મુકેશ અંબાણીએ ખરીદી વધુ એક કંપની, જાણો 82 વર્ષ જૂની આ કંપની કેટલા કરોડમાં હસ્તગત કરી

|

Feb 10, 2024 | 1:10 PM

RCPL એ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ એટલે કે RRVL ની પેટાકંપની છે, જે રિલાયન્સ ગૃપની રીટેલ શાખા છે. રાવલગાંવ સુગર ફાર્મ્સે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 27 કરોડ રૂપિયાની ડીલમાં આ બ્રાન્ડ્સના ટ્રેડમાર્ક અને અધિકારોના વેચાણ તેમજ ટ્રાન્સફરને RCPLને મંજૂરી આપી છે.

મુકેશ અંબાણીએ ખરીદી વધુ એક કંપની, જાણો 82 વર્ષ જૂની આ કંપની કેટલા કરોડમાં હસ્તગત કરી
Mukesh Ambani

Follow us on

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ સતત પોતાનો બિઝનેસ વિસ્તારી રહી છે. રિલાયન્સે લોકપ્રિય ટોફી ‘પાન પસંદ’ અને ટુટી ફ્રુટી બ્રાન્ડ્સને હસ્તગત કરી છે. રિલાયન્સ કન્ઝ્યુમરે રાવલગાંવ સુગર ફાર્મની કોફી બ્રેક અને પાન પસંદ જેવી કન્ફેક્શનરી બ્રાન્ડ્સ હસ્તગત કરી છે. આ અધિગ્રહણ 27 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યું છે.

તમામ હક રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડને વેચ્યા

રાવલગાંવ સુગર ફાર્મમાં મેંગો મૂડ, કોફી બ્રેક, ટુટી ફ્રુટી, પાન પસંદ, ચોકો ક્રીમ અને સુપ્રીમ જેવી બ્રાન્ડ્સ છે. આ ડીલ હેઠળ રાવલગાંવ સુગર ફાર્મ્સે આ ઉત્પાદનોના ટ્રેડમાર્ક, ઉત્પાદન રેસિપી અને તમામ બૌદ્ધિક સંપદા હકો રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ એટલે કે RCPL ને વેચ્યા છે.

27 કરોડ રૂપિયામાં થઈ ડીલ

RCPL એ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ એટલે કે RRVL ની પેટાકંપની છે, જે રિલાયન્સ ગૃપની રીટેલ શાખા છે. રાવલગાંવ સુગર ફાર્મ્સે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 27 કરોડ રૂપિયાની ડીલમાં આ બ્રાન્ડ્સના ટ્રેડમાર્ક અને બૌદ્ધિક સંપદા અધિકારોના વેચાણ અને ટ્રાન્સફરને RCPLને મંજૂરી આપી છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

વધતી સ્પર્ધાને કારણે તેણે બજાર હિસ્સો ગુમાવ્યો

રાવલગાંવ સુગરે જણાવ્યું હતું કે, ડીલ પૂર્ણ થયા બાદ પણ અન્ય તમામ સંપત્તિઓ જેમ કે મિલકત, જમીન, પ્લાન્ટ, ઇમારતો, સાધનો, મશીનરી તેના દ્વારા જાળવી રાખવામાં આવશે. કંપનીએ કહ્યું કે તાજેતરના વર્ષોમાં તેના કન્ફેક્શનરી બિઝનેસને ટકાવી રાખવાનું મુશ્કેલ બન્યું છે. સંગઠિત અને અસંગઠિત બંને ખેલાડીઓની વધતી સ્પર્ધાને કારણે તેણે બજાર હિસ્સો ગુમાવ્યો છે.

આ પણ વાંચો : ગૌતમ અદાણીએ ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જર માટે આ કંપની સાથે કરી ડીલ, નિષ્ણાંતોએ કહ્યુ- શેરનો ભાવ જશે 110 રૂપિયાને પાર

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના રાવલગાંવ ગામમાં વર્ષ 1933 માં વાલચંદ હીરાચંદે ખાંડની મિલની સ્થાપના કરી હતી. વર્ષ 1942 માં આ કંપનીએ રાવલગાંવ બ્રાન્ડ હેઠળ ટોફી બનાવવાનું શરૂ કર્યું. આ કંપની પાસે પાન પસંદ, મેંગો મૂડ અને કોફી બ્રેક જેવી 9 બ્રાન્ડ્સ છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article