સ્પેશિયલ કેમિકલ ઉત્પાદન શ્રેણીમાં અગ્રણી કંપની કેમકોન કેમિકલ્સનો IPO આગામી સપ્તાહમાં બજારમાં આવી રહ્યો છે. સોમવારે ખુલનારા IPO નિવેશકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંને બજારમાં લીસ્ટ થશે. કેમકોન કેમિકલ્સ બજારમાંથી 318 કરોડનું રોકાણ મેળવવા આઈપીઓ લઈને આવી રહ્યું છે. 165 કરોડ ફ્રેશ શેર દ્વારા અને 153 કરોડ 45 લાખ શેર ઓફર ફોર સેલ દ્વારા મેળવવા પ્રયાસ કરશે. 21 સપ્ટેમ્બરે ખુલનારા આઈપીઓ 23 સપ્ટેમ્બર સુધી સબસ્ક્રાઈબ કરવા માટે સમય અવધિ આપવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કંપનીમાં રિટેઈલ નિવેશકોની હિસ્સેદારી 35 ટકા રહેશે, જ્યારે 50 ટકા રોકાણ ઓર્ગેનાઈઝેશન અને 15 ટકા નોન ઓર્ગેનાઈઝેશન નિવેશકો મારફતે મેળવવામાં આવશે. ઈન્વેસ્ટમેન્ટ પોલિસી સ્ટેટમેન્ટના આધારે કંપની નાણાકીય વર્ષ 2019-20 માટે 22.2 ગણા વેલ્યુએશનની માંગ કરી રહી છે. કંપનીએ વધુ એક મહત્વની જાહેરાત કરી છે. જેમાં કંપનીના કોઈ શેર કર્મચારીઓ માટે આરક્ષિત નહીં રહે. કંપનનીના કર્મચારીઓએ પણ શેર ઓપન માર્કેટમાંથી જ મેળવવા પડશે. કંપનીના શેરનું એલોટમેન્ટ 28 સપ્ટેમ્બર સુધી કરી લેવાશે. જયારે 29 તારીખે રીફંડ અને 30 સપ્ટેમ્બરે શેર ડિમેટ ખાતામાં જમા પણ કરી દેવાશે. કેમકોનના મુખ્ય ગ્રાહક હેટેરો લેબ્સ, લોરલ લેબ્સ, અરવિંદ ફાર્મ અને ઈદસ્વીફ્ટ લેબ્સ છે. કેમકોન ઉત્પાદિત સ્પેશિયલ કેમિકલ્સનો ફાર્માસેક્ટરમાં ઉપયોગ થતો હોવાથી સારા ભવિષ્યની આશા સેવાઈ રહી છે.
1. કંપનીનો પ્રાઈસ બેન્ડ 338-340 રૂપિયા રાખવામાં આવ્યો છે.
2. ઈસ્યુ માટે 44 શેરનો લોટ રાખવામાં આવ્યો છે.
3. નિવેશકે એક લોટ માટે રૂપિયા 14,960 ખર્ચ કરવા પડશે
.
4. IPO દ્વારા કંપની રૂપિયા ૩૧૮ કરોડ મેળવશે.
5.
શેર BSE અને NSE બંને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે
.
6. શેરનું એલોટમેન્ટ 28 તારીખ સુધીમાં કરી દેવાશે અને
શેર 1લી ઓક્ટોબરે લીસ્ટ થશે.
નોંધ :- અહેવાલ આપને માત્ર માહિતી પુરી પડી રહ્યો છે. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની મદદ જરૂર લેવી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો