Mukesh Ambaniની કંપની Reliance ને એક દિવસમાં 66000 કરોડનો ફટકો પડયો, જાણો શું છે કારણ?

સપ્તાહના પ્રથમ દિવસે આજે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 1,170 પોઈન્ટ (1.96%) ઘટીને 58,465 પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 348 પોઈન્ટ (1.96%) ઘટીને 17,416 પર બંધ થયો હતો.

Mukesh Ambaniની કંપની Reliance ને એક દિવસમાં 66000 કરોડનો ફટકો પડયો, જાણો શું છે કારણ?
Mukesh Ambani , Chairman - RIL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 8:13 AM

દેશના સૌથી ધનિક કારોબારી મુકેશ અંબાણીની કંપની રિલાયન્સને એક દિવસમાં 66000 કરોડનો ફટકો પડ્યો છે. આ આંચકો રિલાયન્સ અને સાઉદી અરામ્કો વચ્ચે રદ થયેલી ડીલ બાદ આવ્યો છે. બંને કંપનીઓ વચ્ચેનો સોદો રદ થયા બાદ શેરધારકોમાં નિરાશાના કારણે શેરમાં સોમવારે ઘટાડો થયો હતો.

સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર BSE પર 4.4% ઘટીને રૂ. 2363 પર આવી ગયો હતો. તેનાથી કંપનીના માર્કેટ કેપમાં રૂ. 66,000 કરોડનો ઘટાડો થયો છે. નિષ્ણાતોના મતે કેમિકલ બિઝનેસ માટે રિલાયન્સના તેલનું મૂલ્ય 75 અબજ ડોલર હોવાનું માનવામાં આવતું હતું, જે હવે બદલાઈ શકે છે. જો કે, તેનાથી કંપનીની બેલેન્સ શીટ પર કોઈ અસર થશે નહીં.

વર્ષ 2019 માં બંને કંપનીઓ વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ અંતર્ગત સાઉદી અરામ્કો રિલાયન્સની ઓઈલ ટુ કેમિકલમાં 20 ટકા હિસ્સો ખરીદવાની હતી. તેની કુલ કિંમત 1.11 લાખ કરોડ રૂપિયાથી વધુ હતી. છેલ્લા બે વર્ષમાં બંને કંપનીઓ વચ્ચેના કરારમાં ઘણી પ્રગતિ થઈ છે. રિલાયન્સે અરામકોના ચેરમેન એચ. અલ-રૂમાયનને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે પણ નિયુક્ત કર્યા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

પરંતુ હાલમાં જ બંને કંપનીઓએ આ ડીલ રદ કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે રિલાયન્સે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ઓઇલને કેમિકલ બિઝનેસને ગ્રુપના અન્ય બિઝનેસથી અલગ કરવાનો નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો છે. બદલાતા વાતાવરણને જોતા બંને કંપનીઓએ તેને રદ કરવાનો નિર્ણય લીધો છે.

તે જ સમયે અરામકોએ પણ રવિવારે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે ભારત લાંબા સમય સુધી વિકાસની જબરદસ્ત તકો પ્રદાન કરે છે. અમે સંભવિત બિઝનેસ પાર્ટનર્સ સાથે નવી અને હાલની બિઝનેસ તકોનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખીશું. કંપનીએ એમ પણ કહ્યું કે રિલાયન્સ અને અમારી વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે અને અમે આવનારા સમયમાં રોકાણની તકોની સંભાવના ચોક્કસપણે શોધીશું.

સોમવારે શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું  સપ્તાહના પ્રથમ દિવસે આજે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 1,170 પોઈન્ટ (1.96%) ઘટીને 58,465 પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 348 પોઈન્ટ (1.96%) ઘટીને 17,416 પર બંધ થયો હતો. લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે રૂ. 7.86 લાખ કરોડનો ઘટાડો થયો છે.

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારે ગ્રીન ઝોનમાં કારોબારની શરૂઆત કરી છે જોકે બાદમાં તે લાલ નિશાન નીચે સરક્યો હતો. બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિ જાળવવામાં સફળ રહ્યા ન હતા.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : સતત 19 માં દિવસે પેટ્રોલ – ડીઝલના ભાવ સ્થિર રહ્યાં પરંતુ હજુ કિંમતોમાં ઘટાડાનો ઇંતેજાર

આ પણ વાંચો : દેશનો સૌથી મોટો IPO લાવનાર Paytm નો શેર 2 દિવસમાં 33 ટકા તૂટ્યો! રોકાણકારો ચિંતાતુર બન્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">