AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વાવાઝોડા કે અતિવૃષ્ટિમાં તમારી કારને નુકસાન થાય તો શું કંપની આપશે ક્લેમ? જાણી લો ઇન્સ્યોરન્સના નિયમો

ચોમાસા દરમિયાન તેજ પવન અને વાવાઝોડાના કારણે વાહનો પર ઝાડની ડાળીઓ, પતરાં કે અન્ય ભારે વસ્તુઓ પડવાનું જોખમ વધી જાય છે. આવા કુદરતી નુકસાન સામે વીમા કંપની પાસેથી વળતર મેળવવું તમારી પોલિસીના પ્રકાર પર આધાર રાખે છે. નુકસાન થાય ત્યારે ક્લેમ પાસ કરાવવા માટે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું, જાણો.

વાવાઝોડા કે અતિવૃષ્ટિમાં તમારી કારને નુકસાન થાય તો શું કંપની આપશે ક્લેમ? જાણી લો ઇન્સ્યોરન્સના નિયમો
| Updated on: Jun 06, 2026 | 6:58 PM
Share

ભારે પવન, વરસાદ અને વાવાઝોડા દરમિયાન અવારનવાર ઝાડ અથવા મકાનોના પતરાં ઉડીને વાહનો પર પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આના કારણે કારનું બોનેટ, છત કે વિન્ડશીલ્ડ તૂટી જાય ત્યારે કાર માલિકો મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આ ખર્ચ વીમા કંપની આપશે કે પોતાના ખિસ્સામાંથી ભોગવવો પડશે.

ક્લેમ મળશે કે નહીં? પહેલાં ચેક કરો તમારી પોલિસી

તમારી કારને થયેલા નુકસાનનું વળતર મળશે કે નહીં, તેનો આધાર તમારી પાસે કયા પ્રકારનો વીમો છે તેના પર રહેલો છે, કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ (Comprehensive Insurance): જો તમારી પાસે આ ફૂલ વીમો હશે, તો વાવાઝોડું, ભારે વરસાદ, પૂર અથવા ઝાડ પડવા જેવી કુદરતી આફતોથી થયેલું નુકસાન તેમાં કવર થાય છે. આ સ્થિતિમાં તમે તૂટેલા કાચ કે બોડી ડેમેજ માટે સરળતાથી ક્લેમ કરી શકો છો.

થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સ (Third-Party Insurance): જો તમારી પાસે માત્ર કાયદાકીય નિયમ મુજબનો થર્ડ-પાર્ટી વીમો જ છે, તો કંપની તમારી કારના નુકસાનનું કોઈ વળતર નહીં ચૂકવે. આ પોલિસી માત્ર તમારા વાહનથી અન્ય કોઈ વ્યક્તિ, વાહન કે પ્રોપર્ટીને થયેલા નુકસાનને જ કવર કરે છે.

કારને નુકસાન થાય ત્યારે તાત્કાલિક કરો આ કામ

  • ફોટો અને વીડિયો લો: નુકસાન થયેલી જગ્યાએથી કારને હટાવતા પહેલાં, નુકસાન પામેલા તમામ ભાગોના અલગ-અલગ એંગલથી સ્પષ્ટ ફોટા અને વીડિયો પાડી લો.
  • કંપનીને તુરંત જાણ કરો: વીમા કંપનીના હેલ્પલાઇન નંબર, મોબાઇલ એપ કે વેબસાઇટના માધ્યમથી તાત્કાલિક ક્લેમ રજિસ્ટર કરાવો.
  • દસ્તાવેજો તૈયાર રાખો: તમારી ઇન્સ્યોરન્સ પોલિસીનો નંબર, ગાડીના કાગળો (RC બુક), ડ્રાઇવિંગ લાયસન્સ અને નુકસાનના ફોટા ઓનલાઇન સબમિટ કરવા માટે તૈયાર રાખો.

સર્વેયર આવે તે પહેલાં ભૂલથી પણ ન કરો આ કામ

મોટાભાગના લોકો કારને નુકસાન થતાં જ સૌથી મોટી ભૂલ એ કરે છે કે તેઓ તરત જ ગેરેજમાં જઈને કાચ બદલાવી નાખે છે કે રિપેરિંગ કરાવી લે છે અને પછી ક્લેમ ફાઇલ કરે છે. વીમા કંપનીઓ ક્લેમ પાસ કરતા પહેલાં પોતાના સર્વેયરને ગાડીના નિરીક્ષણ માટે મોકલે છે. જો તમે કંપનીની પરવાનગી વગર પહેલાં જ રિપેરિંગ કરાવી લેશો, તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

હંમેશા તમારી પોલિસીની શરતો અને નિયમો અગાઉથી વાંચી રાખો.  કેટલીક પોલિસીમાં ‘ડિડક્ટેબલ’ (Deductible) નિયમ હોય છે, જેમાં અમુક ટકા રકમ કાર માલિકે પોતે ભોગવવાની હોય છે. નુકસાન થયા પછી ક્લેમ નોંધાવવામાં બિલકુલ વિલંબ ન કરો. રિપેરિંગના તમામ અસલી બિલ અને રસીદો સંભાળીને રાખો.

શું તમારા PF ખાતામાં પણ વ્યાજની એન્ટ્રી નથી દેખાઈ? જાણો ક્યારે આવશે અટકેલા પૈસા

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">