ્રદાન કરવું પડશે. PAN અથવા આધાર નંબર આપ્યા વિના 2 લાખ રૂપિયા સુધીની ખરીદી રોકડમાં કરી શકાય છે.

સોનુ ખરીદવા આ વિકલ્પ પસંદ કરી શકાય

જો તમે લાંબા ગાળા માટે સોનામાં રોકાણ કરવા માંગતા હો, તો સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB)માં રોકાણ કરવું વધુ સારું છે. આ આગામી વર્ષોમાં વધુ સારું વળતર મેળવવામાં મદદ કરે છે. SGB ​​ની ઇશ્યૂ કિંમત પર દર વર્ષે 2.50% ના દરે વ્યાજ મળે છે.

જાણો સોનાનો ઇતિહાસ

સોનું વિશ્વની સૌથી કિંમતી ધાતુઓમાંની એક છે. વૈજ્ઞાનિકો અને ઈતિહાસકારો માને છે કે સોનું પૃથ્વી પર મળી આવેલી સૌથી જૂની ધાતુઓમાંની એક છે. તે લગભગ 5,000 વર્ષ પહેલાં શોધાયું હતું, છતાં વૈજ્ઞાનિકો પ્રાચીન સમયથી તેના મૂળના રહસ્યને ઉઘાડી શક્યા નથી.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article