Dividend Stock : Vedanta એ 2050% વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી, રોકાણકારોને મળશે કેટલા પૈસા?

વેદાંતાના શેરએ વાર્ષિક ધોરણે રોકાણકારોને લગભગ 14% નું નકારાત્મક વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન, નિફ્ટી50 ઇન્ડેક્સ 6.6% ઘટ્યો છે. જે રોકાણકારોના નામ રેકોર્ડ ડેટની તારીખ એપ્રિલ 7 ના રોજ કામકાજના કલાકોના અંત સુધી રજિસ્ટ્રાર ઑફ કંપનીઝમાં હશે  તેઓ પાંચમા વચગાળાના ડિવિડન્ડની ચુકવણી માટે પાત્ર બનશે.

Dividend Stock : Vedanta એ 2050% વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી, રોકાણકારોને મળશે કેટલા પૈસા?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 8:05 AM

Dividend Stock : વેદાંતા ગ્રૂપે પાંચમું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કંપનીએ 2050 ટકાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. રૂ 1 ની ફેસ વેલ્યુના આધારે તે શેર દીઠ રૂ. 20.50 થાય છે. કંપની ડિવિડન્ડ તરીકે 7,621 કરોડ ઈશ્યુ કરશે. વેદાંતાએ એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે “લિસ્ટિંગ રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 30 અનુસાર અમે તમને જણાવવા માંગીએ છીએ કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મંગળવારે તારીખ 28 માર્ચ, 2023 ના રોજ યોજાયેલી તેની મીટિંગમાં 2050% ના વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે. “

7 એપ્રિલ રેકોર્ડ ડેટ નક્કી કરાઈ

કંપનીએ ડિવિડન્ડની ચુકવણી માટેની રેકોર્ડ ડેટ 7 એપ્રિલ, 2023 નક્કી કરી છે. એટલે કે 7 એપ્રિલ સુધી જે રોકાણકારોના નામ કંપનીના રેકોર્ડમાં શેરધારકો તરીકે નોંધાયેલા હશે તેમને ડિવિડન્ડનો લાભ મળશે. વચગાળાનું ડિવિડન્ડ કાયદા હેઠળ નિર્ધારિત સમય મર્યાદામાં ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો : Global Market : આજે ભારતીય શેરબજારમાં કેવો રહેશે કારોબાર? જાણો વૈશ્વિક સંકેતનો ઈશારો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

અત્યાર સુધી કેટલું ડિવિડન્ડ આપ્યું?

વર્તમાન નાણાકીય વર્ષમાં વેદાંતે પહેલેથી જ અનુક્રમે રૂ. 12.50, રૂ. 17.50, રૂ. 19.50 અને રૂ. 31.50ના ચાર ઇક્વિટી ડિવિડન્ડની જાહેરાત કરી છે. અનિલ અગ્રવાલની આગેવાનીવાળી કંપનીએ છેલ્લા 12 મહિનામાં 30% ની ડિવિડન્ડ યીલ્ડ સાથે કુલ રૂ. 81 પ્રતિ શેરનું ઈક્વિટી ડિવિડન્ડ ચૂકવ્યું છે.

વેદાંતાના શેરની પ્રાઇસ હિસ્ટ્રી

વેદાંતાના શેરએ વાર્ષિક ધોરણે રોકાણકારોને લગભગ 14% નું નકારાત્મક વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન, નિફ્ટી50 ઇન્ડેક્સ 6.6% ઘટ્યો છે. જે રોકાણકારોના નામ રેકોર્ડ ડેટની તારીખ એપ્રિલ 7 ના રોજ કામકાજના કલાકોના અંત સુધી રજિસ્ટ્રાર ઑફ કંપનીઝમાં હશે  તેઓ પાંચમા વચગાળાના ડિવિડન્ડની ચુકવણી માટે પાત્ર બનશે.

આ કંપની પણ ડિવિડન્ડ આપશે

SBI Life Insurance Company એક્સ-ડિવિડન્ડ તરીકે શેરબજારમાં વેપાર કરશે. પાત્ર રોકાણકારો SBI લાઇફ ઇન્સ્યોરન્સ કંપની પ્રતિ શેર 2.50 રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે તે 6 એપ્રિલ સુધીમાં રોકાણકારોને ચૂકવવામાં આવશે. રેકોર્ડ ડેટ પર કંપની તેના શેરધારકોની યાદી તૈયાર કરે છે જેમને ડિવિડન્ડ અથવા બોનસ આપવામાં આવે છે.રેકોર્ડ ડેટ એ છે જ્યારે કંપની કોર્પોરેટ કાર્યવાહી માટે તેના રેકોર્ડની તપાસ કરે છે અને પાત્ર શેરધારકોને ઓળખે છે. રેકોર્ડ તારીખે તેમના ડીમેટ ખાતામાં શેર ધરાવતા શેરધારકો કોર્પોરેટ ક્રિયાઓ જેમ કે રાઈટ્સ શેર, બોનસ શેર, સ્ટોક સ્પ્લિટ્સ, ડિવિડન્ડ વગેરેની હકદારી માટે પાત્ર છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">