Petrol Diesel Price Today : દેશના આ શહેરમાં પેટ્રોલના ભાવ ફરી 100 રૂપિયા નીચે પહોંચ્યા, જાણો તમારા શહેરમાં શું છે આજે પેટ્રોલ – ડીઝલની કિંમત

|

Sep 02, 2021 | 7:22 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારા અને ભારે ટેક્સને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે.

સમાચાર સાંભળો
Petrol Diesel Price Today : દેશના આ શહેરમાં પેટ્રોલના ભાવ ફરી 100 રૂપિયા નીચે પહોંચ્યા, જાણો તમારા શહેરમાં શું છે આજે પેટ્રોલ - ડીઝલની કિંમત
Symbolic Image

Follow us on

સરકારી તેલ કંપનીઓએ આજે પેટ્રોલ ડીઝલના નવા રેટ(Petrol Diesel Price Today) જાહેર કર્યા છે. સપ્ટેમ્બરના પહેલા જ દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવે લોકોને રાહત આપી હતી. 1 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. સ્થાનિક તેલ કંપનીઓએ 2 સપ્ટેમ્બર 2021 માટે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે. નવા દર મુજબ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે જોવામાં આવે તો પેટ્રોલના ભાવ લાંબા સમયથી વધ્યા નથી કારણ કે આ પહેલા પેટ્રોલના ભાવ લગભગ 1 મહિના સુધી સ્થિર રહ્યા હતા અને પછી તેમના કિંમત નીચે આવી છે.

દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલની શું છે સ્થિતિ
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ આજે 101.34 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ડીઝલ 88.77 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પણ પેટ્રોલ 107.39 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.33 પૈસા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં ફરી પેટ્રોલ 100 રૂપિયા નીચે સરક્યું છે. ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારા અને ભારે ટેક્સને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે. હવે દેશવાસીઓ પેટ્રોલના ભાવમાં રાહત માટે આશા રાખી રહ્યા છે.

 

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.34 88.77
Mumbai 107.39 96.33
Chennai 99.08 93.38
Kolkata 101.72 91.84

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

મોબાઈલ ઉપર SMS દ્વારા રેટ જાણી શકાય છે
તમે એસએમએસ દ્વારા પેટ્રોલ ડીઝલની કિંમત જાણી શકો છો. પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ કરવામાં આવે છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP સાથે તમારા શહેરનો કોડ ટાઇપ કરી 9224992249 નંબર પર SMS મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. આને તમે આઈઓસીએલની વેબસાઇટ પરથી જોઈ શકો છો. બીપીસીએલ ગ્રાહક RSP 9223112222 અને HPCL ગ્રાહક HPPRICEને 9222201122 પાર sms મોકલીને તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવને જાણી શકો છો.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

 

આ પણ વાંચો : Fuel Demand August : ઓગસ્ટમાં પણ વધી પેટ્રોલની માગ, પરંતુ ડીઝલનો વપરાશ ઘટ્યો, જાણો આંકડાનું ગણિત

આ પણ વાંચો :GST Collections August : ફરી એકવાર જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર, પરંતુ જુલાઈની સરખામણીમાં ઓગસ્ટમાં કલેક્શનમાં ઘટાડો

Published On - 7:21 am, Thu, 2 September 21

Next Article