દેશમાં રોકાણનો ટ્રેન્ડ ઝડપથી બદલાઈ રહ્યો છે. બેંકોના ઓછા વ્યાજદરના કારણે લોકો રોકાણના અન્ય વિકલ્પો તરફ વળી રહ્યા છે. આ પૈકી મ્યુચ્યુઅલ ફંડ્સ પસંદગીના ક્ષેત્ર તરીકે ઉભરી આવ્યું છે. જેફરીઝ માં ઇક્વિટી સ્ટ્રેટેજીના ગ્લોબલ હેડ ક્રિસ્ટોફર વુડે એક સંશોધન નોંધમાં જણાવ્યું હતું કે ભારતના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) આ દાયકાના અંત સુધીમાં 90 ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી જશે જે હાલમાં 38 ટ્રિલિયનથી વધુ છે. નિષ્ણાતોના મતે તેનું સંચાલન SIP દ્વારા કરવામાં આવશે.
ક્રિસ્ટોફર એવું પણ માને છે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) જે તેના IPOની રાહ જોઈ રહ્યું છે તે બજારમાં સૌથી મોટો સ્ટોક બનવાની ક્ષમતા ધરાવે છે.
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ના તાજેતરના અહેવાલ મુજબ SIP યોગદાન ડિસેમ્બરમાં રૂ 11,305.34 કરોડની સરખામણીએ જાન્યુઆરીના અંતે રૂ 11,516.62 કરોડની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. ઉપરાંત પ્રથમ વખત SIP એકાઉન્ટ્સની કુલ સંખ્યા 5 કરોડથી વધુ થઇ છે.
જાન્યુઆરીના અંતે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એકંદર AUM વાર્ષિક ધોરણે 25 ટકાથી વધુ વધીને 38.01 ટ્રિલિયન રૂપિયા થઈ હતી. ગયા અઠવાડિયે તેની નોટમાં ક્રિસ્ટોફરે જણાવ્યું હતું કે S&P BSE સેન્સેક્સ 100,000 પર શેર દીઠ 15% કમાણી (EPS) વૃદ્ધિના વલણને ધ્યાનમાં રાખીને 5 વર્ષમાં પ્રાપ્ત કરી શકે છે.
તાજેતરની નોંધમાં વૂડ એ કહ્યું હતું કે ભારતીય શેરબજાર અત્યાર સુધીમાં વિદેશી વેચાણમાં 5.7 અબજ ડોલરનું ચોખ્ખું એબઝોર્બ કરવામાં સફળ રહ્યું છે. આંશિક સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડમાં વારંવાર આવતા પ્રવાહને આનો આભાર માનવો જોઈએ.
વર્ષ 2021માં ભારતીય શેરબજારમાં આવેલી જંગી તેજી પાછળ નાના રોકાણકારોની ભૂમિકા મહત્વની છે. તેનાથી વિપરીત વિદેશી રોકાણકારો જેને મોટા રોકાણકારો કહેવાય છે એ ભારતીય શેરબજારમાંથી નાણાં પરત ખેંચ્યા હતા. આ પ્રથમ વખત છે જ્યારે મોટા રોકાણકારો પૈસા ઉપાડી રહ્યા હતા પરંતુ શેરબજાર ખાસ ઘટ્યું નથી.
આ પણ વાંચો : Share Market : આ શેર ટૂંક સમયમાં ડિવિડન્ડ ચૂકવવા જઈ રહ્યા છે, જાણો કેટલું મળશે ડિવિડન્ડ અને શું છે રેકોર્ડ ડેટ?