શેરબજારમાં મિશ્ર વૈશ્વિક સંકેતોને કારણે કારોબારની શરૂઆત સપાટ જોવા મળી રહ્યો હતી. સવારે 9.42 વાગે સેન્સેક્સ 60,383 અને નિફ્ટી 17826 ના મહત્વના સ્તરની નજીક કારોબાર કરી રહ્યા છે. રિયલ્ટી અને સરકારી બેન્કિંગ સેક્ટરના શેર બજારની તેજીમાં સૌથી આગળ છે જ્યારે FMCG શેરો દબાણ હેઠળ છે. નિફ્ટીમાં બજાજ ફાઇનાન્સ 2.8%ના વધારા સાથે ટોપ ગેઇનર છે જ્યારે HDFC લાઈફનો શેર 1.25 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં સ્ટોક ટોપ લૂઝર છે. આ પહેલા ગઈકાલે એટલે કે બુધવારે ભારતીય શેરબજાર ટ્રેડિંગના છેલ્લા સત્રમાં ખરીદીમાં વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 169 પોઈન્ટ વધીને 60300 પર અને નિફ્ટી 44 પોઈન્ટ વધીને 17813 પર બંધ રહ્યો હતો.
વૈશ્વિક બજારોમાં ઘટાડાનું વલણ છે અને તેના કારણે સ્થાનિક શેરબજારે આજે દબાણ હેઠળ કારોબાર શરૂ કર્યો છે. બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ નજીવા વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું છે.
બંને મુખ્ય સૂચકાંકોએ આજે નજીવા વધારા સાથે કારોબારની શરૂઆત કરી હતી. સવારે 09:15 વાગ્યે માર્કેટમાં ટ્રેડિંગ શરૂ થયું ત્યારે બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ માત્ર 10 પોઈન્ટના વધારા સાથે 60,300 પોઈન્ટને પાર કરી ગયો હતો. જો કે, ટૂંકા ગાળામાં, સેન્સેક્સ ખોટમાં ગયો અને 60,300 પોઈન્ટ પર આવી ગયો જે બાદમાં રિકવર થયો હતો. તે જ સમયે, નિફ્ટી પણ મર્યાદિત રેન્જમાં વધઘટ સાથે 17,825 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો.
વિશ્વભરના શેરબજારોમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. આ કારણે સ્થાનિક બજારની શરૂઆત સપાટ રહી શકે છે. SGX નિફ્ટી લાલ નિશાનમાં 17800 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. જ્યારે METAના સારા પરિણામોને કારણે યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ખરીદી છે જેમાં ડાઉ, નાસ્ડેક અને S&P FUT સામેલ છે.
સ્થાનિક બજાર માટે આ સપ્તાહ અત્યાર સુધી સારું સાબિત થયું છે. આ પહેલા બુધવારે સ્થાનિક બજારો સતત ત્રીજા દિવસે મજબૂત રહ્યા હતા. ટ્રેડિંગના અંત પછી, BSE નો 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 169.87 પોઈન્ટ્સ અથવા 0.28 ટકા વધીને 60,300.58 પોઈન્ટ પર બંધ થયા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 44.35 પોઈન્ટ અથવા 0.25 ટકાના વધારા સાથે 17,813.60 પોઈન્ટ પર હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:53 am, Thu, 27 April 23