AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંક એકાઉન્ટ વગર જ બાળકો પણ કરી શકશે UPI પેમેન્ટ ! Paytm લાવ્યું ખાસ પોકેટ મની ફીચર

ટીનેજર્સને વારંવાર નાની ખરીદી માટે માતા-પિતા પાસે પૈસા માંગવાની જરૂર નહીં પડે. પેટીએમ (Paytm) દ્વારા 'પોકેટ મની' નામનું એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, જેનાથી બાળકો પોતાના અલગ બેંક ખાતા વગર પણ સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકશે.

બેંક એકાઉન્ટ વગર જ બાળકો પણ કરી શકશે UPI પેમેન્ટ ! Paytm લાવ્યું ખાસ પોકેટ મની ફીચર
Image Credit source: AI
| Updated on: May 18, 2026 | 6:44 PM
Share

ડિજિટલ પેમેન્ટની દુનિયામાં હવે 13 થી 19 વર્ષના ટીનેજર્સ પણ સરળતાથી ડગલાં માંડી શકશે. પેટીએમ કંપનીએ ‘પોકેટ મની’ નામે એક નવું અને અદભુત ફીચર રજૂ કર્યું છે. આ સુવિધા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) ના ‘UPI Circle’ સિસ્ટમ પર આધારિત છે. આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે બાળકોને ઓનલાઈન પૈસા વાપરવાની સ્વતંત્રતા મળશે, પરંતુ તેના પર અંતિમ નિયંત્રણ અને દેખરેખ સંપૂર્ણપણે માતા-પિતાના હાથમાં રહેશે.

વારંવાર ઓટીપી (OTP) માંગવાની ઝંઝટ ખતમ

આ ફીચર સક્રિય થયા પછી, બાળકો પોતાના મોબાઈલમાં પેટીએમ એપ દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએ સરળતાથી પેમેન્ટ કરી શકશે. આ માટે તેમણે દર વખતે પેમેન્ટ કરતી વખતે માતા-પિતા પાસેથી ઓટીપી મેળવવાની કે પૈસા ટ્રાન્સફર કરાવવાની જરૂર નહીં પડે. એકવાર મુખ્ય સેટઅપ પૂરું થઈ ગયા પછી, બાળકો સીધું જ પેમેન્ટ કરી શકશે.

ખર્ચની મર્યાદા અને કડક નિયમો:

બાળકો આડેધડ પૈસા ન વેડફે તે માટે કંપનીએ આ ફીચરમાં લિમિટ નક્કી કરી છે:

  • માતા-પિતા પોતાના મોબાઈલમાંથી જ બાળકના મહિનાના ખર્ચની લિમિટ નક્કી કરી શકે છે.
  • બાળક ક્યાં અને કેટલા પૈસા વાપરે છે, તેનું રિયલ ટાઈમ મોનિટરિંગ માતા-પિતા કરી શકશે.
  • આ સુવિધા હેઠળ એક વખતમાં વધુમાં વધુ 5000 રૂપિયા સુધીનું જ પેમેન્ટ કરી શકાશે.
  • સમગ્ર મહિના દરમિયાન કુલ યુપીઆઈ (UPI) ખર્ચની મહત્તમ મર્યાદા 15,000 રૂપિયા સુધી સીમિત રાખવામાં આવી છે.

સુરક્ષા માટે ખાસ ચક્રવ્યૂહ

બાળકો સાથે કોઈ ઓનલાઈન ફ્રોડ ન થાય તે માટે પેટીએમે કડક સુરક્ષા ફીચર્સ ઉમેર્યા છે. આ ફીચર એક્ટિવ થયાની શરૂઆતની 30 મિનિટમાં માત્ર 500 રૂપિયા સુધીના જ પેમેન્ટની મંજૂરી મળશે. જ્યારે પ્રથમ 24 કલાક માટે કુલ ખર્ચની મર્યાદા 5000 રૂપિયા રાખવામાં આવી છે. આ ઉપરાંત, એપનો ઉપયોગ કરવા માટે બાળકના ફોનમાં ડિવાઈસ લોક (સ્ક્રીન લોક) હોવું ફરજિયાત છે. માતા-પિતા જ્યારે ઈચ્છે ત્યારે પોતાના ફોનથી જ આ લિમિટ બદલી શકે છે અથવા આ ફીચરનું એક્સેસ સંપૂર્ણપણે બંધ કરી શકે છે.

કંપનીના જણાવ્યા મુજબ, આ ફીચરથી બાળકોમાં નાની ઉંમરથી જ જવાબદારીપૂર્વક પૈસા ખર્ચ કરવાની આદત કેળવાશે. પેટીએમ એપ અપડેટ કર્યા પછી યુઝર્સ આ સુવિધાનો લાભ લઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય વાલીઓ પોતાના બાળકોને આ ડિજિટલ પોકેટ મની આપવા માટે કેટલા તૈયાર થાય છે.

પીએફ ખાતાધારકો માટે ખુશખબર ! EPFO એ પ્રોફાઈલ સુધારવાનું કામ કર્યું વધારે આસાન, જાણો ઘરે બેઠા બેઠા શું સુધારી શકશો

Follow Us
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">