Sensex Top 10 Companies : શેરબજારમાં સેન્સેક્સની ટોચની 10 કંપનીઓ પૈકી 7 ના માર્કેટ કેપમાં રૂપિયા 67,859 કરોડનો વધારો થયો
Share Market : સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી(sensex top 10 Companies) સાત કંપનીઓના માર્કેટ કેપમાં સામૂહિક રીતે રૂ. 67,859.77 કરોડનો વધારો થયો છે. ICICI બેંક અને HDFC બેંક સૌથી વધુ તેજીમાં હતા.
Share Market : ગત સપ્તાહે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી(sensex top 10 Companies) સાત કંપનીઓના માર્કેટ કેપ(MCap)માં સામૂહિક રીતે રૂપિયા 67,859.77 કરોડનો વધારો થયો છે. ICICI BANK અને HDFC BANK સૌથી વધુ નફામાં રહ્યા હતા. ગયા અઠવાડિયે બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 598.03 પોઈન્ટ અથવા 0.99 ટકાનો વધારો થયો હતો. આંબેડકર જયંતિના કારણે શુક્રવારે શેરબજાર બંધ રહ્યા હતા. સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(RIL), HDFC BANK, ICICI BAN, HDFC, ITC, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) અને ભારતી એરટેલનો સમાવેશ થાય છે. તે જ સમયે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), હિન્દુસ્તાન યુનિલિવર(HUL) અને ઇન્ફોસિસ(Infrosys)ના માર્કેટ વેલ્યુએશનમાં ઘટાડો થયો હતો.
આ કંપનીઓના માર્કેટ કેપમાં વધારો
છેલ્લા સપ્તાહમાં ICICI BANKનું માર્કેટ કેપ રૂ. 17,188.25 કરોડ વધીને રૂ. 6,27,940.23 કરોડ થયું હતું. HDFC BANKનું માર્કેટ વેલ્યુએશન રૂ. 15,065.31 કરોડ વધીને રૂ. 9,44,817.85 કરોડ થયું હતું. HDFCનું માર્કેટ કેપ રૂ. 10,557.84 કરોડ વધીને રૂ. 5,11,436.51 કરોડ થયું હતું, જ્યારે ITCનું માર્કેટકેપ રૂ. 10,190.97 કરોડ વધીને રૂ. 4,91,465.96 કરોડ થયું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ વેલ્યુએશન રૂ. 9,911.59 કરોડ વધીને રૂ. 15,93,736.01 કરોડ થયું છે. SBIનું માર્કેટ કેપ રૂ. 4,640.8 કરોડ વધીને રૂ. 4,75,815.69 કરોડ અને ભારતી એરટેલનું માર્કેટકેપ રૂ. 305.01 કરોડ વધીને રૂ. 4,27,416.08 કરોડ થયું છે.
આ કંપનીઓએ નુકસાનનો સામનો કર્યો
ઇન્ફોસિસનું માર્કેટ વેલ્યુએશન રૂ. 13,897.67 કરોડ ઘટીને રૂ. 5,76,069.05 કરોડ થયું હતું. TCSનું માર્કેટ કેપ રૂ. 11,654.08 કરોડના નુકસાન સાથે ઘટીને રૂ. 11,67,182.50 કરોડ થયું હતું. હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ વેલ્યુએશન રૂ. 6,954.79 કરોડ ઘટીને રૂ. 5,95,386.43 કરોડ થયું હતું. દેશની સૌથી મોટી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સર્વિસ નિકાસકાર TCSનો માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 14.8 ટકા વધીને રૂ. 11,392 કરોડ થયો છે. જો કે, કંપનીએ તેના ચાવીરૂપ ઉત્તર અમેરિકન બજાર અંગે ચિંતા વ્યક્ત કરી છે. કંપનીના ત્રિમાસિક પરિણામો બુધવારે આવ્યા હતા.
ઇન્ફોસિસનો ચોથા ક્વાર્ટરનો ચોખ્ખો નફો અપેક્ષા કરતાં ઓછો હતો. વધુમાં કંપનીએ ચાલુ નાણાકીય વર્ષ માટે આવકમાં ચારથી સાત ટકાની વૃદ્ધિનો સંકેત આપ્યો છે, જે તદ્દન નબળો છે. ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ICICI બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ, HDFC, ITC, SBI અને ભારતી એરટેલનો નંબર આવે છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…