Share Market : સતત બીજા દિવસે બજારની મોટા ઘટાડા સાથે શરૂઆત, Sensex 726 સુધી લપસ્યા બાદ સારો રિકવર થયો

સોમવારે સ્થાનિક શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સમાં 1170 પોઈન્ટની નબળાઈ હતી અને તે 58466ના સ્તરે બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટીમાં 348 પોઈન્ટની નબળાઈ હતી અને તે 17417ના સ્તરે બંધ થયો હતો.

Share Market : સતત બીજા દિવસે બજારની મોટા ઘટાડા સાથે શરૂઆત, Sensex 726 સુધી લપસ્યા બાદ સારો રિકવર થયો
Bomay Stock Exchange - BSE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 10:36 AM

આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર(Share Market)માં જબરદસ્ત ઘટાડા સાથે શરૂઆત થઇ છે. સેન્સેક્સ(Sensex) આજે 58000 નીચે ખુલ્યો છે જેનું આજનું નીચલું સ્તર 57,856.02 નોંધાયું છે. કારોબારની શરૂઆત 57,983.95 ઉપર થઇ છે ગઈકાલે ઇન્ડેક્સ 58465 ઉપર બંધ થયો હતો. નિફટી(Nifty)ની વાત કરીએતો ઇન્ડેક્સ 17,251.45 સુધી નીચલા સ્તરે દેખાયો હતો. નિફટી ગઈકાલે 17,416.55 ઉપર બંધ થયો હતો. કારોબારમાં  સતત ઘટાડાની સ્થિતિ બાદ  રિકવરી જોવા મળી હતી.

Paytm થોડો રિકવર થયો દેશનો સૌથી મોટો IPO લાવનાર Paytmનો સ્ટોક સતત પછડાટ ખાધા બાદ થોડો રિકવર રહ્યો છે. લિસ્ટિંગના બીજા દિવસે એટલે કે સોમવારે પેટીએમનો શેર 16% ઘટ્યો હતો. બે દિવસમાં સ્ટોક 33% તૂટ્યો હતો. આજે શેર ગ્રીન ઝોનમાં ટ્રેડ થઇ રહ્યો છે. સવારે 9.45 વાગે 5.50 ટકા અથવા 75.05 રૂપિયાના વધારા સાથે 1,434.65 રૂપિયા ની સ્થિતિ પર નજરે પડ્યો હતો

વૈશ્વિક સંકેતો નબળા ભારતીય શેરબજાર માટે વૈશ્વિક સંકેતો નબળા દેખાઈ રહ્યા છે. આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં નબળાઈ જોવા મળી રહી છે. સોમવારે અમેરિકાના બજારોમાં પણ વેચવાલી જોવા મળી હતી. જોકે ડાઉ જોન્સ 17 પોઈન્ટ ઉછળીને 35,619.25 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ S&P 500 15 પોઈન્ટ ઘટ્યો હતો જ્યારે નાસ્ડેક 203 પોઈન્ટ ઘટીને 15855ના સ્તરે બંધ રહ્યો હતો. જેરોમ પોવેલને યુએસ ફેડરલ રિઝર્વની આગામી ટર્મ માટે પણ નોમિનેટ કરવામાં આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ જાહેરાત કરી છે. 10-વર્ષના બોન્ડ યીલ્ડમાં વધારો થયો હતો જેણે બજારના સેન્ટિમેન્ટને અસર કરી હતી. એશિયન બજારોની વાત કરીએ તો SGX નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે Nikkei 225 તેજી પર ટ્રેડ કરી રહ્યો છે. સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ, તાઈવાન વેઈટેડ, કોસ્પી અને શાંઘાઈ કમ્પોઝીટ લાલ નિશાન નીચે જોવા મળ્યા છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

F&O હેઠળ NSE પર પ્રતિબંધ NSE પર F&O હેઠળ આજે એટલે કે 23 નવેમ્બરે, 2 શેરમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ શેરોમાં એસ્કોર્ટ્સ અને વોડાફોન આઈડિયાનો સમાવેશ થાય છે.

FII અને DII ડેટા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ સોમવારે બજારમાં રૂ 3,438.76 કરોડનું વેચાણ કર્યું હતું. બીજી તરફ, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ 2,051.18 કરોડનું રોકાણ કર્યું છે.

સોમવારે મોટો ઘટાડો નોંધાયો હતો સોમવારે સ્થાનિક શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સમાં 1170 પોઈન્ટની નબળાઈ હતી અને તે 58466ના સ્તરે બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટીમાં 348 પોઈન્ટની નબળાઈ હતી અને તે 17417ના સ્તરે બંધ થયો હતો. બેંકો, ઓટો ,નાણાકીય સહિતના મોટા ભાગના સેક્ટરમાં ઘટાડા સાથે બંધ થયા હતા. નિફ્ટી પર બેંક ઇન્ડેક્સ 2 ટકાથી વધુ અને PSU બેન્ક ઇન્ડેક્સ 4 ટકા ઘટ્યો હતો. ઓટો ઇન્ડેક્સ 3 ટકાથી વધુ ઘટ્યો તો રિયલ્ટી ઇન્ડેક્સ પણ 4 ટકા નબળો પડ્યો હતો

આ પણ વાંચો : Paytm એ ભારતીય બજારનો માહોલ બગાડી ચાઇનીસ રોકાણકારોને પૈસા પરત કર્યા : BharatPe ના ફાઉન્ડર અશનીર ગ્રોવરનો આક્ષેપ

આ પણ વાંચો :  Mukesh Ambaniની કંપની Reliance ને એક દિવસમાં 66000 કરોડનો ફટકો પડયો, જાણો શું છે કારણ?

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">