ICICI Securitiesને શેરબજારમાંથી બહાર કરવાની તૈયારી!!! રોકાણકારો ઉપર શું અસર પડશે?

|

Jun 27, 2023 | 7:32 AM

ICICI Securities Delisting : ICICI Bank ના પ્રમોટર ICICI Securities ને ડિલિસ્ટિંગ(Delisting) કરવાનું વિચારી રહ્યા હોવાના સમાચારને પગલે સોમવારે ICICI સિક્યોરિટીઝનો શેર(ICICI Securities Share Price) 15% વધીને  રૂપિયા 647ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

ICICI Securitiesને શેરબજારમાંથી બહાર કરવાની તૈયારી!!! રોકાણકારો ઉપર શું અસર પડશે?

Follow us on

ICICI Bank ના પ્રમોટર ICICI Securities ને ડિલિસ્ટિંગ(Delisting) કરવાનું વિચારી રહ્યા હોવાના સમાચારને પગલે સોમવારે ICICI સિક્યોરિટીઝનો શેર(ICICI Securities Share Price) 15% વધીને  રૂપિયા 647ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ભારતની બીજી સૌથી મોટી ખાનગી ધિરાણકર્તા ICICI Bank એ એક્સચેન્જોને જાણ કરી હતી કે ICICI સિક્યોરિટીઝને ડિલિસ્ટ કરવાની દરખાસ્ત પર વિચાર કરવા માટે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ગુરુવાર 29 જૂને મળશે. આ બેઠકમાં ICICI સિક્યોરિટીઝને ડીલિસ્ટ(ICICI Securities Delisting) એટલે ​​કે શેરબજારમાંથી બહાર કરવાનો નિર્ણય લઈ શકાય છે. કંપનીના શેર એક સપ્તાહમાં 7%, એક મહિનામાં 14%, ત્રણ મહિનામાં 28% અને  એક વર્ષમાં 30% વધ્યા છે.

એક્સ્ચેન્જમાં ફાઇલિંગમાં વિગતો જાહેર કરાઈ

BSE પર પ્રમોટર શેરહોલ્ડિંગ ડેટા અનુસાર ICICI બેંક ICICI સિક્યોરિટીઝમાં 74.85% હિસ્સો ધરાવે છે. જે 24,16,52,692 ઇક્વિટી શેર છે. પબ્લિક શેરહોલ્ડિંગ 8,12,15,034 ઇક્વિટી શેર અથવા 25.15% છે. બજાર ખૂલતા પહેલા સોમવારે એક્સ્ચેન્જમાં ફાઇલિંગમાં ધિરાણકર્તાએ જણાવ્યું હતું કે ICICI સિક્યોરિટીઝને ડિલિસ્ટ કરવાની દરખાસ્ત સેબીના ડિલિસ્ટિંગના નિયમો અનુસાર કરવામાં આવશે.

શેરની પ્રાઇસ હિસ્ટ્રી

છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં આ સ્ટોક અપટ્રેન્ડમાં રહ્યો છે અને 27% ઉછળ્યો છે. ICICI સિક્યોરિટીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 19,795.88 કરોડ છે. ICICI સિક્યોરિટીઝના શેરોએ છેલ્લા 12 મહિનામાં 42% નું વળતર આપ્યું છે અને નિફ્ટી 50 કરતાં વધુ પ્રદર્શન કર્યું છે જેણે આ સમયગાળા દરમિયાન 20% વળતર આપ્યું છે. ટ્રેન્ડલાઇન ડેટા મુજબ શેરે નીચી વોલેટિલિટી દર્શાવી હતી અને 1 ના 1-વર્ષના EBITA સાથે વેપાર કર્યો હતો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

Q4 માં ત્રિમાસિક ધોરણે નફો ઘટ્યો હતો

31 માર્ચે પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં  ICICI સિક્યોરિટીઝનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 23% અને ક્રમિક રીતે 7% ઘટીને રૂ. 262 કરોડ થયો હતો. કંપની પાસે આશરે 78,000 ગ્રાહકોનો ક્લાયન્ટ બેઝ છે અને તેની AUM (સંચાલન હેઠળની સંપત્તિ) Q4 FY2023 માં રૂ. 3.2 લાખ કરોડ હતી જે વાર્ષિક ધોરણે 13% ની વૃદ્ધિ દર્શાવે છે.

શેરબજારના નિષ્ણાંત આશુતોષ મિશ્રા અનુસારICICI સિક્યોરિટીઝને ICICI બેંકની સબસિડિયરી હોવાનો લાભ પહેલેથી જ મળી રહ્યો છે. તે જ સમયે, ડિલિસ્ટિંગ પછી કંપની માટે નિયમનકારોને રિપોર્ટિંગ કરવું  સરળ બનશે.

શેર ડિલિસ્ટિંગનો અર્થ શું છે?

સ્ટોક એક્સચેન્જમાંથી કંપનીને દૂર કરવાની પ્રક્રિયાને ડિલિસ્ટિંગ કહેવામાં આવે છે એટલે કે ડિલિસ્ટિંગ પછી સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ કરી શકાતું નથી. ડીલિસ્ટિંગ બે સંજોગોમાં થાય છે એક  કંપની મેનેજમેન્ટની મરજીથી નિર્ણય લે છે અથવા બીજું નિયમોની અવગણના કરવા સામે પગલાં ભરવાથી થઈ શકે છે.

ડિલિસ્ટિંગની જાહેરાત સાથે કંપની ડિલિસ્ટિંગ માટે ફ્લોર પ્રાઇસ નક્કી કરે છે. ફ્લોર પ્રાઈસ એટલે લઘુત્તમ રકમ કે જેના પર શેર પાછા ખરીદવામાં આવશે.

Next Article