Stock Market : સતત ત્રણ દિવસની નરમાશ બાદ આજે શેરબજારે મજબૂત સ્થિતિમાં કારોબાર પૂર્ણ કર્યો, કરો એક નજર કારોબારની હાઇલાઇટ્સ ઉપર

સેન્સેક્સના 30 માંથી 15 શેર લાલ નિશાન નીચે અને 15 શેરો લીલા નિશાન ઉપર બંધ થયા છે. ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્શિયલ સર્વિસિસ, એસબીઆઈ અને એચસીએલ ટેકનોલોજી વૃદ્ધિમાં રહ્યા હતા. બીજી તરફ મારુતિ, પાવર ગ્રીડ, બજાજ ઓટો અને આઇટીસી નુકશાનમાં રહ્યા હતા.

Stock Market  : સતત ત્રણ દિવસની નરમાશ બાદ આજે શેરબજારે મજબૂત સ્થિતિમાં કારોબાર પૂર્ણ કર્યો, કરો એક નજર કારોબારની હાઇલાઇટ્સ ઉપર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 5:56 PM

Share Market Updates: સતત ત્રણ ટ્રેડિંગ સેશનમાં ઘટાડા પછી શેરબજાર આજે મજબૂત સ્થિતિમાં બંધ થયું હતું. સેન્સેક્સ આજે 0.40% વધીને 52,653 પોઇન્ટ પર બંધ રહ્યો છે તો નિફ્ટી 69 અંકના વધારા સાથે 15778 ના સ્તરે કારોબાર સમાપ્ત કર્યો હતો. આજના કારોબારની તેજીમાં મેટલ, પીએસયુ બેન્ક, આઈટી અને રિયલ્ટીનું મોટું યોગદાન રહ્યું હતું.

સેન્સેક્સના 30 માંથી 15 શેર લાલ નિશાન નીચે અને 15 શેરો લીલા નિશાન ઉપર બંધ થયા છે. ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્શિયલ સર્વિસિસ, એસબીઆઈ અને એચસીએલ ટેકનોલોજી વૃદ્ધિમાં રહ્યા હતાસિલોસિન્ગ . બીજી તરફ મારુતિ, પાવર ગ્રીડ, બજાજ ઓટો અને આઇટીસી નુકશાનમાં રહ્યા હતા. આજે બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 235.26 કરોડ રહી છે. 3337 રજીસ્ટર્ડ કંપનીઓમાં 1938 ઉછાળો જયારે 1252 ઘટાડા સાથે બંધ થઇ હતી. આજના કારોબાર દરમ્યાન 147 કંપનીઓમાં કોઈ ઉતાર – ચઢાવ દેખાયો ન હતો.

Tatva Chintan Pharma એ સારી સ્થિતિ નોંધાવી Tatva Chintan Pharma Chemical શેર આજે ઇશ્યૂ પ્રાઇસ સામે 113.50 ટકાના વધારા સાથે રૂ 2312.20 પર બંધ થયા છે. શેરની ઇશ્યૂ પ્રાઈસ 1083 રૂપિયા હતી જે 2111 ના સ્તરે લિસ્ટેડ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન આજે તે 2534 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. કંપનીની માર્કેટ કેપ 5,125 કરોડ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એશિયન બજારોની શું રહી સ્થિતિ ? રિલાયન્સ સિક્યોરિટીઝના સ્ટ્રેટેજી હેડ વિનોદ મોદીએ કહ્યું કે “સકારાત્મક વૈશ્વિક વલણ અને મેટલ અને આઈટી શેરોમાં મજબૂત ખરીદીથી બજારને ટેકો મળ્યો છે” વાહનો બનાવવામાં દૈનિક ઉપયોગની ચીજો અને ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં સામેલ કંપનીઓના શેરમાં નરમાશ જોવા મળી હતી. મોટે ભાગે સેગમેન્ટ મુજબના સૂચકાંક વૃદ્ધિમાં રહ્યાં હતા. તાજેતરના ઘટાડા પછી મધ્ય અને નાની કંપનીઓના શેરમાં ખરીદી કરવામાં આવી હતી. એશિયાના અન્ય બજારોમાં શાંઘાઈ, હોંગકોંગ, ટોક્યો અને સિઓલમાં લાભ નોંધાયો હતો. યુરોપના મુખ્ય બજારોમાં મિડ-ડે વેપારમાં સકારાત્મક વલણ હતું. દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બારમાં બ્રેન્ટ ક્રૂડ 0.43 ટકા વધીને 74.19 ડોલર પર પહોંચી ગયું છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">