AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays in April 2023: ચાલુ મહિને તમારા શહેરમાં કેટલા દિવસ બેંકો રહેશે બંધ? યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ

Bank Holidays in April 2023: બેંકોમાં રજાઓ છતાં નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ જેવી ઓનલાઈન સુવિધાઓ રજાના દિવસોમાં પણ કાર્યરત રહે છે, જેથી ગ્રાહકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આ બધા દ્વારા, તમે સરળતાથી એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

Bank Holidays in April 2023: ચાલુ મહિને તમારા શહેરમાં કેટલા દિવસ બેંકો રહેશે બંધ? યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 8:08 AM
Share

Bank Holidays in April 2023: આજે સોમવારે નવા નાણાકીય વર્ષ અને એપ્રિલ મહિનાના પહેલા કાર્યકારી દિવસની શરૂઆત થઇ છે. નાણાકીય વર્ષ બદલાવ સાથે નાણાકીય વર્ષ 2023-24 ની શરૂઆત થી છે આ ઉપરાંત હવે એવા ઘણા ફેરફારો લાગુ થઇ રહ્યા છે જેની સીધી અસર સામાન્ય લોકોથી લઈ ધનકુબેરો સુધી તમામના જીવન અને ખિસ્સા પર પડશે. એપ્રિલ મહિનામાં ઘણા દિવસ બેંકોમાં રજાઓ હોય છે. મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, આંબેડકર જયંતિ વગેરે જેવા અનેક તહેવારો આવે છે. આવી સ્થિતિમાં જો તમારે આ મહિનામાં બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું હોય તો તમારે એપ્રિલમાં બેંકની રજાઓની યાદી તપાસી બાદમાં કામનું પ્લાનિંગ કરવું છે.

આ પણ વાંચો : Global Market : શેરબજારમાં નવા નાણાકીય વર્ષના તેજી સાથે શ્રીગણેશ થવાના સંકેત, વૈશ્વિક બજારોમાં મજબૂત કારોબાર નોંધાયો

એપ્રિલમાં આ દિવસે બેંકમાં જશો તો ધક્કો ખાવો પડશે

એપ્રિલ મહિનામાં વિવિધ તહેવારો, જન્મજયંતિ અને શનિવાર-રવિવારની રજાઓ સહિત કુલ 15 દિવસ બેંકો બંધ રહેશે.આ રજાઓ તમામ સ્થળે એકસાથે રહેશે નહીં. એપ્રિલ મહિનામાં મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, આંબેડકર જયંતિ વગેરે જેવા અનેક તહેવારો અને વર્ષગાંઠોને કારણે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે. જો તમારે આગામી મહિનામાં બેંકમાં ચેક જમા કરાવવો, ઉપાડ વગેરે જેવા મહત્વના કામો હાથ ધરવાના હોય તો આરબીઆઈની આ યાદી તપાસી બેંકમાં જવું જોઈએ.

એપ્રિલ 2023 ની બેંકની રજાઓની યાદી

  • 4 એપ્રિલ, 2023- અમદાવાદ, આઈઝોલ, બેલાપુર, બેંગલુરુ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નાઈ, જયપુર, કાનપુર, કોલકાતા, લખનૌ, કોલકાતા, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર અને રાંચીમાં મહાવીર જયંતિના કારણે બેંકો બંધ રહેશે.
  • 5 એપ્રિલ, 2023- બાબુ જગજીવન રામની જન્મજયંતિના કારણે હૈદરાબાદમાં બેંકો બંધ રહેશે.
  • 7 એપ્રિલ 2023- ગુડ ફ્રાઈડેના કારણે અગરતલા, અમદાવાદ, ગુવાહાટી, જયપુર, જમ્મુ, શિમલા અને શ્રીનગર સિવાય સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
  • 8 એપ્રિલ, 2023- બીજા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
  • 9 એપ્રિલ, 2023- રવિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
  • 14 એપ્રિલ, 2023- ડૉ. બાબાસાહેબ આંબેડકરના કારણે આઈઝોલ, ભોપાલ, નવી દિલ્હી, રાયપુર, શિલોંગ અને શિમલા સિવાય સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
  • 15 એપ્રિલ, 2023- અગરતલા, ગુવાહાટી, કોચી, કોલકાતા, શિમલા અને તિરુવનંતપુરમમાં વિશુ, બોહાગ બિહુ, હિમાચલ દિવસ, બંગાળી નવા વર્ષને કારણે બેંકો બંધ રહેશે.
  • 16 એપ્રિલ, 2023- રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.
  • 18 એપ્રિલ, 2023 – શબ-એ-કદર માટે જમ્મુ અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે.
  • 21 એપ્રિલ, 2023- અગરતલા, જમ્મુ, કોચી, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં ઈદ-ઉલ-ફિત્રને કારણે બેંકો બંધ રહેશે.
  • 22 એપ્રિલ, 2023- ઈદ અને ચોથા શનિવારને કારણે  બેંકો બંધ રહેશે.
  • 23 એપ્રિલ, 2023- રવિવારે બેંકો બંધ રહેશે.
  • 30 એપ્રિલ, 2023 – રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : ક્રૂડની કિંમતમાં 6% થી વધુનો ઉછાળો, પેટ્રોલ – ડીઝલની કિંમતમાં શું થયો ફેરફાર? જાણો અહેવાલ દ્વારા

રજાના દિવસે આ કામ કરી શકાશે

બેંકોમાં રજાઓ છતાં નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ જેવી ઓનલાઈન સુવિધાઓ રજાના દિવસોમાં પણ યથાવત રહે છે. આ સ્થિતિમાં ગ્રાહકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">