ઇન્સ્ટન્ટ લોનના બહાને લોકોના ખિસ્સા વેતરતી એપ્સ સામે કડક કાર્યવાહી થશે, RBIએ યાદી તૈયાર કરી

ઘણી કંપની ઇન્સ્ટન્ટ લોન એપ્સ દ્વારા લોન આપીને લોકોને પોતાની જાળમાં ફસાવે છે અને છેતરપિંડી કરે છે. હવે સરકાર આવી એપ્લિકેશન સામે કડક પગલાં લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. આ માટે ભારતીય રિઝર્વ બેંકે આવી લોન એપ્સની વ્હાઇટલિસ્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલી છે

ઇન્સ્ટન્ટ લોનના બહાને લોકોના ખિસ્સા વેતરતી એપ્સ સામે કડક કાર્યવાહી થશે, RBIએ યાદી તૈયાર કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2024 | 8:11 AM

ઘણી કંપની ઇન્સ્ટન્ટ લોન એપ્સ દ્વારા લોન આપીને લોકોને પોતાની જાળમાં ફસાવે છે અને છેતરપિંડી કરે છે. હવે સરકાર આવી એપ્લિકેશન સામે કડક પગલાં લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. આ માટે ભારતીય રિઝર્વ બેંકે આવી લોન એપ્સની વ્હાઇટલિસ્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલી આપ્યું છે જેથી કરીને ભરોસાપાત્ર એપ્સની ઓળખ કર્યા બાદ છેતરપિંડી કરનાર એપ્સ સામે કડક કાર્યવાહી કરી શકાય.

આઈટી મંત્રાલય દ્વારા છેરપીંડી કરનારાઓ સામે એક્શન પ્લાન ઘડાયો

RBI ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું છે કે લોન આપવામાં અગ્રણી એપ્સની યાદી તૈયાર કરીને સરકારને મોકલી દેવામાં આવી છે. આ લિસ્ટમાં જે એપ્સના નામ સામેલ નથી તેના વિરુદ્ધ આઈટી મંત્રાલય કાર્યવાહી કરવા જઈ રહ્યું છે.

આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે એક કાર્યક્રમમાં માહિતી આપી હતી કે રેગ્યુલેટેડ સંસ્થાઓ-બેંક અને એનબીએફસીની મદદથી આરબીઆઈએ અગ્રણી લોન એપ્સની યાદી તૈયાર કરી અને તેને ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયને સોંપી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કડક કાર્યવાહી કરવામાં આવશે

શક્તિકાંત દાસે કહ્યું કે સૌથી મોટી સમસ્યા ખોટી લોન આપતી એપ્સને કારણે છે. જ્યારે પણ આવી એપ્સ સંબંધિત સમસ્યા સામે આવે છે ત્યારે આરબીઆઈ સરકાર સાથે વાત કરે છે. કાયદા અમલીકરણ એજન્સીઓ અને સંબંધિત મંત્રાલયો વચ્ચે ઘણી બેઠકો પણ યોજાય છે. આ પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે.

સરકારે ચેતવણી આપી હતી

તાજેતરમાં કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા દ્વારા લોકોને આકર્ષક ઇન્સ્ટન્ટ લોનની જાહેરાત અંગે ચેતવણી આપી હતી. અગાઉ પણ તેમની સામે કાર્યવાહી કરવાની વાત થઈ હતી. પરંતુ સરકાર પાસે રજિસ્ટર્ડ લોન એપની યાદી નથી. તેથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ હવે IT મંત્રાલયે લોનના નામે લોકો સાથે છેતરપિંડી કરનારાઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ લોન દ્વારા છેતરપિંડી કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. એક અંદાજ મુજબ ખોટી લોન આપવાનો કારોબાર 700-800 મિલિયન ડોલરનો હોઈ શકે છે. સરકારે પણ તેના પર અંકુશ લાવવાની તૈયારી કરી લીધી છે.

આ પણ વાંચો : આ 5 વ્યવહારો પર આવકવેરા વિભાગ રાખે છે ચાંપતી નજર…નિયમનો ભંગ કરશો તો મળશે નોટિસ

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">