શેરબજાર(Share Market) આજે સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. આજના કરોવબરના અંતે નિફ્ટી ઈન્ડેક્સ 189 અંક ઘટીને 14,721.30 ની સપાટીએ બંધ રહ્યો છે તો બીજી તરફ સેન્સેક્સ પણ 56૨ પોઇન્ટના ઘટાડા સાથે 49,801.62 ના સ્તરે બંધ રહ્યો હતો જે ટ્રેડિંગ દરમિયાન 50,561.12 ની ઉપલી સપાટીએ દેખાયો હતો.
ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ
બજાર સૂચકઆંક ઘટાડો
સેન્સેક્સ 49,801.62 −562.34
નિફટી 14,721.30 −189.15
ક્ષેત્રના નિષ્ણાંતો અનુસાર દેશમાં વધી રહેલા કોરોના કેસના કારણે શેર બજારમાં વેચવાલીનું જોર દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત વધતી મોંઘવારીએ પણ રોકાણકારોનું સેન્ટિમેન્ટ ડગમગાવ્યું છે. વિશ્વભરનો શેર બજાર પણ સુસ્ત વ્યવસાય કરે છે જેની પણ અસર માનવામાં આવી રહી છે. આજે સરકારી બેંકો, મેટલ અને ઓટો શેરમાં ઘટાડો થયો હતો. આ સિવાય મિડકેપ અને સ્મોલલકેપ શેરોમાં પણ ઘટાડો થયો છે.
સેન્સેક્સમાં સામેલ 30 શેર પૈકી 26 શેરમાં ઘટાડો થયો છે. ઓએનજીસીના શેરમાં સૌથી વધુ 4.78% નો ઘટાડો થયો છે. SBI, સન ફાર્મા અને એનટીપીસીમાં 3% સુધીનો ઘટાડો થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ 2% થી વધુનો ઘટાડો થયો છે જ્યારે આઇટીસીના શેરમાં 1.42% ની મજબૂતી આવી છે.
આજે માર્કેટ કેપમાં લગભગ 4 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. BSE માં 3125 શેરમાં વેપાર થયો હતો. 839 શેર વધ્યા અને 2146 શેર ઘટાડા સાથે બંધ થયા છે. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પણ ગઈકાલે રૂ 207.28 લાખ કરોડની તુલનામાં રૂ 203.67 લાખ કરોડ થઇ છે.
આજે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 2.28 ટકા સુધી લપસીને બંધ થયા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 2.48 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 2.12 ટકા ઘટીને બંધ થયા છે. બેન્ક નિફ્ટી 1.65 ટકાના ઘટાડાની સાથે 34,229.25 ના સ્તર પર બંધ થયા છે.
શેરબજારમાં આજે આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો.
SENSEX
Open 50,436.02
High 50,561.12
Low 49,718.65
NIFTY
Open 14,946.55
High 14,956.55
Low 14,696.05