Stock Market Live: સેન્સેક્સ 573 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24,720ની નીચે બંધ થયો
ઈરાન પર ઈઝરાયલના હુમલાને કારણે વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. ડાઉ ફ્યુચર્સ 600 પોઈન્ટથી વધુ ઘટ્યા છે. એશિયન બજારોમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. GIFT નિફ્ટી 175 પોઈન્ટથી નીચે ગયો છે.

Stock Market Live News Update : ઈરાન પર ઈઝરાયલના હુમલાને કારણે વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. ડાઉ ફ્યુચર્સ 600 પોઈન્ટથી વધુ ઘટ્યા છે. એશિયન બજારોમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. GIFT નિફ્ટી 275 પોઈન્ટ ઘટ્યો છે. ગઈકાલે, ભારતીય બજારોમાં રોકડ અને ફ્યુચર્સ બંનેમાં FII દ્વારા ભારે વેચવાલી જોવા મળી હતી. દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બ્લોક વિન્ડોમાં એશિયન પેઇન્ટ્સના સાડા ત્રણ શેર વેચ્યા હતા.
LIVE NEWS & UPDATES
-
સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં બંધ થયા
ઇઝરાયલ-ઈરાન તણાવે બજારનો મૂડ બગાડ્યો. સેન્સેક્સ-નિફ્ટી 0.5% થી વધુ ઘટીને બંધ થયો. મિડકેપ, સ્મોલકેપમાં નીચલા સ્તરોથી રિકવરી જોવા મળી. નિફ્ટી બેંક લગભગ 1% ઘટ્યો. FMCG, બેંકિંગ, મેટલ શેર દબાણ હેઠળ રહ્યા. CPSE, IT ઇન્ડેક્સ થોડો વધારા સાથે બંધ થયો. સંરક્ષણ શેરોમાં ખરીદી જોવા મળી.
અદાણી પોર્ટ્સ, ITC, SBI, ઇન્ડસઇન્ડ બેંક, અદાણી એન્ટરપ્રાઇઝ નિફ્ટીમાં સૌથી વધુ ઘટાડો દર્શાવે છે. જ્યારે ભારત ઇલેક્ટ્રોનિક્સ, ONGC, ટેક મહિન્દ્રા, TCS, સિપ્લા નિફ્ટીમાં સૌથી વધુ વધારો દર્શાવે છે. BSEનો મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયો.
ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ 573.38 પોઈન્ટ એટલે કે 0.70 ટકાના ઘટાડા સાથે 81,118.60 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી ૧૬૯.૬૦ પોઈન્ટ અથવા ૦.૬૮ ટકા ઘટીને ૨૪,૭૧૮.૬૦ પર બંધ થયો.
-
એર ઇન્ડિયા અકસ્માત પછી એરલાઇન્સ વીમા પ્રીમિયમ વધી શકે
એર ઇન્ડિયા અકસ્માત પછી એરલાઇન્સ વીમા પ્રીમિયમ વધી શકે છે. સ્વાભાવિક રીતે આનાથી કંપનીઓના ખર્ચમાં વધારો થશે અને તેનો બોજ મોંઘા હવાઈ ભાડાના રૂપમાં તમારા પર પણ પડી શકે છે.
-
-
તુટી પડેલા પ્લેનના કાટમાળમાંથી બ્લેક બોક્ષ મળી આવ્યું
ડાયરેક્ટર જનરલ સિવિલ એવિયેશન ટીમે તુટી પડેલા પ્લેનના કાટમાળમાંથી બ્લેક બોક્ષ કાઢ્યું છે. પ્લેનના પાછળના ભાગમાં રહેલ બ્લેક બોક્ષ કાઢવામાં આવ્યું છે. એરક્રાફટ એક્સિડન્ટ ઇનેવસ્ટિંગશન બ્યુરો ટીમ તપાસ કરી રહી છે. પ્લેન ક્રેશ થયા બાદ પ્લેનની પાછળના ભાગે રહેલ બ્લેક બોક્સ મહત્વનું ભાગ કહેવાય છે. પ્લેન દુઘર્ટના કયા કારણોસર થઈ તે બ્લેક બોક્સમાંથી ખબર પડી શકે છે. બ્લેક બોક્સની તપાસ બાદ દુઘર્ટનાનું સાચું કારણ જાણી શકશે.
-
ડિફેન્સ શેરમાં તેજીનો ટ્રેન્ડ યથાવત
ડિફેન્સ શેરમાં તેજીનો ટ્રેન્ડ ચાલુ છે. ઈરાન પર ઈઝરાયલના હુમલાને કારણે ભૂરાજકીય તણાવ વધ્યો છે. ભારતીય સંરક્ષણ નિકાસને વેગ મળી શકે છે. વાયુ સંરક્ષણ પ્રણાલીની માંગ વધવાની ધારણા છે. એન્ટી-ડ્રોન, એન્ટી-મિસાઈલની માંગ વધી શકે છે. વર્તમાન તણાવને કારણે વૈશ્વિક સંરક્ષણ ખર્ચમાં વધારો થઈ શકે છે. GRSE, COCHIN SHIPYARD, BEML, BDL શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.
-
હિંદ ઝિંકના હિસ્સાના વેચાણમાં વિલંબ શક્ય
હિંદ ઝિંકના હિસ્સાના વેચાણમાં વિલંબ શક્ય છે. સરકાર હિસ્સાના વેચાણમાં વિલંબ કરી શકે છે. સરકાર QIP અને અન્ય વિકલ્પો પર વિચાર કરશે. હાલમાં, સરકાર HIND ZINC માં 27.94% હિસ્સો ધરાવે છે.
-
-
ઇન્ડિગોના પ્રમોટર્સ કંપનીમાં હિસ્સો વેચી શકે છે
ઇન્ડિગોના પ્રમોટર્સ કંપનીમાં હિસ્સો વેચી શકે છે. પ્રાપ્ત EXCLUSIVE માહિતી અનુસાર, હિસ્સો બ્લોક ડીલ દ્વારા વેચી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્લોક ડીલ દ્વારા 4% હિસ્સો વેચી શકાય છે. કંપની હિસ્સો વેચીને $100 કરોડ એકત્ર કરવા માંગે છે. ઇન્ટરગ્લોબ એન્ટરપ્રાઇઝિસ કંપનીમાં 35.7% હિસ્સો ધરાવે છે. સહ-પ્રમોટર રાકેશ ગંગવાલ પહેલાથી જ તેમનો હિસ્સો ઘટાડી રહ્યા છે. રાકેશ ગંગવાલ 2022 થી `40,000 કરોડ એકત્ર કરી ચૂક્યા છે. રાકેશ ગંગવાલ હાલમાં કંપનીમાં 7.8% હિસ્સો ધરાવે છે.
-
સોનામાં વધારાને કારણે ગોલ્ડ લોન શેરોમાં ચમક
સોનામાં વધારાને કારણે ગોલ્ડ લોન શેરોમાં ચમક આવી છે. મણપ્પુરમ ફાઇનાન્સ લગભગ 3% વધ્યો અને ફ્યુચર્સના ટોચના લાભકર્તાઓમાં સામેલ થયો. મુથૂટ ફાઇનાન્સ પણ મજબૂતી બતાવી રહ્યું છે. બીજી તરફ, MCX પર સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને વટાવી ગયો છે.
-
બજારમાં ઉથલપાથલ વચ્ચે ડિફેન્સ શેરમાં રોકેટ તેજી
સ્થાનિક શેરબજારમાં અંધાધૂંધી વચ્ચે, ડિફેન્સ શેરોમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સંરક્ષણ કંપનીઓના શેરમાં 3 ટકાનો ઉછાળો આવ્યો છે. આ દરમિયાન, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે પણ તણાવ વધ્યો છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL), ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL), ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL), એસ્ટ્રા માઇક્રોવેવ પ્રોડક્ટ્સ, પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીસ અને DCX સિસ્ટમ્સના શેરમાં શુક્રવારે 3 ટકાનો ઉછાળો આવ્યો છે.
-
શિપિંગ કોર્પોરેશન, GE શિપિંગના શેર 10% સુધી વધ્યા
શીપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (SCI) અને GE શિપિંગ લિમિટેડના શેર 13 જૂન, શુક્રવારના રોજ અનુક્રમે 10% અને 5% વધ્યા. જે નબળા બજાર વલણથી અલગ છે. આ શેરો આજે નિફ્ટી 500 ઇન્ડેક્સમાં ટોચના અને ટોચના લાભકર્તાઓમાંના એક છે.
-
ચિંતાજનક મુદ્દાઓના ઉકેલ માટે વાટાઘાટો પર ભારત-ચીન સર્વસંમતિ – વિદેશ મંત્રાલય
વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે કે ભારત અને ચીન વચ્ચે સીધી હવાઈ સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે પગલાં ઝડપી બનાવવા પર સર્વસંમતિ થઈ છે. ચિંતાજનક મુદ્દાઓના ઉકેલ માટે વાટાઘાટો પર ભારત-ચીન સર્વસંમતિ બની છે.
-
MCX પર સોનું રેકોર્ડ ઊંચાઈ પર
ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે સોનું ચમક્યું છે. MCX પર ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. સોનાનો ભાવ એક લાખને વટાવી ગયો છે. બીજી તરફ, કોમેક્સ પર પણ સોનું $3450 ને વટાવી ગયું છે.
-
ક્રૂડ ઓઇલમાં તીવ્ર વધારાને કારણે OMCs ઘટ્યા
ક્રૂડ ઓઇલ 75 ને વટાવી જતાં OMCs માં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. BPCL અને HPCL 3 થી 4 ટકા ઘટ્યા. GAIL, IGL અને MGL પણ દબાણ હેઠળ હતા.
-
કેપીટલ ગુડ્સ , ઓટો અને NBFC ઘટ્યા
કેપીટલ ગુડ્સ , ઓટો અને NBFCમાં સૌથી વધુ વેચવાલી જોઈ રહ્યા છે. ચારેય સૂચકાંકોમાં એકથી દોઢ ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ, સંરક્ષણ શેરોમાં સારી ખરીદી જોવા મળી. સૂચકાંકમાં એક ટકાથી વધુનો વધારો થયો. BDL અને HAL દોઢ ટકાથી વધુનો વધારો થયો.
-
રૂપિયો 54 પૈસા નબળો ખુલ્યો
ડોલર સામે રૂપિયામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ડોલર સામે રૂપિયો 54 પૈસા નબળો ખુલ્યો. ડોલર સામે રૂપિયો 86.14 પર ખુલ્યો જ્યારે ગુરુવારે રૂપિયો 85.60 પર બંધ થયો.
-
સેન્સેક્સ 1000 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 24550ની નીચે ખુલ્યો
વૈશ્વિક તણાવ વચ્ચે, આજે ભારતીય બજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ 965.71પોઈન્ટ એટલે કે 1.16 ટકાના ઘટાડા સાથે 80,743.12 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 298.70 પોઈન્ટ એટલે કે 1.21 ટકાના ઘટાડા સાથે 24,550ની નીચે ટ્રેડ કરી રહ્યો છે.
-
પ્રી-ઓપનિંગમાં બજારમાં ઘટાડો
પ્રી-ઓપનિંગમાં બજારમાં ઘટાડો
પ્રી-ઓપનિંગમાં બજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ 721 પોઈન્ટ એટલે કે 0.88 ટકાના ઘટાડા સાથે 80,970.98 પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 581.10 પોઈન્ટ એટલે કે 2.33 ટકાના ઘટાડા સાથે 24,307.10 પર ટ્રેડ કરી રહ્યો છે.
-
ઈરાન પર હુમલાની અસર, બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $75 ની નજીક પહોંચી ગયો
કાચા તેલના ભાવમાં 7.5%નો વધારો થયો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $75 ની નજીક પહોંચી ગયો છે. સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા. યુએસ ડોલર ઇન્ડેક્સ ફરીથી 98 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ડાઉ ફ્યુચર્સ 600 પોઈન્ટ સુધી ઘટ્યો છે.
-
ગ્લોબલ માર્કેટ આજે શું આપી રહ્યું સંકેત?
ઈરાન પર ઈઝરાયલના હુમલાને કારણે વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. ડાઉ ફ્યુચર્સ 600 પોઈન્ટથી વધુ ઘટ્યા છે. એશિયન બજારોમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. GIF નિફ્ટી 175 પોઈન્ટ ઘટ્યો છે. ગઈકાલે, ભારતીય બજારોમાં રોકડ અને ફ્યુચર્સ બંનેમાં FII દ્વારા ભારે વેચવાલી જોવા મળી હતી. દરમિયાન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બ્લોક વિન્ડોમાં એશિયન પેઇન્ટ્સના 3.5 કરોડ શેર વેચ્યા હતા. સોદાનું મૂલ્ય રૂ. 7,700 કરોડ છે. SBI મ્યુચ્યુઅલ ફંડે RIL પાસેથી બધા શેર ખરીદ્યા છે.
Published On - Jun 13,2025 8:58 AM
