Muharram Bank Holiday 2024 : આજે સરકારે બેંકમાં જાહેર રજા ઘોષિત કરી, ઓનલાઇન સેવાઓ કાર્યરત રહેશે

|

Jul 17, 2024 | 6:44 AM

Bank Holiday 17 July 2024 : આજે 17 જુલાઇ 2024ને બુધવારે દેશના તમામ રાજ્યોમાં બેંક હોલીડે(Muharram Bank Holiday) છે. વાસ્તવમાં આજે મોહરમનો તહેવાર છે. આવી સ્થિતિમાં આ દિવસે તમામ રાજ્યોમાં જાહેર રજા છે.

Muharram Bank Holiday 2024 : આજે સરકારે બેંકમાં જાહેર રજા ઘોષિત કરી, ઓનલાઇન સેવાઓ કાર્યરત રહેશે

Follow us on

Bank Holiday 17 July 2024 : આજે 17 જુલાઇ 2024ને બુધવારે દેશના તમામ રાજ્યોમાં બેંક હોલીડે(Muharram Bank Holiday) છે. વાસ્તવમાં આજે મોહરમનો તહેવાર છે. આવી સ્થિતિમાં આ દિવસે તમામ રાજ્યોમાં જાહેર રજા છે. કરબલાના શહીદોના શોક માટે મોહરમ ઉજવવામાં આવે છે. આ દિવસે શિયા સમુદાયના લોકો કાળા કપડાં પહેરે છે અને શોકના મંડળોમાં ભાગ લે છે.

આ દરમિયાન કરબલાના યુદ્ધ , હઝરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓની શહાદતને યાદ કરવામાં આવે છે. મહોરમના દિવસે બેંકો ઉપરાંત તમામ રાજ્યોમાં કોલેજો, શાળાઓ અને સરકારી કચેરીઓમાં રજા છે. મુસ્લિમ સમાજનો આ મોટો તહેવાર માનવામાં આવે છે જે દિવસે બેંકમાં શાખામાં કામકાજ થતું નથી.

મોહરમ શા માટે ઉજવવામાં આવે છે?

ઈસ્લામ ધર્મની માન્યતા મુજબ મોહરમ મહિનાની 10મી તારીખે હઝરત ઈમામ હુસૈન તેમના 72 સાથીઓ સાથે કરબલાના મેદાનમાં શહીદ થયા હતા. આ દિવસને તેમની શહાદત અને બલિદાન તરીકે યાદ કરવામાં આવે છે. કહેવાય છે કે ઈરાકમાં યઝીદ નામનો એક ક્રૂર રાજા હતો જે માનવતાનો દુશ્મન હતો. યઝીદ અલ્લાહમાં માનતો ન હતો. યઝીદ ઈચ્છતો હતો કે હઝરત ઈમામ હુસૈન પણ તેની છાવણીમાં સામેલ થાય. જોકે, ઈમામ સાહેબે આ વાત મંજૂર કરી ન હતી. તેણે રાજા યઝીદ સામે યુદ્ધની ઘોષણા કરી હતી. આ યુદ્ધમાં ઈમામ તેમના પુત્ર, પરિવારના સભ્યો અને અન્ય સાથીઓ સાથે શહીદ થયા હતા.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

આ રાજ્યોમાં તમામ બેંકો બંધ રહેશે

ગુજરાત , ત્રિપુરા, મિઝોરમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, MP, તમિલનાડુ, હૈદરાબાદ – આંધ્રપ્રદેશ, હૈદરાબાદ – તેલંગાણા, રાજસ્થાન, જમ્મુ, યુપી, બંગાળ, નવી દિલ્હી, પટના, છત્તીસગઢ, ઝારખંડ, મેઘાલય, હિમાચલ પ્રદેશમાં આજે બુધવારે બેંકો બંધ રહેશે. બીજી તરફ એક દિવસ પહેલા એટલે કે મંગળવારે 16 જુલાઈએ ઉત્તરાખંડમાં હરેલાના અવસર પર બેંકો બંધ રહી હતી. તમને જણાવી દઈએ કે હરેલા એ હિંદુ સમુદાય દ્વારા ઉજવવામાં આવતો તહેવાર છે. જે પર્વતીય રાજ્ય ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ઉજવવામાં આવે છે.

આ મહિને કેટલી રજાઓ આવી રહી છે?

  • 17મી જુલાઈએ મહોરમ નિમિત્તે બેંકોમાં રજા રહેશે.
  • 21મી જુલાઇને રવિવારે સાપ્તાહિક રજા રહેશે.
  • 27 જુલાઈ મહિનાના ચોથા શનિવારે આવે છે.
  •  28મી જુલાઈએ રવિવારની સાપ્તાહિક રજા છે.

આ સુવિધાઓ રજાના દિવસે પણ ચાલુ રહેશે

તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનામાં કુલ 12 દિવસની બેંક રજા રહેશે. જેમાંથી 7 રજાઓ 1લીથી 15મી વચ્ચે પડી છે. જ્યારે આગામી દિવસોમાં 5 રજાઓ પડવાની છે. આવી સ્થિતિમાં, બેંકનો સંપર્ક કરતા પહેલા, તમારે એક વાર રજાઓની સૂચિ ચોક્કસપણે તપાસવી જોઈએ. જોકે, રજાના દિવસે તમે ATM, UPI, મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકો છો.

આ પણ વાંચો : હલવા સેરેમની બાદ ‘લોક’ થયા નાણા મંત્રાલયના અધિકારીઓ, હવે બજેટ રજૂ થયા બાદ જ જઈ શકશે ઘરે, જાણો કારણ

Next Article