Poonawala Fincorp Limited ને કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ માટે RBIની મંજૂરી મળી, શેરે 6 મહિનામાં 37% રિટર્ન આપ્યું છે
મંગળવારે શેરબજારમાં અસ્થિર કારોબાર વચ્ચે પણ પૂનાવાલા ફિનકોર્પના શેર (Poonawala Fincorp Limited Share Price)માં લગભગ 2.13% ટકાનો વધારો થયો હતો અને તેનો શેર 378.90 ની સપાટીએ બંધ થયો હતો. કંપનીએ શેરબજાર(Share Market)ના રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન(multibagger returns) આપ્યું છે.
પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડ(Poonawala Fincorp Limited)ને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે જેણે થોડા દિવસોમાં શેરબજાર(Share Market)ના રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન(multibagger returns) આપ્યું છે. મંગળવારે શેરબજારમાં અસ્થિર કારોબાર વચ્ચે પણ પૂનાવાલા ફિનકોર્પના શેર (Poonawala Fincorp Limited Share Price)માં લગભગ 2.13% ટકાનો વધારો થયો હતો અને તેનો શેર 378.90 ની સપાટીએ બંધ થયો હતો.
છેલ્લા 5 દિવસમાં પૂનાવાલા ફિનકોર્પના શેરોએ છેલ્લા 6 મહિનામાં રૂપિયા 275ના સ્તરથી રોકાણકારોને 38 ટકાનું બમ્પર વળતર આપ્યું છે. 8 મે 2020ના રોજ સાડા ત્રણ વર્ષ પહેલા ₹15ના નીચા સ્તરેથી પૂનાવાલા ફિનકોર્પના શેરોએ રોકાણકારોની મૂડીમાં 2500 ટકાનો વધારો કર્યો છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ(Serum Institute) દ્વારા સમર્થિત પૂનાવાલા ફિનકોર્પને કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ લોન્ચ કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI) પાસેથી પરવાનગી મળી છે. પૂનાવાલા ફિનકોર્પ ઇન્ડસઇન્ડ બેંકના સહયોગથી કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા જઈ રહી છે.
આ પણ વાંચો : Share market closing bell: ફ્લેટ ટ્રેડિંગ બાદ સેન્સેક્સ 78 પોઈન્ટ ઘટીને, નિફ્ટી 19664 પર બંધ થયું
આનાથી પૂનાવાલા ફિનકોર્પની આવક વધારવાનો માર્ગ મોકળો થયો છે. કંપની હવે પર્સનલ, કાર અને બિઝનેસ લોન વગેરે આપી શકે છે. પૂનાવાલા ફિનકોર્પે તેની નાણાકીય સેવાઓ માટે તાજેતરમાં કેકી મિસ્ત્રીની નિમણૂક કરી છે. કેકી મિસ્ત્રી 2010 થી HDFC ના વાઇસ ચેરમેન અને CEO હતા. એવું માનવામાં આવે છે કે આગામી 3 મહિનામાં પૂનાવાલા ફિનકોર્પ ઇન્ડસઇન્ડ બેંકના સહયોગથી કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ જારી કરી શકે છે.
પૂનાવાલા ફિનકોર્પની લોન બુક પ્રભાવશાળી વૃદ્ધિ નોંધાવી રહી છે. પૂનાવાલા ફિનકોર્પ કંપનીએ તાજેતરમાં ટેકમાં મોટું રોકાણ કર્યું છે, જેના પછી તેની લોન બુકનું કદ ઝડપથી વધ્યું છે.
આ પણ વાંચો : નીરવ મોદીની કરોડો રૂપિયાની બે મિલકતની થશે હરાજી, મુંબઈની ડેટ રિકવરી ટ્રિબ્યુનલે આપ્યો આદેશ
પૂનાવાલા ફિનકોર્પ પાસે એક મોટી ટેક ટીમ છે જેમાં ડેટા વૈજ્ઞાનિકોની મદદથી અત્યાધુનિક અલ્ગોરિધમ્સ, મોડલ અને પ્લેટફોર્મ બનાવવામાં આવી રહ્યા છે. આ સાથે ગ્રાહકો માટે લોન લેવાની પ્રક્રિયા સ્વચાલિત થઈ રહી છે. કંપનીએ છેલ્લા 2 વર્ષમાં એક ટેક પ્લેટફોર્મ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે જે તેના ક્રેડિટ કાર્ડ ઉત્પાદનોને સામાન્ય લોકો સુધી ઝડપથી પહોંચવામાં મદદ કરી શકે છે.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. નફાના અંદાજ સાથે કરવામાં આવેલા રોકાણમાં નુકસાનનો સામનોપણ કરવો પડી શકે છે,આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.