સારા ત્રિમાસિક પરિણામો છતાં શેરબજાર ઉપર બજેટનું દબાણ આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજે શેરબજારના બંને ઇન્ડેક્સ ૧ ટકા આસપાસ ઘટાડો દર્જ કરી બંધ થયા થયા હતા બજારમાં આજે ૬૪ ટકા શેરના ભાવ ગગડ્યા હતા.
Reliance industries: સારા ત્રિમાસિક પરિણામો છતાં શેરબજાર(STOCK MARKET) ઉપર બજેટનું દબાણ આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજે શેરબજારના બંને ઇન્ડેક્સ ૧ ટકા આસપાસ ઘટાડો દર્જ કરી બંધ થયા થયા હતા બજારમાં આજે ૬૪ ટકા શેરના ભાવ ગગડ્યા હતા. RIL પહેલા ક્રમથી સરક્યું છે જેને પાછળ ધકેલી TCS દેશની સૌથી મોટી કંપની બની છે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર બજારમાં દબાણ લાવી રહ્યા છે. બીએસઈમાં RIL નો શેર 5.60૦% નીચે બંધ રહ્યો છે. કંપનીની માર્કેટ કેપ પણ ઘટીને 12.29 લાખ કરોડ થઈ ગઈ છે જે શુક્રવારે 12.99 લાખ કરોડ રૂપિયા હતી. RIL ની માર્કેટ કેપમાં ઘટાડાના કારણે TCS દેશની સૌથી મોટી કંપની બની છે. IT જાયન્ટની માર્કેટ કેપ 12.36 લાખ કરોડ રૂપિયા છે. આ પહેલા 18 જાન્યુઆરીએ ટીસીએસની માર્કેટકેપ થોડીવાર માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પાછળ છોડી હતી.
નિફ્ટી ઈન્ડેક્સમાં પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ટોપ લોસર્સ રહ્યો હતો. આ ઉપરાંત ઈન્ડસઇન્ડ બેન્કના શેર 5.52% સુધી બંધ થયા છે. એચસીએલ ટેક, ટાટા મોટર્સ અને આઇશર મોટરના શેરમાં 3% થી વધુ ઘટાડો થયો છે.
બજારમાં ઘટાડાનાં મુખ્ય કારણો આ રહ્યા હતા
કેન્દ્રીય બજેટમાં એક અઠવાડિયાનો સમય બાકી છે. રોકાણકારોમાં ચિંતા છે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટોક 5% નીચે બંધ થયો છે.
બપોરે યુરોપિયન બજાર ઘટાડા સાથે ખુલ્યું.
બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના શેર બજારોમાં નરમાશ દેખાઈ છે.
આજના કારોબારની હાઇલાઇટ્સ આ મુજબ રહી હતી
BSE માં 3,130 શેરમાં કારોબાર થયો હતો.
2,033 શેર ઘટાડા સાથે બંધ થયા છે.
388 શેર્સમાં લોઅર સર્કિટ નોંધાઈ હતી.
બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ રૂ. 192.28 લાખ કરોડ થઇ છે.