Opening Bell : નબળા વૈશ્વિક સંકેત છતાં પ્રારંભિક કારોબાર લીલા નિશાન ઉપર, Sensex 54,644 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો

સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 364.91 પોઈન્ટ અથવા 0.67% ના ઘટાડા સાથે 54,470.67 પર બંધ થયો જયારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના નિફ્ટીએ  109.40 પોઈન્ટ અથવા 0.67% ઘટાડા સાથે કારોબાર પૂર્ણ કર્યો હતો. ઇન્ડેક્સ  16,301.85 પર બંધ રહ્યો હતો.

Opening Bell : નબળા વૈશ્વિક સંકેત છતાં પ્રારંભિક કારોબાર લીલા નિશાન ઉપર, Sensex  54,644 સુધી ઉપલા સ્તરે પહોંચ્યો
આજે શેરબજારમાં ખરીદી નીકળી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 9:31 AM

Share Market : આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં કારોબારની શરૂઆત(Opening Bell) ઘટાડા સાથે થઇ રહી છે જોકે ગણતરીના સમયમાં સારી ખરીદારીએ બજારને ગ્રીન ઝોનમાં સ્થાન અપાવ્યું હતું. આજે બંને મુખ્ય ઇન્ડેકસે 0.3 ટકાના ઘટાડા સાથે કારોબારની શરૂઆત કરી છે. આજના કારોબારની શરૂઆત સેન્સેક્સએ 161 અને નિફટીએ 52 અંકના ઘટાડા સાથે કરી હતી. સોમવારે સેન્સેક્સ 364.91 પોઈન્ટ અથવા 0.67% ના ઘટાડા સાથે 54,470.67 પર બંધ થયો જયારે નિફ્ટીએ  109.40 પોઈન્ટ અથવા 0.67% ઘટાડા સાથે કારોબાર પૂર્ણ કર્યો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 54,309.31 ઉપર ખુલ્યો હતો જેનું ઉપલું સ્તર 54,644.06 અને નીચલું સ્તર 54,269.59 નોંધાયું હતું. નિફટીની વાત કરીએ તો ઇન્ડેક્સએ  16,248.90 ઉપર કારોબાર શરૂ કર્યો હતો. સૂચકાંક 16,352.50 ઉપર ઉપલા સ્તરે જયારે 16,243.50 ના નીચલા સ્તરે જોવા મળ્યો હતો.

સતત બીજા દિવસે વૈશ્વિક સંકેતમાં ઘટાડાનો અંદાજ મળ્યો

સોમવાર બાદ મંગળવારે પણ વૈશ્વિક બજારોમાંથી નબળાઈના સંકેત મળી રહ્યા છે. યુએસ બજારો એક વખત ઘટાડા સાથે બંધ થયા છે. ઘણી અસ્થિરતા પછી ડાઉ જોન્સ ફરીથી લપસી ગયો અને બંધ થયો હતો. ડાઉ જોન્સ 650 પોઈન્ટ ઘટીને 14 મહિનાની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. ડાઉ હવે ઊંચાઈથી 12 ટકા ઘટીને કરેક્શનના ઝોનમાં છે. બીજી તરફ ITમાં વેચવાલી ચાલુ છે અને Nasdaq 4 ટકાથી વધુ તૂટ્યો છે. આ સિવાય મોટા આઈટી શેરોમાં વેચવાલીનો દબદબો છે. એમેઝોનનો સ્ટોક 5 ટકા ઘટ્યો છે જ્યારે મેટા પણ 3.7 ટકા ઘટ્યો છે. આ સિવાય આલ્ફાબેટમાં 2.8 ટકાનો ઘટાડો થયો છે. ટેસ્લાનો સ્ટોક 9 ટકા નીચે છે. એનર્જી શેરોમાં વેચવાલીથી બજારમાં દબાણ જોવા મળ્યું છે. આ સિવાય યુરોપિયન બજારોમાં પણ 2-2.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.  એશિયન માર્કેટમાં પણ દબાણ જોવા મળી રહ્યું છે અને SGX નિફ્ટી લગભગ 150 પોઈન્ટના ઘટાડા સાથે લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યો છે.

કોમોડિટી અપડેટસ

  • ગઈકાલે સાંજે 6% ઘટ્યા બાદ આજે ફરી તેલમાં ઘટાડો થયો હતો.
  • બ્રેન્ટ $104 પર અને WTI $101 પર ટ્રેડ થઇ રહ્યું છે.
  • ચીનમાં કોવિડના વધતા પ્રકોપને કારણે તેલની માંગમાં ઘટાડો
  • જાન્યુઆરી અને એપ્રિલ વચ્ચે ચીનમાં તેલની આયાત 4.8% ઘટી છે
  • ડૉલર ઇન્ડેક્સ મજબૂત છે તો  સોનું $1850 પર સરકી ગયું છે

FII-DII ડેટા

9 મેના ટ્રેડિંગ સેશન દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 3361.80 કરોડ ઉપાડ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 3077.24 કરોડનું રોકાણ કર્યું હતું.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

છેલ્લાં સત્રનો કારોબાર

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 364.91 પોઈન્ટ અથવા 0.67% ના ઘટાડા સાથે 54,470.67 પર બંધ થયો જયારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના નિફ્ટીએ  109.40 પોઈન્ટ અથવા 0.67% ઘટાડા સાથે કારોબાર પૂર્ણ કર્યો હતો. ઇન્ડેક્સ  16,301.85 પર બંધ રહ્યો હતો. સૌથી વધુ ઘટાડો બેન્ક, મેટલ, મીડિયા અને એફએમસીજીના શેરમાં થયો છે.

સેન્સેક્સ આજે 647 પોઈન્ટ ઘટીને 54,188 પર અને નિફ્ટી 183 પોઈન્ટ ઘટીને 16,227 પર  ખુલ્યો હતો. છેલ્લા સપ્તાહમાં સેન્સેક્સમાં 2,225 પોઈન્ટ એટલે કે 3.89%નો ઘટાડો થયો હતો. શુક્રવારે તે 54,835ના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી પણ ગત આખા સપ્તાહમાં 691 પોઈન્ટ અથવા 4.04% ઘટીને 16,411ના સ્તરે બંધ રહ્યો હતો.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">