Share Market Opening Bell : આજે વૈશ્વિક બજારમાંથી મળેલા સારા સંકેતોના કારણે શરૂઆત સારી રહી છે. ચીન, હોંગકોંગ અને તાઈવાનના બજારોમાં આજે રજા છે. અમેરિકન માર્કેટમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. dow એ ફરી 125 પોઈન્ટનો ઉછાળો કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. Nasdaq અને S&P 500માં હળવું પ્રોફિટ બુકિંગ જવા મળ્યું હતું. 10 વર્ષની બોન્ડ યીલ્ડ 4.17% ની નજીક સ્થિર છે. FII અને સ્થાનિક ફંડોની ખરીદી કરીછે. ફુગાવો અને IIPના આંકડા પણ મજબૂત છે.
આજે Eicher Motor , Hindalco Industries ,BHEL, Bosch, Deepak Nitrite, Gujarat Gas, Hindustan Copper, IRCTC, National Aluminium, Info Edge , Siemens , Arvind Fashions, Borosil, Dredging Corp, Eris Lifesciences, Garden Reach, Indiabulls Real Estate, Inox India, KRBL, Markasans Pharma, Medi Assist Healtcare, NBCC, Prestige Estates પરિણામ જાહેર કરશે.
ગઈકાલે સપ્તાહના પ્રથમ સત્રમાં સંસ્થાકીય રોકાણકારો દ્વારા રોકડ બજારમાં ખરીદી જોવા મળી હતી. સોમવારે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રોકડ બજારમાં કુલ ₹126.60 કરોડના શેરની ખરીદી કરી હતી. જ્યારે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ગઈકાલે રોકડ બજારમાં કુલ ₹1711.75 કરોડના શેરની ખરીદી કરી હતી.
મોર્ગન સ્ટેનલી કેપિટલ ઇન્ટરનેશનલ (MSCI) એ આજે ફેબ્રુઆરી 2024 માટે પુનર્ગઠનની જાહેરાત કરી છે. આ વખતે MSCI સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં આવા ઘણા ફેરફારો થયા છે જેના પર બજાર પહેલેથી જ નજર રાખી રહ્યું હતું. MSCI ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં NMDC, GMR એરપોર્ટ ઈન્ફ્રા, યુનિયન બેંક, BHEL અને PNBનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આજે મંગળવારે વૈશ્વિક ઇન્ડેક્સ પ્રદાતાએ સ્મોલકેપ ઇન્ડેક્સમાં 27 નવા શેર ઉમેર્યા છે . જ્યારે 6 સ્ટોક દૂર કરવામાં આવ્યા છે. વિશ્લેષકે એમએસસીઆઈ ઈન્ડિયા સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સમાં સરકારી કંપનીઓના સમાવેશની આગાહી કરી હતી પરંતુ તેમાં જીએમઆર એરપોર્ટની ભાગીદારી આશ્ચર્યજનક હતી.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.