દેશની સરકારી બેંકોમાં હજારો કરોડ રૂપિયાનું કોઈ દાવેદાર નથી!!! આ રૂપિયા તમારા તો નથી?

|

Apr 05, 2023 | 8:40 AM

Unclaimed Amount: જો તમે પણ બેંકમાં પૈસા જમા કરાવો છો તો ખાતામાં ટ્રાન્ઝેક્શન કરતા રહો. જો તમે ચોક્કસ સમયગાળા સુધી તેમાં ટ્રાન્ઝેક્શન નથી કરતા તો તમારું એકાઉન્ટ પણ નિષ્ક્રિય થઈ જાય છે. લાંબા સમય સુધી તેની તપાસ કરવામાં આવતી નથી ત્યારે તે Unclaimed બની જાય છે.

દેશની સરકારી બેંકોમાં હજારો કરોડ રૂપિયાનું કોઈ દાવેદાર નથી!!! આ રૂપિયા તમારા તો નથી?

Follow us on

Unclaimed Amount : સામાન્યરીતે આપણે બેંકમાં પૈસા જમા કરીએ ત્યારે તે પૈસા સુરક્ષિત અને જરૂરિયાત સમયે પરત મેળવવાના વિચાર સાથે ડિપોઝીટ કરીએ છે. સમયાંતરે આપણે બેલેન્સ ચેક કરી આપણી રકમ સુરક્ષિત છે કે નહીં  તેની ખાતરીનો સંતોષ પણ લઈએ છે.  પરંતુ ઘણા લોકો એવા પણ છે જે બેંકોમાં પૈસા જમા કરાવી પોતાની રકમ હવે ભૂલી ગયા છે. જાહેર ક્ષેત્રની બેંકોએ તાજેતરમાં રિઝર્વ બેંકને રૂપિયા 35000 કરોડથી વધુની રકમ આપી છે. આ રકમ એવી છે જેના માટે બેંક પાસે કોઈ દાવેદાર પહોંચ્યું નથી. આ Unclaimed Bank Deposits સરકારી બેંકોએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફ મોકલી આપી છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : સતત વધતી ક્રૂડ ઓઇલની કિંમત સામાન્ય માણસ માટે ચિંતાનો વિષય બની શકે છે,આજનો પેટ્રોલ – ડીઝલનો ભાવ શું છે?

સરકારે સંસદમાં માહિતી આપી

કેન્દ્રીય નાણા મંત્રાલયે તાજેતરમાં સંસદમાં માહિતી આપી હતી કે જાહેર ક્ષેત્રની બેંકોએ ફેબ્રુઆરીમાં રિઝર્વ બેંકને 35,012 કરોડ રૂપિયા સોંપ્યા હતા. આ રકમ માટે કોઈ દાવેદાર ન હતું. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સૌથી વધુ દાવા વગરની રકમ સ્ટેટ બેંકમાં છે. SBI પાસે દાવા વગરની રકમ તરીકે રૂ. 8,086 કરોડ જ્યારે પંજાબ નેશનલ બેન્ક (PNB) પાસે રૂ. 5,340 કરોડ અને કેનેરા બેન્ક પાસે રૂ. 4,558 કરોડ  હતી.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

આ બેંકોમાં સૌથી વધુ રૂપિયા દાવા વિના પડ્યા છે

  • State Bank of India             :  8,086 Cr.
  • Panajab National Bank      :  5,340 Cr.
  • Canara Bank                         :  4,558 Cr.

સરકારનો નિયમ શું છે?

રિઝર્વ બેંકના નિયમો અનુસાર જ્યારે બચત અથવા ચાલુ ખાતામાં જમા રકમ 10 વર્ષ સુધી દાવા વગરની રહે છે ત્યારે તે Unclaimed Amount બની જાય છે. તેવી જ રીતે આ ફિક્સ્ડ ડિપોઝિટ જેના દાવેદારો પાકતી મુદતની તારીખથી 10 વર્ષ પછી બેંકમાં આવતા નથી તેને Unclaimed Bank Deposits તરીકે ગણવામાં આવે છે. આ નાણાં આરબીઆઈ દ્વારા બનાવવામાં આવેલા ‘થાપણકર્તા શિક્ષણ અને જાગૃતિ ફંડ’માં ટ્રાન્સફર કરવામાં આવે છે.

જો તમે પણ બેંકમાં પૈસા જમા કરાવો છો તો ખાતામાં ટ્રાન્ઝેક્શન કરતા રહો. જો તમે ચોક્કસ સમયગાળા સુધી તેમાં ટ્રાન્ઝેક્શન નથી કરતા તો તમારું એકાઉન્ટ પણ નિષ્ક્રિય થઈ જાય છે. લાંબા સમય સુધી તેની તપાસ કરવામાં આવતી નથી ત્યારે તે Unclaimed બની જાય છે.

 

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:40 am, Wed, 5 April 23

Next Article