Multibagger Stock : આ શેરમાં 149000% ની તોફાની તેજી નોંધાઈ, 1 રૂપિયાનો શેર 1500 ને પાર પહોંચ્યો, કંપની પર કોઈ દેવું પણ નથી
લેમિનેટ કંપની સ્ટાઈલમ ઈન્ડસ્ટ્રીઝ(Stylam Industries)ના શેરે મલ્ટિબેગર રિટર્ન(multibagger returns) આપ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીના 1 રૂપિયાનો શેર વધીને 1500 રૂપિયા થઈ ગયા છે. સ્ટાઈલમ ઈન્ડસ્ટ્રીઝના શેરો(Stylam Industries Share Price)એ આ સમયગાળા દરમિયાન રોકાણકારોને 149000% કરતા વધુ રિટર્ન આપ્યું છે.
લેમિનેટ કંપની સ્ટાઈલમ ઈન્ડસ્ટ્રીઝ(Stylam Industries)ના શેરે મલ્ટિબેગર રિટર્ન(multibagger returns) આપ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીના 1 રૂપિયાનો શેર વધીને 1500 રૂપિયા થઈ ગયા છે. સ્ટાઈલમ ઈન્ડસ્ટ્રીઝના શેરો(Stylam Industries Share Price)એ આ સમયગાળા દરમિયાન રોકાણકારોને 149000% કરતા વધુ રિટર્ન આપ્યું છે.
ખાસ વાત એ છે કે સ્ટાઈલમ ઈન્ડસ્ટ્રીઝ સંપૂર્ણપણે ડેટ ફ્રી છે. સ્ટાઈલમ ઈન્ડસ્ટ્રીઝનો શેર શુક્રવારે રૂ. 1575.70 પર બંધ રહ્યો હતો.કંપનીના શેરે 6 મહિનામાં 451.60 અથવા
1 લાખ રૂપિયા 14 કરોડમાં તબદીલ કર્યા
12 જુલાઈ 2014ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર સ્ટાઈલમ ઈન્ડસ્ટ્રીઝના શેર રૂ.1.06 પર ટ્રેડ થઈ રહ્યા હતા. BSE ખાતે 11 ઓગસ્ટ, 2023ના રોજ કંપનીના શેર રૂ. 1575.70 પર બંધ થયા હતા. સ્ટાઈલમ ઈન્ડસ્ટ્રીઝના શેરે આ સમયગાળા દરમિયાન 149003% વળતર આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 12 જુલાઈ, 2004ના રોજ સ્ટાઈલમ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં રોકાણ કર્યું હોય અને તે રોકાણની રકમ 1 લાખ હોવા સાથે સતત આ રોકાણ જાળવી રાખ્યું હોય તો હાલમાં રોકાણનું મૂલ્ય કિંમત રૂ. 14.86 કરોડ હશે.
કંપનીના શેર 3 વર્ષમાં 900% થી વધુ વધ્યા છે
છેલ્લા 3 વર્ષમાં સ્ટાઇલમ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. 10 જુલાઈ, 2020 ના રોજ કંપનીના શેર BSE પર રૂ. 156.95 પર હતા. BSE ખાતે સ્ટાઈલમ ઈન્ડસ્ટ્રીઝનો શેર 11 ઓગસ્ટ, 2023ના રોજ રૂ. 1575.70 પર બંધ થયો હતો. કંપનીના શેરે છેલ્લા 3 વર્ષમાં રોકાણકારોને 907% વળતર આપ્યું છે. ઘણા રોકાણકાર લાંબા ગાળાના રોકાણમાં વિશ્વાસ ધરાવે છે. જો કોઈ વ્યક્તિએ 3 વર્ષ પહેલા કંપનીના શેરમાં રોકાણ કર્યું હશે અને રોકણનુંય મૂલ્ય 1 લાખ રાખવામાં આવ્યું હોય અને તેના શેર ન વેચી જાળવી રાખ્યા હોય તો આ શેરની કિંમત હાલમાં રૂપિયા 10લાખ કરતા વહુ હશે. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 1788.70 છે. તે જ સમયે સ્ટાઇલમ ઇન્ડસ્ટ્રીઝના શેરનું 52-સપ્તાહનું નીચલું સ્તર રૂ. 941.70 છે.
ડિસ્ક્લેમર : શેરબજારમાં રોકાણ માત્ર નફો આપતું નથી. અહીં રોકાણ જોખમનો પણ ભાગ છે. શેરમાં રોકાણ નુકસાનનો સામનો પણ કરાવી શકે છે. અહેવાલનો હેતુ શેરના પર્ફોમન્સ અને કંપની વિશે માહિતગાર કરવાનો છે. શેરમાં રોકાણથી નફા કે નુકસાન સાથે TV9 નો કોઈ સંબંધ રહેશે નહીં. રોકાણ આર્થિક નિષ્ણાતની સલાહ સાથે કરવું જોઈએ.