Stock Market Update Today: નબળા વૈશ્વિક સંકેતો બાદ પણ સ્થાનિક શેરબજારમાં ખરીદી જોવા મળી રહી છે. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો મજબૂત થયા છે. સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટથી મજબૂત બન્યો છે, જ્યારે નિફ્ટી પણ 17650ને પાર કરી ગયો છે. આજના કારોબારમાં ફાર્મા અને રિયલ્ટી ઈન્ડેક્સ સિવાય અન્ય તમામ ઈન્ડેક્સ લીલા નિશાનમાં દેખાઈ રહ્યા છે. વૈશ્વિક સંકેતોની વાત કરીએ તો આજના કારોબારમાં મુખ્ય એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. બીજી તરફ બુધવારે અમેરિકાના મુખ્ય બજારોમાં પણ દબાણ જોવા મળ્યું હતું.
હાલમાં સેન્સેક્સમાં 210 પોઈન્ટનો વધારો થયો છે અને તે 59,778ના સ્તરે છે. જ્યારે નિફ્ટીમાં 51 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે 17670 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. હેવીવેઇટ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 28 શેરો લીલા નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં TITAN, ASIANPAINT, ITC, TATAMOTORS, TCS, BAJAJFINSV, WIPRO, HDFCBANK નો સમાવેશ થાય છે. જ્યારે BAJFINANCE, TATASTEELમાં નબળાઈ જોવા મળી રહી છે.
બેન્કિંગ, ઓટો અને આઈટી સેક્ટરના શેરોમાં શરૂઆતી કારોબારમાં મજબૂતી જોવા મળી રહી છે. ટાઈટન અને એશિયન પેઈન્ટ્સ ટોપ ગેઈનર્સ તરીકે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે દિવીની લેબ્સ અને એપોલો હોસ્પિટલ્સ નિફ્ટીમાં ટોપ લોઝર તરીકે ટ્રેડ થઈ રહી છે. આ પહેલા બુધવારે ભારતીય શેરબજારો સતત ત્રીજા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સ 159 પોઈન્ટ ઘટીને 59,567 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી નિફ્ટી 41 પોઈન્ટ ઘટીને 17,618 પર બંધ થયો હતો.
એર ઈન્ડિયા-વિસ્તારાના મર્જરની દરખાસ્ત CCI સમક્ષ કરવામાં આવી છે. ટાટા ગ્રુપે CCIમાં મર્જરનો પ્રસ્તાવ મૂક્યો છે. મર્જર બાદ વિસ્તારા બ્રાન્ડનો અંત આવશે. ટાટા સન્સ વિસ્તારા એરલાઇન્સમાં 51% હિસ્સો ધરાવે છે. સિંગાપોર એરલાઇન્સ વિસ્તારામાં 49% હિસ્સો ધરાવે છે.
કંપની સ્મોલ કેપ વર્લ્ડ ફંડે રૂ. 1045 પ્રતિ શેરના ભાવે 22 લાખ શેર વેચ્યા છે. જ્યારે ગવર્મેન્ટ પેન્શન ફંડ ગ્લોબલે શેર દીઠ રૂ. 1045ના ભાવે 20 લાખ શેર ખરીદ્યા. બજાજ ઇલેક્ટ્રિકલ્સનો શેર NSE પર રૂ. 4.20 અથવા 0.59% વધીને રૂ. 1082.90 પર ટ્રેડ કરી રહ્યો હતો.
Published On - 10:31 am, Thu, 20 April 23